ETV Bharat / city

સુરત Diamond industryને બખ્ખાં! શનિ-રવિમાં પણ ધમધમી રહ્યાં છે કારખાનાં, જાણો કારણ

કોરોનાકાળમાં અનેક ઉદ્યોગો આર્થિક સંકડામણ અનુભવી રહ્યાં છે ત્યારે હીરા ઉદ્યોગમાં (Diamond industry) તેજીનો માહોલ જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડાયમંડની ડિમાન્ડના કારણે હવે હીરા ફેકટરીઓ શનિવાર અને રવિવારના રોજ પણ ધમધમી રહી છે. રત્ન કલાકારોની અછતના કારણે અનેક ફેક્ટરીઓ દ્વારા પોતાના રત્ન કલાકારોના જોબ વર્કમાં 5 થી 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

સુરત Diamond industryને બખ્ખાં! શનિ-રવિમાં પણ ધમધમી રહ્યાં છે કારખાનાં, જાણો કારણ
સુરત Diamond industryને બખ્ખાં! શનિ-રવિમાં પણ ધમધમી રહ્યાં છે કારખાનાં, જાણો કારણ
author img

By

Published : Jul 3, 2021, 4:13 PM IST

  • કોરોનાકાળમાં હીરા ઉદ્યોગમાં (Diamond industry) તેજીનો માહોલ
  • આંતરરાષ્ટ્રીય બજારમાં ડાયમંડની ડિમાન્ડ વધી
  • હીરા ફેકટરીઓ શનિવાર અને રવિવારના રોજ પણ ધમધમે છે
  • રત્ન કલાકારોના જોબ વર્કમાં 5 થી 10 ટકાનો વધારો કરવામાં આવ્યો

સુરત : કોરોનાકાળમાં હીરા ઉદ્યોગમાં (Diamond industry) તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથોસાથ રત્ન કલાકારો પાસેથી ઓવરટાઈમ પણ કરાવવામાં આવી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની અસર દેશભરમાં જોવા મળી રહી છે, ખાસ કરીને ઉદ્યોગોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ત્યારે બીજી બાજુ સુરત હીરા ઉદ્યોગમાં વિપરીત અસર જોવા મળી રહી છે. ડાયમંડ એક્સપોર્ટમાં પણ બમણો વધારો જોવા મળ્યો છે.

રત્ન કલાકારોના જોબ વર્કમાં 5 થી 10 ટકાનો વધારો કરવામાં આવ્યો

Diamond industryના કારણે આશરે 6 લાખથી વધુ લોકોને રોજગાર મળે છે

હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ડાયમંડની ડિમાન્ડ કારણે ડાયમંડ ઉદ્યોગમાં (Diamond industry)તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.ભારેે ડિમાન્ડના કારણે સુરતની તમામ હીરા ફેક્ટરીઓ (Diamond industry) શનિવાર અને રવિવારના રોજ પણ ધમધમી રહી છે. વિશ્વના 100માંથી નેવું હીરા કટિંગ અને પોલિશિંગ સુરતમાં થતું હોય છે. ખાસ કરીને હવે ડાયમંડની સાથોસાથ જવેલરીની માગમાં પણ વધારો થયો છે. આ ઉદ્યોગના કારણે આશરે 6 લાખથી વધુ લોકોને રોજગાર મળે છે. ઘણા સમયથી ઉદ્યોગમાં મંદીના વાદળો ઘેરાયેલા હતાં. પરંતુ કોરોનાકાળમાં અચાનક જ ડાયમંડ અને જ્વેલરીમાં ભારે ડિમાન્ડના કારણે બેરોજગાર થયેલા રત્નકલાકારોને રોજગાર પણ મળ્યો છે અને ઘણાનું જોબ વર્ક પણ વધ્યું છે.

આ પણ વાંચોઃ વિસનગરમાં ડાયમંડ ઉદ્યોગ અજમાવી મહિલાઓ બની આત્મનિર્ભર

ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરની પોઝિટિવ અસર ભારતમાં

આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરની પોઝિટિવ અસર ભારતમાં જોવા મળી રહી છે. ભારતમાં ડાયમંડની માગ વધી છે ખાસ કરીને ડિસેમ્બર માસમાં ક્રિસમસનો તહેવાર હોઇ એેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. હાલ તમામ હીરાના કારખાના (Diamond industry) દ્વારા રત્ન કલાકારો પાસેથી ઓવરટાઈમ કરાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેમની રવિવારની રજા પણ કેન્સલ કરી દેવામાં આવી છે. જોબ વર્કમાં 5 થી 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રત્ન કલાકાર અનિલભાઈએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં અમને રોજગાર મળ્યો છે. રવિવારે પણ કારખાનું ચાલુ રહે છે ઈશ્વરને પ્રાર્થના છે કે આવી જ રીતે ઉદ્યોગમાં તેજી રહે.

આ પણ વાંચોઃ રફ ડાયમંડની ઓનલાઇન ખરીદી પર વસૂલાતો બે ટકા ટેક્સ રદ્દ કરવા માટે સાંસદ દર્શના જરદોશે કરી કેન્દ્રીય નાણાં પ્રધાનને રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.