ETV Bharat / city

વધુ એક સુવિધા, ઉધના બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન શરૂ

સુરતમાં નવરાત્રીના નવમાં દિવસે રેલવે મંત્રાલય (banaras udhna express) ઉધના રેલવે સ્ટેશનથી કાશી સુધી સુપરફાસ્ટ ટ્રેનની શરૂઆત કરી છે. આ ટ્રેન વ્યવસાયથી લઈને અનેક ક્ષેત્રમાં ખૂબ અનુકૂળ રહેશે. (Udhan Banaras Superfast Express Train)

ઉધના બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી

author img

By

Published : Oct 4, 2022, 4:13 PM IST

સુરત ઉધના/સુરતથી પૂર્વાચલ પ્રદેશ સુધીની વધારાની ટ્રેન સેવાની (surat to banaras train) લોકોની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ ઉધના અને બનારસ વચ્ચે નવી સુપરફાસ્ટ ટ્રેન સેવા શરૂ કરી છે. નવી ટ્રેન સેવા આ રૂટ પર સતત વધતી જતી માંગને પૂરી કરશે. શિક્ષણ, રોજગાર, તીર્થયાત્રાના યાત્રીઓ અને પ્રવાસીઓ માટે પ્રવાસ કરતા લોકો માટે ખૂબ અનુકૂળ રહેશે. (Udhan Banaras Superfast Express Train)

ઉધના બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ નવી ટ્રેનનો આરંભ

આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશએ જણાવ્યું હતું કે, ઉધના-સુરતથી પૂર્વાંચલ સુધીની વધારાની ટ્રેન સેવાની લોકોની માંગ અને રજૂઆતને સંતોષતા પશ્ચિમ રેલ્વે આ નવી ટ્રેન સેવા શરૂ કરી છે. સુરતથી બનારસની નવી ટ્રેનના કારણે પ્રવાસન, શિક્ષણ અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન મળવા સાથે રોજગારીની તકો સર્જાશે. ટ્રેન કનેક્ટિવિટી વધતા આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે. ઉધનાએ સુરત શહેરનું મહત્વનું આર્થિક- વ્યાપારી ગતિવિધિનું કેન્દ્ર છે. સુરતમાં કાપડ અને હીરા બંને ઉદ્યોગો પૂરઝડપે વિકસ્યા છે, જેનાથી રોજગારના નવા અવસર પેદા થયા છે. સમગ્ર દેશમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશના પૂર્વાચલ પ્રદેશનો કાપડ ઉદ્યોગ સુરતના કાપડ ઉદ્યોગ પર નિર્ભર છે. (New train in Surat)

રેલ્વે ક્ષેત્ર આધુનિક અને સુવિધાઓથી સજ્જ વધુમાં તેઓએ જણાવ્યું કે, બનારસ સુધીની ટ્રેન સેવા શિક્ષણ, રોજગાર, તીર્થયાત્રાના યાત્રી-પ્રવાસીઓ માટે પ્રવાસ કરતા લોકો માટે ખૂબ અનુકૂળ રહેશે. વડાપ્રધાન મોદીએ મિની ભારત સુરત શહેરને નવરાત્રીના પાવન અવસરે કરોડોના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. એવી જ રીતે રેલ્વે ક્ષેત્રને પણ આધુનિક અને નવી ટ્રેન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું એમ તેમણે ઉમેર્યું હતું. (udhna banaras express)

ટ્રેન નંબર 20961/20962 સાપ્તાહિકની શરૂઆત ટ્રેન નંબર 09013 ઉધના - બનારસ સ્પેશિયલ સુપરફાસ્ટ એક્સપ્રેસ 04 ઓક્ટોબર, 2022ના રોજ તેનું ઉદઘાટન સેવા તરીકે 10.30 કલાકે ઉધનાથી ઉપડશે અને 05 ઓકટોબર, 2022ના રોજ 13.45 કલાકે બનારસ પહોંયશે. તેની નિયમિત સેવામાં, ટ્રેન નંબર 20961 ઉધના - બનારસ સુપરફાસ્ટ (સાપ્તાહિક) એક્સપ્રેસ ઉધનાથી દર મંગળવારે 07.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.50 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 11 ઓક્ટોબર 2022થી નિયમિત દોડશે.એ જ રીતે, ટ્રેન નંબર 20962 બનારસ - ઉધના સુપરફાસ્ટ (સાપ્તાહિક) એક્સપ્રેસ બનારસથી દર બુધવારે 17.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20.35 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 5 ઓક્ટોબર 2022થી નિયમિત દોડશે. (surat Banaras Train)

રોકાણ વડોદરા, રતલામ, નાગદા, ઉજ્જૈન જં, મસી જ, શાજાપુર, બ્યાવરા રાજગઢ, રૂઠિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, માલનપુર, સોની, ભીંડ, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશન. (udhna to banaras train time table)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.