સુરત : સુરતમાં હાલ શાળા પ્રવેશોત્સવનો (Surat Shala Praveshotsav 2022) કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાં પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને કેટલીક માંગને લઈને (Shala Praveshotsav 2022) વિરોધ જોવા મળી રહ્યો હતો. આ બાબતે ભાજપના કાર્યકર્તા દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હતો તેમજ ગાડીઓમાં તોડફોડ જોવા મળી હતી.
રક્ષણના બહાને રૂમમાં પૂરી દીધી હતા - SMC વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યુ હતું કે, સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર- 252 અને 343માં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વોર્ડના ચારે કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વિસ્તારની શાળાઓમાં થઈ રહેલી સમસ્યાઓની રજૂઆત કરી હતી. શિક્ષકો, પાઠ્યપુસ્તકો, સ્કૂલ બેગ, બુટ-મોજા, યુનિફોર્મ વગેરે વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા નથી તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતો ભાજપાના નેતાઓને સહન ન થતા તેઓ અમારા કોર્પોરેટરો પર તૂટી પડ્યા હતા અને આ ઘટના પોલીસની હાજરીમાં થઈ છે. પોલીસે કોર્પોરેટર અને તેમના (Surat AAP Quarrel Between BJP) રક્ષણ ના બહાને રૂમમાં પૂરી દીધા હતા.
આ પણ વાંચો : મોટીવેશનલ સ્પીકર બન્યો ડ્રગ્સ સપ્લાયર, આર્થિક રીતે પગભર થવા માટે ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી
"પોલીસે કોઈ કાર્યવાહી કરી નહિ" - વધુમાં જણાવ્યું કે, અમારા ઘરે તો રૂમમાં બંધ હતા ત્યારે અમને કોલ કર્યો હતો કે, અમે રૂમમાં બંધ (Shala Praveshotsav Program in Surat) કરવામાં આવ્યા છે. બહાર 40થી 50 લોકો ઉભા છે. તમે આવો અમને અહીંથી બહાર કાઢો એટલે મેં તરત જ એને ACP-DCB સાહેબને ફોન કર્યો કે અમારે કોર્પોરેટરોને બહાર કાઢવો તેઓ અંદર રૂમમાં પૂરી રાખ્યા છે. એક કલાકથી વધુ સમય વીતી ગયા બાદ પણ પોલીસે આમાં કોઈ પ્રકારની કાર્યવાહી કરી ન હોતી. ત્યારે હું પોતે અમારા નગર સેવકો સાથે સ્થળ (Surat AAP Protest) પર પહોંચ્યા ત્યારે ત્યાં ધારાસભ્ય કુમાર કાનાણીની હાજરીમાં ત્યાં કાર્યકર્તાઓ દ્વારા તેની સાથે આવેલા અસામાજિક તત્વો આ રીતે તેઓ કહેતા હતા કે તમે આવો તમને મારીને તોડી નાખીશું.
ગાડીના કાચ તોડ્યા - વધુમાં જણાવ્યું કે, ગાડી પર પણ તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મારી પાછળ કોર્પોરેટરની ગાડી હતી તેમાં તોડફોડ કરવામાં આવી છે. આ તમામ પ્રકારની ઘટના પોલીસની હાજરીમાં થઈ છે. અમે અહીં ફરિયાદ કરવા માટે આવ્યા ત્યારે પોલીસ એમને એમ કહે છે કે, તમે ત્યાં શા માટે ગયા હતા? ટોળા વિખેરવાના કામ પણ કર્યા નથી. અમારે રાહ જોવાની અમારા કોર્પોરેટરોને મારી નાખે ત્યારે અમે જઈએ અને હાલ પોલીસ એવું કહે છે કે, તમારે જે પણ વાત કરવી હોય તો ફરિયાદમાં લખી દો અમે અમારી કાર્યવાહી કરીશું. પોલીસનું આ પ્રકારનું વલણ જોતાં એમ લાગી રહ્યું છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. ભાજપા પોલીસને સાથે રાખી હિંસા કરી રહી છે. આ ઘટનામાં અમારા બે કાર્યકર્તાઓની ઇજા પહોંચી છે. ભાવેશ ઈટાલીયા અને બીજા જગદીશ કુકડીયા એમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યા છે. હાલ આ બંને કાર્યકર્તાઓ સિમર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.