સુરત : સુરત શહેરમાં ક્યાંય પણ ચકચારી ઘટના બને ત્યારે હમેશાં ડોગ સ્કવોડની મદદ લેવામાં આવતી હતી અને આ ડોગ સ્કવોડના કારણે સુરત પોલીસને મહત્વના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસ હેડ ક્વોટસમાં ફરજ બજાવતા ડોગ હેન્ડલર કનૈયાભાઈ સાથે ડોબરમેન બ્રીડનો પ્રિન્સ નામનો ડોગ તેમજ રાકેશભાઈ માળીના હસ્તક અરુણા નામની ડોગ ( Surat Police Dog Retired )ઘટના બને ત્યારે હાજર રહેતા હતાં. તેઓને ડોક્ટરના અભિપ્રાય મુજબ અને ડીજીપીના પરિપત્ર મુજબ બંને ડોગને (Sniffer Dog Prince and Aruna ) આણંદ ખાતે બનાવાયેલા સ્પેશિયલ પ્રાણીઓના ઘરડા ઘરમાં (Anand animal old age house) મોકલાયાં હતાં.
12 વર્ષની સર્વિસ
ટ્રેકર ડોગ પ્રિન્સની જન્મ તારીખ 16-2-2010 છે. તેને પોલીસ ખાતામાં 1-8-2010 થી તાલીમ (Sniffer Dog Prince and Aruna )આપવાની શરુઆત કરાઈ હતી. શહેર ડોગ સ્કવોડમાં ( Surat Police Dog Retired )તે 1-4-2011 ના રોજ તાલીમ પૂર્ણ કરી આવ્યા બાદ 12 વર્ષની સર્વિસ દરમ્યાન પોલીસ સાથે રહી અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં થયેલા ગુનાઓ ઉકેલવામાં પોલીસને ખુબ મદદ કરી હતી.
આ પણ વાંચોઃ સામાન્ય માણસ પોલીસના સ્નેફર્ડ ડોગ સાથે સમય વિતાવી શકશે, જાણો કેવી રીતે
બળાત્કારના કેસમાં પોલીસને સાચી માર્ગ દિશા બતાવી
વર્ષ 2013માં સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં હત્યાના બનાવમાં માણસને ઓળખી બતાવ્યો હતો. આ ઉપરાંત ઇચ્છાપોરમાં પણ હત્યાના કેસ, સચિન જીઆઈડીસીમાં ચોરી થઇ હતી અને જે મકાનમાં પહોચીને ચોરનો પર્દાફાશ કર્યો હતો. તે સિવાય ઇચ્છાપોર, સુરત રેલ્વે પોલીસ મથકની હદમાં થયેલી હત્યા, અને સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં તાજેતરમા બનેલા બળાત્કારના કેસમાં પોલીસને સાચી માર્ગ દિશા બતાવી પોલીસને મદદરૂપ થયા હતા. વધુમાં દામકા ગામે એક ખૂનના કેસમાં મહત્વનો રોલ ભજવ્યો હતો. અહી રહેતાં આધેડની હત્યા કરી દેવાઇ હતી. મૃતકના ગળામાંથી તેમની જ પત્નીનો દુપટ્ટો મળતો હતો. જો કે આ દુપટો સુંધી પ્રિન્સ સીધો જ 10 લોકોની વચ્ચે ઉભા રહેલા વ્યક્તિ પાસે જઈને ભસવા લાગ્યો હતો જેથી પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સરળતા મળી હતી.
સ્પેશિયલ પ્રાણીઓના ઘરડા ઘરમાં મોકલાયાં
આ પ્રિન્સની સાથે જ સ્નીફર ડોગ અરુણા પણ 12 વર્ષની થતાં સેવા નિવૃત ( Surat Police Dog Retired ) કરાઈ હતી. વીવીઆઈપી બંદોબસ્ત તથા વિવિધ સ્થળે બોમ્બ શોધવા ટ્રેઈન કરાયેલી આ લેબ્રાંડોર બ્રીડની અરુણાની કામગીરી (Sniffer Dog Prince and Aruna )પણ પ્રસંસનીય રહી હતી. બંનેને આણંદમાં બનાવાયેલા સ્પેશિયલ પ્રાણીઓના ઘરડા ઘરમાં મોકલાયા (Anand animal old age house) હતા આ વેળાએ અહી ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતાં.
આ પણ વાંચોઃ BSF Raising Day 2021 : સ્નિફર ડોગે ગૃહપ્રધાન અમિત શાહનું આ રીતે કર્યું સ્વાગત, જોતા જ ચોંકી જશો...