સુરત : વડોદ સ્થિત શ્રીરામનગર ખાતે થયેલી યુવકની હત્યાના બનાવમાં પોલીસે રૂમ પાર્ટનરને આગ્રાથી ઝડપી ( Surat Muder Accused Arrest )પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી આ મામલે કાયદેસરની (Surat Murder Crime 2022)કાર્યવાહી હાથ ધરી છે.
પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં હત્યા થઇ હોવાનું બહાર આવ્યું
બે મહિના અગાઉ સુરતના પાંડેસરા સ્થિત વડોદ શ્રીરામનગરમાં એક યુવકની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પીએમ રીપોર્ટમાં યુવકની હત્યા કરાઈ (Surat Murder Crime 2022) હોવાનું બહાર આવ્યું હતું અને રૂમમાં રહેતો ધર્મેન્દ્ર પ્રજાપતિ પણ ગાયબ હતો. જેથી તેણે જ હત્યા કરી હોવાની શંકા (Surat Crime News ) પ્રબળ બની હતી. આ ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તેને આગ્રાથી ઝડપી ( Surat Muder Accused Arrest ) પાડ્યો હતો. અગાઉ પોલીસે તેના વતન પણ શોધખોળ કરી હતી પરંતુ ત્યાં તે મળ્યો ન હતો અને આખરે આગ્રાથી ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચોઃ Crime Case In Morbi : મોરબીમાં અકસ્માતમાં બેના મૃત્યુ, વૃદ્ધની લૂંટના ઈરાદે હત્યા કરાઈ
ઝડપાયા બાદ આરોપીએ જણાવી ઘટના
પોલીસે તેની કડક પૂછપરછ ( Surat Muder Accused Arrest ) કરતા ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસ તપાસમાં આરોપીએ જણાવ્યું હતું કે મૃતક યુવક સાથે તેણે દારૂ પીધો હતો અને ત્યારબાદ કોલગર્લ પાસે ગયાં હતાં અને મજા માણ્યા બાદ ઘરે આવીને સુઈ ગયા હતાં. વહેલી સવારે અજાણ્યો ઈસમ ઘરમાં સમાન ફંફોસી રહ્યો હતો જેથી તે ચોરી કરવાનો પ્રયાસ કરે છે તેમ સમજી ગળું કાપી હત્યા કરી હતી. બાદમાં મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસને તેની આ વાત ગળે ઉતરી (Surat Crime News )રહી નથી અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ (Surat Murder Crime 2022) કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ kidnapped and Murder : ઘરની તકરારમાં 5 વર્ષના બાળકનું અપહરણ કરી કરાઈ હત્યા, જાણો સમગ્ર ઘટના
અહીંથી ભાગીને આગ્રા ગયો
પોલીસે જણાવ્યું હતું કે 5 ડીસેમ્બર 2021ના રોજ વડોદ શ્રીરામનગર ખાતે એક યુવકની લાશ મળી આવી હતી. પીએમ રીપોર્ટમાં તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. મૃતદેહ સળગાવવાનો (Surat Crime News ) પ્રયાસ પણ કરાયો હતો. તેના રૂમ પાર્ટનર ધર્મેન્દ્ર પ્રજાપતિએ હત્યા (Surat Murder Crime 2022) કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની આગ્રા ખાતેથી ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે રૂમમાં ચોરી કરવાનો પ્રયાસ કરે છે તેવી આશંકાને લઈને તેની હત્યા કરાઈ હતી. આરોપી હત્યા બાદ અહીંથી ભાગી ( Surat Muder Accused Arrest ) ગયો હતો અને આગ્રા ખાતે છૂટક મજૂરી કરતો હતો.