સુરતઃ સમાજને એક કાળી ટીલી રૂપી ઘટના સામે આવી છે. જેમાં પરિણીત મોટાભાઈ અને તેમના જ નાનાભાઈની પત્ની સાથે પ્રેમ થઈ જતા મૈત્રી કરાર કરી ભાગી ગયા હતા, જેમાં મોટાભાઈના પત્નીને નાના બાળકો હાલ ભગવાન ભરોસે મુકાયાની ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. આપણા સમાજમા જેઠ-વહુનો સંબંધ ખૂબ માન-મર્યાદા વાળો રહેતો આવ્યો છે. પરંતુ સુરતમાં સમાજને કાળા ટીલા રૂપી ઘટના બની હતી. જેમાં મોટાભાઈ અને તેમના નાનાભાઈના પત્નીને પ્રેમ સંબંધ બંધાતા મૈત્રી કરાર કરી ભાગી ગયા હતા.
ત્યાર બાદ પરિવાર જનો એ બન્ને ને શોધ્યા હતા પરંતુ મૈત્રી કરાર કરી લીધો હોવાથી કોઈ કંઈ કરી શક્યા ન હતા. જોકે મોટાભાઈના પત્નીએ સુરતના પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાના પતિ વિપુલની કરતૂતો છતી થઈ હતી.
મોટાભાઇના પત્નીએ જણાવ્યું હતું કે મારા પતિ મને વારંમવાર મારતા હતા. સાથે જ જુગાર પણ રમતા અને રમાડતા હતા. આ ઉપરાંત ચોરી છુપે દારૂ પણ વહેંચતા હતા. જોકે મહિલાની વાત પોલીસે પણ ધ્યાને નહીં લેતા પોલીસ કમિશ્નર કચેરી ખાતે અરજી આપી હતી, ત્યાંથી પણ કોઈ સંતોષ કારક જવાબ નહીં મળતા આખરે તેમને પત્રકારોનો સહારો લીધો હતો અને ન્યાયની માંગ કરી હતી.