ETV Bharat / city

સુરતઃ પૈસાની દેતી-લતી મુદ્દે મિત્રએ જ કરી મિત્રની હત્યા

સુરતના સચીન GIDC પાલી ખાતે મિત્રએ જ મિત્રને મકાનના બીજા માળ પરથી નીચે ફેંકી મોતને ઘાટ ઉતારી હત્યા કરી છે. બુલ્લુ પાસે તેનો મિત્ર ઉત્તમ પૈસા માંગતો હતો, બુલ્લુએ પૈસા આપવાની ના પાડતા ઉત્તમે આવેશમાં આવીને મકાનના બીજા માળ પરથી બુલ્લુને ધક્કો મારી દીધો હતો. બુલ્લુને ગંભીર હાલતમાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યું થયું હતુ.

બુલ્લુએ પૈસા નહીં આપતા મિત્રએ આવેશમાં આવી તેને મકાનના બીજા માળેથી ધક્કો મારી દીધો

author img

By

Published : Mar 4, 2021, 10:38 AM IST

Updated : Mar 4, 2021, 3:33 PM IST

  • બંને મિત્રો એક મકાનની ચાલીમાં રહેતા હતા
  • સચિન પાલી ખાતે મિત્રએ જ કરી મિત્રની હત્યા
  • બુલ્લુએ પૈસા નહીં આપતા મિત્રએ આવેશમાં આવી તેને મકાનના બીજા માળેથી ધક્કો મારી દીધો
  • લોકોએ હત્યારા મિત્રને પકડી પોલીસના હવાલે કર્યો
  • પરિવારના લોકો ઓરિસ્સામાં રહે છે

સુરતઃ શહેરના સચિન GIDCમાં પાલી ખાતે ભાડાના મકાનમાં રહેતો મૂળ ઓરિસ્સાનો વતની 36 વર્ષીય બુલ્લુ ગાંડું ગોડાને તેના જ મિત્ર ઉત્તમે મકાનના બીજા માળ પરથી ધક્કો મારી હત્યા કરી નાખી છે. ઉત્તમ અને બુલ્લુ બંને મિત્રો એક મકાનની ચાલીમાં રહેતા હતા. હતા આરોપી ઉત્તમ બુલ્લુ પાસેથી પૈસા માંગતો હતો. બુલ્લુએ પૈસા આપવાની ના પાડી હતી. ઉત્તમે બુલ્લુને મકાન પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી બંને વચ્ચે પૈસાને લઈ બબાલ થતાં ઉત્તમે બુલ્લુને મકાનના બીજા માળ પરથી નીચે ફેંકી દીધો હતો. બુલ્લુને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા ઘટનાને અંજામ આપી ભાગી રહેલા ઉત્તમને લોકોએ પકડી લીધો હતો. બીજી બાજુ ઘટનાની જાણ સચિન GIDC પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી લોકો આરોપી ઉત્તમને પોલીસના હવાલે કર્યો હતો હાલ સચિન GIDC પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

હત્યાની ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા

આ પણ વાંચોઃ સુરતમાં ઘર નજીક રહેતા નરાધમે ઘરમાં ઘુસી 10 વર્ષની બાળકી સાથે કરી છેડતી

લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો

બુુલ્લુનો પરિવાર ઓરિસ્સા ખાતે આવેલા ગંજામમાં રહે છે પરિવારમાં પત્ની, એક પુત્ર, એક પુત્રી સહિત માતા-પિતા છે. સુરત ખાતે લુમ્સના કારખાનામાં કામ કરી પોતાના વતન પૈસા મોકલી પરિવારને મદદરૂપ થતો હતો. બુુલ્લુની તેના જ મિત્રએ મકાનના બીજા માળ પરથી ધક્કો મારી હત્યા કરી નાખતા પરિવારમાં શોક ફેલાઈ ગયો છે.

Last Updated : Mar 4, 2021, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.