ETV Bharat / city

સુરતમાં 11 દિવસની કોરોનાગ્રસ્ત બાળકીની સારવાર માટે પૂર્વ મેયરે પ્લાઝમા ડોનેટ કર્યા

સુરતમાં માત્ર 11 દિવસની ઉંમર ધરાવતી નવજાત બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબો પણ ચોંકી ઉઠ્યા છે. પ્રસૂતિ બાદ માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે, નવજાત બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે પ્લાઝમાની જરૂર પડી હતી. જેથી સુરતના પૂર્વ મેયરે પ્લાઝમા ડોનેટ કરીને માનવતા દાખવી હતી.

11 દિવસની કોરોનાગ્રસ્ત બાળકીની સારવાર માટે પૂર્વ મેયરે પ્લાઝમા ડોનેટ કર્યા

author img

By

Published : Apr 14, 2021, 3:47 PM IST

  • સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છે બાળકી
  • રેમડેસીવીર આપ્યા બાદ પણ તબિયતમાં સુધારો આવ્યો ન હતો
  • પ્લાઝમાની જરૂર પડતા પૂર્વ મેયર ડૉ. જગદીશ પટેલે પ્લાઝમા ડોનેટ કર્યા

સુરત: શહેરમાં એક 11 દિવસની બાળકી કોરોના સંક્રમિત થઈ ગઈ છે. આ બાળકીને હાલ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી છે. બાળકીની ગંભીર પરિસ્થિતિ જોઈને ડોક્ટરો દ્વારા રેમડિસીવીર ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા છે. તેમ છતાં બાળકીની સારવાર માટે પ્લાઝમાની જરૂર પડતા સુરતના પૂર્વ મેયર ડોક્ટર જગદીશ પટેલે પ્લાઝમા ડોનેટ કરીને માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં 11 દિવસની બાળકી કોરોના પોઝિટિવ આવતા રેમડેસીવીર ઈન્જેક્શન અપાયું

બાળકીને રેમડેસીવીર ઈન્જેક્શન પણ અપાયું

થોડા દિવસ અગાઉ જ બાળકીની માતા પ્રસૂતિ માટે સુરતના ડાયમંડ હોસ્પિટલ ખાતે દાખલ થઇ હતી. તે સમયે માતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ બાળકીને જન્મ આપ્યા બાદ બાળકીમાં કોરોનાના લક્ષણો દેખાતા બાળકીનો કોરોના રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા જ બાળકીને ખાસ ICUમાં દાખલ કરીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. બાળકીની ગંભીર સ્થિતિને જોઈને ડોક્ટરો દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. તેમ છતાં બાળકીની સ્થિતિ સ્થિર ન થતા બાળકીને પ્લાઝમાની જરૂર ઉભી થઈ હતી.

11 દિવસની કોરોનાગ્રસ્ત બાળકીની સારવાર માટે પૂર્વ મેયરે પ્લાઝમા ડોનેટ કર્યા

આ પણ વાંચો: કતારગામના એમ્બ્રૉઇડરી વેપારીએ 6 વખત પ્લાઝમા ડોનેટ કર્યા

બાળકી સહિત તેના માતા-પિતા પણ સંક્રમિત

બાળકીને પ્લાઝમાની જરૂર હોવાનું જાણવા મળતા અગાઉ કોરોના સંક્રમિત થઈ ચૂકેલા સુરતના પૂર્વ મેયર ડો. જગદીશ પટેલ સામે આવ્યા હતા. તેમણે સ્મીમેર હોસ્પિટલ પહોંચીને બાળકી માટે પ્લાઝમા ડોનેટ કર્યું હતું. તેમણે પ્લાઝમા ડોનેશન માટેના નીતિ નિયમો મુજબ નવજાત બાળકીની સારવાર માટે પ્લાઝમા ડોનેટ કર્યા હતા. પ્લાઝમા ડોનેટ કર્યા બાદ ડોક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, 11 દિવસની બાળકી સહિત તેના માતા-પિતા પણ કોરોના પોઝિટિવ થતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. બાળકીને હાલ પ્લાઝમાની જરૂર હોવાથી સમય બગાડ્યા વગર બાળકીને પ્લાઝમા ડોનેટ કરવા સીધો આવી પહોંચ્યો હતો.

આ પણ વાંચો: લોકડાઉન ખૂબ જરૂરી છે: IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ

શ્વાસ લેવામાં તકલીફ થતા કરાવ્યો હતો રિપોર્ટ

સુરતના ડાયમંડ હોસ્પિટલમાં બાળકોના ચિકિત્સક મિનેશ વેંકરીયાએ જણાવ્યું હતું કે, આ મહિલા ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ થઇ હતી. તે વખતે અમે જ્યારે રિપોર્ટ કરાવ્યો હતો, ત્યારે તે નેગેટિવ આવ્યો હતો. ડિલિવરી પછી બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જેથી અમે તેને ICUમાં દાખલ કરી હતી. જ્યારબાદ અમે બાળકીનો કોરોના રિપોર્ટ કરાવ્યો ત્યારે તે પોઝિટિવ આવતા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ માતાનો રિપોર્ટ કઢાવતા તે પોઝિટિવ આવ્યો હતો. જે રીતે બાળકીમાં લક્ષણો જોવા મળી રહ્યા છે અને બાળકીની સારવાર ચાલી રહી છે. તેના પરથી કહી શકાય છે કે, બાળકીમાં સંક્રમણ વધારે છે. અમારી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ નથી. તેમ છતાં માનવતાના ધોરણે અમે બાળકીની સારવાર કરી રહ્યા છે. બાળકીને વધુ તકલીફ ન થાય અને પરિવારજનોને આર્થિક બોજો ન વધે તે હેતુથી અમે સારવાર કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.