ETV Bharat / city

સુરત ડીઆરઆઇએ ઇ સિગારેટનો જથ્થો સીઝ કર્યો, કરોડોનો માલ લઇ ચીનથી કન્ટેનર આવ્યું - Arrest of Company Manager

સુરત ડીઆરઆઇ ( Surat DRI ) અધિકારીઓને સફળતા મળી છે. અદાણીના મુંદ્રા એસઇઝેડ ( Adani SEZ ) પોર્ટ પર ચીનથી આયાત થયેલા ઇ સિગારેટના એક કન્ટેનરને કડોદરા પલસાણા હાઇ વેથી ઝડપી લેવામાં આવ્યું છે. ડીઆરઆઈએ 20 કરોડથી વધુનો ઇ સિગારેટનો જથ્થો સીઝ ( Surat DRI seized E cigarettes worth of crores ) કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરત ડીઆરઆઇએ ઇ સિગારેટનો જથ્થો સીઝ કર્યો, કરોડોનો માલ લઇ ચીનથી કન્ટેનર આવ્યું

author img

By

Published : Sep 5, 2022, 7:48 PM IST

સુરત મુંબઇ ભીવંડીમાં હેડ ક્વાર્ટર ધરાવતી એક કંપનીએ ચાઇનાથી મુંદ્રા ખાતે સ્થિત અદાણી એસઇઝેડમાં ઇ સિગારેટનું એક કન્ટેનર ઇમ્પોર્ટ કર્યું હતું. પ્રતિબંધિત એવી ઇ સિગારેટનું આ કન્ટેનર મુંદ્રાથી ભીવંડી જઇ રહ્યું હતું. તે દરમિયાન ડીઆરઆઇના ( Surat DRI ) સુરત અધિકારીઓએ મળેલી બાતમીના આધારે કન્ટેનરને પલસાણા કડોદરા હાઇવે ખાતેથી ઝડપી પાડ્યું હતું.

107 કાર્ટૂન મળી આવ્યા કન્ટેનરની તપાસ દરમિયાન ડીઆરઆઇને ( Surat DRI ) ઇ સિગારેટના 107 કાર્ટૂન મળી આવ્યા હતા. જેમાં કુલ 85 હજાર જેટલી ઇ-સિગારેટ હતી. જેની કિંમત રૂપિયા 20 કરોડ ( Surat DRI seized E cigarettes worth of crores ) થાય છે.

ઇ સિગારેટનો વેપલો કરતાં મૂળ ઝારખંડના વતની વધુમાં મળતી વિગતો મુજબ સુરત ડીઆરઆઇ ( Surat DRI ) અધિકારીઓએ ભીવંડી ખાતે આવેલા કંપનીના ગોડાઉન ખાતે પણ તપાસ હાથ ધરી હતી. આ ગોડાઉનમાંથી પણ પ્રતિબંધિત ઇ સિગારેટના 12 કાર્ટૂન મળી આવ્યા હતાં જેની કિંમત રૂા. 2 કરોડ થાય છે. આમ, સુરત ડીઆરઆઇએ પ્રતિબંધિત ઇ સિગારેટનો રૂા. 22 કરોડથી વધુનો જથ્થો ( Surat DRI seized E cigarettes worth of crores ) ઝડપી પાડ્યો છે. આ સાથે ડીઆરઆઇએ ઇ સિગારેટનો વેપલો કરતાં મૂળ ઝારખંડના વતની એવા કંપનીના મેનેજરની ધરપકડ ( Arrest of Company Manager) પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઇ સિગારેટ હૃદય અને ફેફસાં માટે ઘાતક છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાત તથા મહારાષ્ટ્રમાં યુવાનોમાં ઇ-સિગારેટનું ચલણ વધી રહ્યું છે. આ ઇ સિગારેટની ગંભીર અસરો પણ બહાર આવી છે. ઇ-સિગારેટમાં નિકોટિનનું મહત્તમ પ્રમાણ હોય છે જે યુવાનોના મગજના વિકાસને નુક્સાન પહોંચાડે છે. આ સાથે હૃદય પર અને ફેફસાના રોગોમાં ગંભીર રીતે નુક્સાન પહોંચાડે છે. ઇ-સિગારેટના વ્યસની બનેલાં કેટલાંક યુવાનોના મોત પણ થયા હોવાના અહેવાલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.