ETV Bharat / city

સુરત જિલ્લા LCB ઓનલાઈન હનીટ્રેપના આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો

સુરત જિલ્લા LCBની ટીમને ઓનલાઈન હનીટ્રેપ મામલે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. જિલ્લા પોલીસે રાજસ્થાનથી એક આરોપીને ઝડપી લીધો છે. જે સમગ્ર ટોળકીનો મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસે જણાવ્યુ હતું. મુખ્ય સૂત્રધાર પકડાતાં ગેંગના અન્ય શખ્સો પણ પકડાય તેવી શક્યતા છે.

સુરત જિલ્લા LCB ઓનલાઈન હનીટ્રેપના આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો
સુરત જિલ્લા LCB ઓનલાઈન હનીટ્રેપના આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો
author img

By

Published : Jun 16, 2021, 9:46 AM IST

  • સુરત જિલ્લામાં યુવકોને ટાર્ગેટ બનાવતી હતી આ ગેંગ
  • આખી ગેંગ રાજસ્થાનના અલવર અને ભરતપુર સક્રિય
  • ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં પકડાય ચૂક્યો છે શખ્સ

સુરતઃ જિલ્લાના બારડોલી નગરપાલિકાના નગરસેવક દક્ષેશ શેઠ હનીટ્રેપ પ્રકરણમાં જિલ્લા LCB પોલીસે રાજસ્થાનના ભરતપુરથી એક આરોપીને ઝડપી લીધો છે. સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ પકડાયેલો આરોપી અગાઉ આ જ એમ.ઑ.થી લોકો સાથે છેતરપિંડી કરતાં રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પકડાયો હતો.

અશ્લીલ હરકતોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી યુવકોને બ્લેકમેલ કરવામાં આવતા

સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકાના નગરસેવક દક્ષેશ શેઠ તેમજ અન્ય વ્યાપારી અને યુવકોના અશ્લીલ વિડીયો વાઇરલ થયા હતા. ભારે ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર પ્રકરણમાં એક ચોક્કસ ટોળકી દ્વારા ફેસબુક તેમજ અન્ય સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવતીના ફેક આઈ.ડી. બનાવી યુવકોને ફસાવ્યા બાદ યુવતીના બીભત્સ વિડીયો બતાવી યુવકોને ઉત્તેજિત કરી તેમની અશ્લીલ હરકતો મોબાઇલમાં સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા રેકોર્ડ કરી લીધા બાદ યુવકને એ વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવતા હતા.

આ પણ વાંચોઃ સુરતમાં વીડિયો કોલ પર યુવતીને બિભત્સ ચેનચાળા કરનારા આરોપીની ધરપકડ

સુરત ગ્રામ્ય પોલીસે રાજસ્થાનમાં નાખ્યા હતા ધામા

જે અંગે સાઇબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાયા બાદ સુરત જિલ્લા LCB PI બી.કે. ખાચરને તપાસ સોંપવામાં આવી હતી. જેથી પોલીસે ટેકનિકલ એક્સપર્ટ તેમજ વિવિધ સોશ્યલ મીડિયાની કંપનીઓ પાસેથી તેમજ બેન્ક એકાઉન્ટની ઊંડાણ પૂર્વક તપાસ કરી હતી. તેમજ પુરાવા એકત્રિત કર્યા હતા. જેમાં આ ગેંગ રાજસ્થાનના અલવર તેમજ ભરતપૂર જિલ્લામાં સક્રિય હોવાની બહાર આવતા જિલ્લા એલ.સી.બી.ની ટીમ તપાસ માટે રાજસ્થાન પહોંચી હતી.

મોબાઇલ લોકેશનના આધારે થઈ હતી ધરપકડ

જ્યાં મોબાઇલ ટાવરના લોકેશનના આધારે પોલીસે સલિમ મહમદ અકબર ખાન સૈયદ (ઉ.વર્ષ 24 રહે ચીચરાડા, તા. રામગઢ, જી. અલવર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસને તેની પૂછતાછ કરતાં સમગ્ર ગેંગ અંગેની માહિતી પ્રાપ્ત થઈ છે. જેને આધારે હજુ પણ એલસીબીની ટીમ રાજસ્થાનમાં હોવાનું જાણવા મળ્યું છે.

ઓનલાઈન પેમેન્ટ કરાવતા હતા

આ પ્રવૃત્તિને અંજામ આપવા માટે આ ટોળકીના સભ્યો આંતરરાજ્ય મોબાઇલ સિમકાર્ડ તેમજ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતાં હતા. જે એકાઉન્ટમાં રૂપિયા મેળવ્યા બાદ તે એકાઉન્ટ સાથે ડમી સિમ કાર્ડ લિન્ક રાખી જેના દ્વારા ડિજિટલ સિસ્ટમથી અલગ અલગ રૂપિયાનો વ્યવહાર કરતાં હતા. અગાઉ આ ટોળકી ઉત્તરાખંડ તેમજ રાજસ્થાનમાં પણ ઝડપાય હતી.

આ પણ વાંચોઃ વિદેશી હેકરોએ વડોદરાની એક કંપની સાથે 1.94 કરોડ રૂપિયાની કરી છેતરપીંડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.