ETV Bharat / city

Surat Congress: ખાનગી શાળા કોલેજોમાં ફીમાં 50 ટકા રાહતની કોંગ્રેસની માંગ - surat lockdown

સુરત શહેરમાં શાળા ફી ને લઈને વાલીઓનો વિરોધ ભૂતકાળમાં પણ એટલે કે કોરોનાની બીજી લહેર દરમિયાન પણ સામે આવી ચૂક્યો છે. ત્યારે આ મામલે શહેર જિલ્લા કોંગ્રેસ (Surat Congress) સમિતિ આગળ આવ્યું છે, તેઓએ રજૂઆત કરી છે કે, કોરોનાની આર્થિક કટોકટીમાં ખાનગી શાળા કોલેજોમાં ફીમાં 50 ટકા રાહત આપવામાં આવે.

surat-congress-demands-50-percent-reduction-in-fees-in-private-school-colleges
Surat Congress: ખાનગી શાળા કોલેજોમાં ફીમાં 50 ટકા રાહતની કોંગ્રેસની માંગ
author img

By

Published : Jun 30, 2021, 9:59 AM IST

  • વારંવાર રજૂઆત છતાં પણ શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવે છે પઠાની ફી
  • કોરોના મહામારીમાં લોકોની આર્થિક સ્થિતિ બની દયનીય
  • સરકાર ફીમાં 50 ટકા રાહત આપવાની જાહેરાત કરે : કોંગ્રેસ

સુરતઃ કોરોના કાળમાં દરેક વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળી થઇ છે, ત્યારે બીજી બાજુ શાળા દ્વારા મનમાની કરી ફી વસૂલવામાં આવે છે. વારંવાર રજૂઆત છતાં પણ શાળાઓ દ્વારા પઠાની ફી ઉઘરાવવામાં આવે છે. ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ (Surat Congress) દ્વારા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરાઈ છે કે, શાળા અને કોલેજોની ફીમાં 50 ટકા ઘટાડો કરવામાં આવે. આ સાથે જણાવ્યું છે કે, શાળા અને કોલેજો દ્વારા દર વર્ષે ફીમા વધારો કરવામાં આવે છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની સ્થિતિના કારણે લોકોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. લોકો બાળકોની ફી આપવાની સ્થિતિમાં નથી જેથી શાળા અને કોલેજોમાં આપવામાં આવતી ફીમાં 50 ટકા ઘટાડો કરવાની જરૂર છે.

Surat Congress: ખાનગી શાળા કોલેજોમાં ફીમાં 50 ટકા રાહતની કોંગ્રેસની માંગ

માતા-પિતાની 1 લાખથી ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓને લાભ

સુરત કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 1990 પછી સુરતમાં સરકારી શાળા-કોલેજોની સંખ્યામાં વધારો નહિ પણ ઘટાડો થયો છે. સરકારી ગ્રાન્ટથી ચાલતી શાળા-કોલેજોમાં સુવિધાઓનો સંદતર અભાવ છે. સરકારની પરવાનગીથી વેપાર-ધંધાના આશયથી ખાનગી શાળાઓ કોલેજનું નિર્માણ છેલ્લા 30 વર્ષથી થયુ છે. આ માટે હાલની કોરોનાની આર્થિક કટોકટીને ધ્યાને રાખીને ત્રણ વર્ષ માટે સરકારની ગ્રાન્ટ વિના ચાલતી ખાનગી શાળા કોલેજમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને હાલના ધોરણમાં જે વિદ્યાર્થીઓના માતા-પિતાની સંયુક્ત રીતે માસિક આવક એક લાખથી ઓછી હોય એવા વિદ્યાર્થીઓને 50 ટકા રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ શાળાની 25 ટકા ફી માફી યથાવત, સરકાર આ મુદ્દે હજૂ વિચારણા કરશે

સરકાર ફીમાં 50 ટકા રાહત આપવાની જાહેરાત કરે તેવી માંગ

તેઓએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત સરકારી શાળા કોલેજના અભાવે સરકારની નીતિને કારણે ખાનગી શાળા કોલેજોનું સર્જન થયુ છે. આ માટે ખાનગી શાળા કોલેજોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ફીના ધોરણમાં સબસિડી આપીને પણ સરકાર ફીમાં 50 ટકા રાહત આપવાની જાહેરાત કરે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.