ETV Bharat / city

સુરત કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટોઃ દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક, માત્ર 5 રૂપિયામાં ભોજન અને ફ્રી વેક્સિન સામેલ - મેનિફેસ્ટો

ગત 25 વર્ષથી સુરત મહાનગરપાલિકાની સત્તાથી દૂર રહેલા કોંગ્રેસે વર્ષ 2021ની પાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે આજે બુધવારે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. આ જાહેરાત કરવા સમયે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકા અને રાજ્યના પ્રવક્તા નૈષધ દેસાઈ હાજર રહ્યા હતા.

ETV BHARAT
સુરત કોંગ્રેસનો મેનિફેસ્ટો
author img

By

Published : Feb 17, 2021, 4:39 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
  • સુરત કોંગ્રેસે પ્રજાને આકર્ષવા વાયદાઓ શરૂ કર્યા
  • કોગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો
    સુરત કોંગ્રેસનો મેનિફેસ્ટો

સુરત: સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકા અને રાજ્યના પ્રવકતા નૈષધ દેસાઇ દ્વારા બુધવારે મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને રાખી ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શ્રમિકો અને ખાસ કરીને હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં કાર્યરત કર્મચારીઓ માટે અનેક વાયદા કર્યા છે. આ સાથે જ દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક સહિત માત્ર 5 રૂપિયામાં ભોજન અને ફ્રી વેક્સિનના વાયદાઓ પણ કોંગ્રેસે કર્યા છે.

સુરત કોંગ્રેસનો મેનિફેસ્ટો

  1. પાલિકાના કોન્ટ્રેક્ટ શ્રમિક પ્રથાને નાબૂદ કરી કાયમી ધોરણે ભરતી, 100 દિવસમાં થશે ભરતી
  2. મિલકત વેરાનું નવું માળખું તૈયાર કરાશે. જેમાં 50 ટકા સુધીની રાહત
  3. વિનામૂલ્યે મેડિક્લેમ પોલિસી જાહેર થશે
  4. 7 ઝોનમાં માલધારી ગોપાલક વસાહત માટેની સુવિધા
  5. ઉચ્ચ શિક્ષણ માટે વિના વ્યાજનો ધિરાણ આપવામાં આવશે
  6. સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ
  7. નવી સલ્મ પોલિસી બનાવવામાં આવશે અને મોટી સંખ્યામાં જોડાવા મધ્યમ વર્ગને મકાન અપાશે
  8. દરેક વોર્ડમાં અંગ્રેજી માધ્યમની શાળા
  9. વિનામૂલ્યે કોરોના વેક્સિન
  10. વધુમાં વધુ ફૂડ કોર્ટ બનાવી ખાણીપીણીના માર્કેટ ઉભા કરાશે
  11. કબ્જા રસીદ વાળી મિલકતોને દસ્તાવેજમાં તબદીલ
  12. વિધવા બહેનો માટે આવાસ
  13. નવા સમાવિષ્ટ વિસ્તારોને તમામ પ્રાથમિક સુવિધા
  14. સુરતમાં બાંધકામ ક્ષેત્રે એફ.એસ.આઇની નડતી મુશ્કેલીઓને દૂર કરી મહત્તમ એફ.એસ.આઇ
  15. હીરા અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓને વગર વ્યાજનું ધિરાણ
  16. પ્રાથમિક શાળાના ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટેબલેટ
  17. પારદર્શક વહીવટ માટે સુરતના તજજ્ઞોની એક કમિટી બનાવાશે
  18. દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક્સ ઊભી કરાશે
  19. વિનામૂલ્યે સિટી બસમાં પ્રવાસ
  20. CCTVથી સજ્જ, વિનામૂલ્યે પાર્કિંગ સુવિધા
  21. દરેક વોર્ડમાં કુદરતી ઓક્સિજન પાર્ક બનાવવાની સાથે શહેરને ગ્રીનસિટી તરીકે વિકસાવવામાં આવશે
  22. ઘર-ઘર સુધી વિનામૂલ્યે પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવશે
  23. વધુમાં વધુ હાથ પાથરણાના બજાર ઊભા કરીને સ્વરોજગારીને પ્રોત્સાહન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.