ETV Bharat / city

સુરતના મીઠાઈ વિક્રેતાએ 24 કેરેટની સોનાના વરખની ગોલ્ડન ઘારી તૈયાર કરી, પ્રતિ કિલોના ભાવ રૂ. 9000

સુરતમાં ગોલ્ડન ઘારી તૈયાર કરવામાં આવી છે. મીઠાઈની દુકાન ધરાવતા મીઠાઈ વિક્રેતા દ્વારા ખાસ ચંદી પડવા માટે ઘારીને નવીનરૂપ આપવામાં આવ્યું છે.

સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતાએ 24 કેરેટની સોનાના વરખની ગોલ્ડન ઘારી તૈયાર કરી

author img

By

Published : Oct 29, 2020, 8:59 PM IST

Updated : Oct 30, 2020, 1:25 PM IST

  • સુરતીઓએ ચંદી પડવાને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો
  • 24 કેરેટ દ્વારા સોનાના વરખ વાળી ગોલ્ડન ઘારી તૈયાર
  • ઘારીની બનાવટમાં ડ્રાયફ્રૂટ અને શુદ્ધ ઘીનો ઉપયોગ

સુરત : સુરતી લાલાઓ હંમેશા કંઈક નવું કરવામાં માને છે. ત્યારે આ વર્ષે કોરોનાકાળમાં પણ સુરતીઓએ ચંદી પડવાને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતાઓ દ્વારા ચંદી પડવા માટે ખાસ ખાવામાં આવતી ઘારીને નવીન રૂપ આપવામાં આવ્યું છે અને આ રૂપ છે સોનાના વરખનું. રાજા રજવાડા તેઓના સમયમાં સુવર્ણ ભસ્મ વાપરતા હતા જેનાથી પ્રેરિત થઈને આ ગોલ્ડન ઘારી બનાવવામાં આવી છે.

સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતાએ 24 કેરેટ દ્વારા સોનાના વરખની ગોલ્ડન ઘારી તૈયાર કરી

ગોલ્ડ ઘારીની બનાવટમાં ડ્રાયફ્રૂટ અને શુદ્ધ ઘીનો ઉપયોગ

સુરતની ઘારી આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આ વખતે ચંદી પડવો સોનેરી બનવા જઈ રહ્યો છે. કારણ કે, સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતા 24 કેરેટ દ્વારા સોનાના વરખ વાળી ગોલ્ડન ઘારી તૈયાર કરાઈ છે. સુરતીઓએ ખાણી પીણીમાં ક્યારેય મોંઘવારીનો સમય જોયો નથી એ વાતનો સાક્ષી સુરતનો ઈતિહાસ છે. ત્યારે સુરતમાં હાલ કેસર પિસ્તા ફ્લેવરમાં આ ગોલ્ડન ઘારી તૈયાર કરવામાં આવી છે.

24 કેરેટની સોનાના વરખની ગોલ્ડન ઘારી તૈયાર કરી

ચંદી પડવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અનેક ઇન્કવાયરીઓને પગલે મીઠાઈ વિક્રેતાઓ દ્વારા હાલ 10 કિલોગ્રામ ગોલ્ડન ઘારી બનાવવામાં આવી છે. આ ઘારીની બનાવટમાં ડ્રાયફ્રૂટ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને તબક્કાવાર પ્રોસેસ કર્યા બાદ અંતે ઘારી પર સોનાની વરખ ચડાવવામાં આવે છે.

અમેરિકામાં 25 કિલો જેટલી ગોલ્ડન ઘારી લગ્નપ્રસંગે મોકલવામાં આવી

સુરતની ઘારીની ડિમાન્ડ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ માંગ રહે છે. ત્યારે આ વર્ષે કોરોનાના કહેર વચ્ચે પણ અમેરિકામાં 25 કિલો જેટલી ગોલ્ડન ઘારી લગ્નપ્રસંગે મોકલવામાં આવી છે.

સોનાની ભષ્મનો આયુર્વેદિક લાભ

પ્રાચીન કાળમાં આયુર્વેદની દ્રષ્ટિએ સોનાની ભસ્મ એટલે કે સોનાના વરખને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવતી હતી. જેથી જેતે સમયે રાજા રજવાડાઓના સમયમાં સુવર્ણ ભસ્મનો ઉપયોગ જોઈને ગોલ્ડન ઘારી બનાવાઈ છે.

ગોલ્ડ ઘારીની કિંમત 9000 રૂપિયા પ્રતિ કિલો

રાધાબેન મીઠાઈવાલાએ કહ્યું કે, 10 દિવસ સુધી આ ઘારી બગડ્યા વગર રહી શકે છે અને હાલ 9000 રૂપિયા પ્રતિ કિલોએ ઘારી વેચવામાં આવી રહી છે.

Last Updated : Oct 30, 2020, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.