- હોમ ક્વોરન્ટાઈન દર્દીઓને જ પહોંચાડવામાં આવશે ઓક્સિજન
- કોરોનાના દર્દીઓની સેવા કરવા ચેમ્બર ઓફ કોમર્સ આગળ આવ્યું
- ગુજરાતમાં ઓક્સિજનની માગ વધી રહી હોવાથી સેવા શરૂ કરી
સુરતઃ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શરૂ કરવામાં આવેલી ઓક્સિજન બેન્કની સેવા માત્ર હોમ ક્વોરન્ટાઈન દર્દીઓને જ મળશે. આ અંગે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દેશભરમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. આવા સમયે ગુજરાતમાં પણ ઓક્સિજનની માગ વધી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અપીલને ધ્યાનમાં રાખી ચેમ્બરે ઓક્સિજન બેન્ક શરૂ કરી છે.
આ પણ વાંચોઃ ભાવનગરના 18 પ્લાન્ટમાં થઇ રહ્યું છે ઓક્સિજનનું ઉત્પાદન, એક સિલિન્ડરની કિંમત 248 રૂપિયા
દર્દીઓેને વિનામૂલ્યે ઓક્સિજનના બાટલા અપાશે
ચેમ્બરના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા બુધવારથી ઓકિસજનની 100 બોટલો સાથે ‘ઓક્સિજન બેન્ક’ની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાના જે દર્દીઓ ઘરે રહીને જ પોતાની સારવાર કરી રહ્યા છે. તેવા દર્દીઓના સગાં-સંબંધીઓને યોગ્ય દસ્તાવેજના આધારે વિનામૂલ્યે ઓકિસજનના બોટલો આપવામાં આવશે.
આ પણ વાંચોઃ વેરાવળમાં બિરલા ગ્રુપ સંચાલિત હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો
ચેમ્બરના ફોન નંબર પર જાણ કરી મદદ માગી શકાશે
ચેમ્બરના પ્રમુખે જણાવ્યું હતું કે, થોડા દિવસોમાં અન્ય 300 જેટલા બોટલોની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઓક્સિજનના બોટલોની સુવિધા મેળવવા માગતા દર્દીઓના સગાં સંબંધીઓએ ચેમ્બરના ફોન નંબર પર સંપર્ક કરવો પડશે.