સુરત : શહેરમાં દિવસે દિવસે સતત આગની ઘટનાઓ (Fire Case in Surat) બની રહી છે, ત્યારે ફરી એકવાર પુણાગામ વિસ્તારમાં આવેલા કેમ કેમિકલના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભયંકર આગ લાગી ગઈ હતી. આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. જોકે ફાયર વિભાગની (Surat Fire Department) જાણ કરતા ફાયર વિભાગની પાંચ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.
આ પણ વાંચો- Fire In Mota Borsara GIDC: મલાઈ દોરી બનાવતી કંપનીમાં લાગી આગ, લાખો રૂપિયાનું થયું નુકસાન
આગ પર કાબુ - સુરત શહેરમાં આગનો સિલસિલો યથાવત છે, ત્યારે ફરી એકવાર ભીષણ આગ લાગતા (Fire incident in Gujarat) ચકચાર મચી ગઈ હતી. કેમ કેમિકલના ગોડાઉનમાં આજે વહેલી સવારે લાગેલી આગે ધીરે ધીરે વિકરાળ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. દુર દુર (Fire in godown in Surat) સુધી આગના ગોટાને ગોટા જોવા મળી રહ્યા હતા. આસપાસના લોકો તેમજ ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવી પડી હતી. ફાયર વિભાગ દ્વારા ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- સુરતમાં સતત ચોથા દિવસે પણ ફાયર દ્વારા સીલની કામગીરી યથાવત
કબૂતરોના ધુમાડાના કારણે મોત - આ બાબતે ફાયર વિભાગ દ્વારા જણાવ્યું કે, આજે વહેલી સાવરે 4.30 વાગ્યે કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, પુણાગામ વિસ્તારમાં આવેલ કેનાલ રોડ પર પટેલ મોટર્સની પાછળ કેમ કેમિકલના ગોડાઉનમાં મોટી આગ લાગી ગઈ છે. જેને પગલે સૌ પ્રથમ વખત બે ફાયર સ્ટેશનોની ગાડીઓ મોકલવામાં આવી હતી. પરંતુ આ આગ વિકરાળ હતી અમારે અન્ય અલગ-અલગ ફાયર સ્ટેશનોની ગાડીઓ મોકલવી પડી હતી. ફાયર વિભાગની (Fire in chemical godown) કુલ 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ત્રણ કલાકની (Surat birds Death) ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ આ આગમાં મોટી સંખ્યામાં કબૂતરોના ધુમાડાના કારણે મૃત્યુ નીપજ્યા છે. આગ શા માટે લાગી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.