સુરત : આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા મહેશ સવાણીએ આપ છોડી દેતા (Mahesh Sawani Quit AAP) આજે સુરત શહેર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોર્પોરેટર સહિત પક્ષના નેતા ધર્મેન્દ્ર ભંડેરી તેમના કાર્યાલય ખાતે પહોંચી ગયા હતાં. એટલું જ નહીં તેઓ એ આજીજી કરી હતી કે મહેશ સવાણી ફરીથી પાર્ટીમાં જોડાય ત્યાં સુધી તેઓ પાર્ટીમાં નહીં જોડાશે ત્યાં સુધી આપના કાર્યકર્તાઓએ તેમના કાર્યાલય બહાર અનશન (Surat AAP Coax Mahesh Sawani) પર બેસી ગયા હતાં. જોકે અંતે સવાણી નિર્ણય પર અડગ રહેતાં ધરણા સમેટી (party members picket outside Savani's office) લેવાયા હતાં.
કાર્યકર્તાઓના સવાણીના કાર્યાલય બહાર અનશન
મહેશ સવાણીએ આપ પાર્ટી છોડી દેતા (Mahesh Sawani Quit AAP) આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ સહિત કોર્પોરેટર વેસુ ખાતે આવેલ તેમના કાર્યાલય પર પહોંચી ગયા હતા. કાર્યકર્તાઓ મહેશ સવાણીને વિનંતી કરી રહ્યા હતાં કે તેઓ ફરીથી આમ આદમી પાર્ટીમાં જોડાય. કાર્યકર્તા ત્યારે હાથ જોડી રહ્યાં હતાં અને ત્યારે મહેશ સવાણીના પગ પકડી રહ્યાં હતાં. મહેશ સવાણી તમામને વારંવાર જણાવી રહ્યાં હતાં કે તેઓએ રાજકારણ છોડી સેવાના કાર્યોને સંપૂર્ણ રીતે સમય આપશે અને તેઓ ફરીથી રાજકારણમાં નહીં આવેે. તેમ છતાં કાર્યકર્તાઓ તેમની વાત સાંભળી રહ્યાં નહોતાં. કાર્યકર્તાઓ માત્ર આ જ માંગણી કરી રહ્યા હતાં કે મહેશ સવાણી ફરીથી આપમાં જોડાય. મહેશ સવાણી પાસે વારંવાર ન સાંભળી આપના કાર્યકર્તાઓ મહેશભાઈના કાર્યાલય બહાર અનશન (Surat AAP Coax Mahesh Sawani) પર બેસી ગયા હતાં.
આ પણ વાંચોઃ Isudan Gadhvi on BJP: ભાજપ મારી 5 પોલિસી અમલમાં મૂકશે તો હું રાજનીતિ છોડી દઈશઃ AAP નેતા ઈસુદાન ગઢવી
વિશ્વાસ છે કે મહેશભાઈ ફરી જોડાશે
સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા સહિત કોર્પોરેટર અને કાર્યકર્તાઓ મહેશ સવાણીના કાર્યાલય પર પહોંચ્યા હતાં. આપના નેતાઓએ જણાવ્યું હતું કે અમે આમ આદમી પાર્ટી ન છોડવા (Mahesh Sawani Quit AAP) માટે રજૂઆત (Surat AAP Coax Mahesh Sawani) કરવા આવ્યા છીએ. સૌ સાથે મળીને પરિવારની લડાઈ લડવાની હાકાલ કરવા માટે મહેશ સવાણીને રજૂઆત કરી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે તેઓ ફરીથી આપમાં જોડાશે.
આ પણ વાંચોઃ Mahesh Savani Resigns From AAP: ભાજપમાં જોડાઈ શકે છે મહેશ સવાણી! AAPમાંથી રાજીનામા બાદ આપી હિંટ