ETV Bharat / city

સુરતમાં DYSPના નામે શખ્સે કોલ કરી બિલ્ડર પાસેથી 26 હજારનો મોબાઈલ પડાવ્યો - જનતા માર્કેટ

સુરત શહેરમાં DYSP નામે ફોન કરી 26 હજારનો મોબાઈલ પડાવ્યો હતો. રાંદેર પોલીસે ઠગબાજ સહિત બે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Surat
સુરત
author img

By

Published : Aug 11, 2020, 2:31 PM IST

સુરત: DYSPના નામે એક શખ્સે કોલ કરી બિલ્ડર પાસેથી 26 હજારનો મોબાઈલ પડાવી લેવામાં આવ્યો હતો. આ અંગે આપેલ ચેક પણ રિટર્ન થતાં બિલ્ડરને શંકા ગઇ હતી અને આ અંગેની જાણ પોલીસને કરતા તપાસ દરમિયાન સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. રાંદેર પોલીસે ઠગબાજ સહિત બે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. જે પૈકી એક બિલ વગર મોબાઈલની ખરીદી કરનાર શખ્સનો સમાવેશ થાય છે.

રાંદેર પોલીસના જણાવ્યા પ્રમાણે, સુરતના એક બિલ્ડરને DYSP બીએમ પઠાનના નામે એક કોલ આવ્યો હતો. પોતાના પુત્રને મોબાઈલની જરૂરિયાત હોય રૂપિયા 26 હજારનો મોબાઈલ બિલ્ડર પાસેથી પડાવી લેવામાં આવ્યો હતો. જો કે, બિલ્ડરને આપેલો ચેક રિટર્ન થતા શંકા ગઈ હતી. સુરતના બિલ્ડર દ્વારા આ અંગે રાંદેર પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જે અંગે પોલીસે તપાસ કરતાં ઠગબાઝ અસલમ ઉર્ફે બાદશાહ નામના શખ્સનો ભાંડો ફૂટી ગયો હતો.

સુરતમાં DYSPના નામે શખ્સે કોલ કરી બિલ્ડર પાસેથી 26 હજારનો મોબાઈલ પડાવ્યો

પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેણે જાતે બિલ્ડરને કોલ કરી DYSP બી.એમ પઠાણની ખોટી ઓળખ આપી હતી. જ્યાં બિલ્ડર પાસેથી મેળવેલ મોબાઈલ પણ જનતા માર્કેટમાં મોબાઈલનો વેપાર કરતા મોહમ્મદ સલમાન હનીફ કાપડિયાને વેચી માર્યો હતો. મોબાઈલનું બિલ ન હોવા છતાં વેપારી મહમદ સલમાન હનીફ કાપડિયાએ રૂપિયા 26 હજારના મોબાઈલના રૂપિયા 20000 આરોપીને ચૂકવ્યા હતા. જ્યાં રાંદેર પોલીસે આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.

રાંદેર પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, અસલમ ઉર્ફે બાદશાહ નામના આ શખ્સ દ્વારા સુરત વડોદરા અને ભાવનગરમાં પણ આ પ્રમાણે DYSP તરીકેની લોકોને ખોટી ઓળખ આપી ગુના આચરવામાં આવ્યા છે. આ અંગે પણ રાંદેર પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની તપાસ દરમિયાન અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શંકા પણ સેવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.