ETV Bharat / city

સુરતમાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કર્યો આપધાત - સિવિલ હોસ્પિટલ

શહેરના પાંડેસરા વિસ્તારમાં એક 13 વર્ષીય કિશોરીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.કિશોરીના આપઘાતનું કારણ હાલ અકબંધ છે. જોકે પરિવારની એકની એક દીકરીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Suicide of a student
Suicide of a student
author img

By

Published : Dec 23, 2020, 2:01 PM IST

કિશોરીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

એકની એક દીકરીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ

સિવિલ હોસ્પિટલમાં માતાના આક્રંદથી માહોલ ગમગીન થયો

સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં એક 13 વર્ષીય કિશોરીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. કિશોરીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કિશોરીના આપઘાતનું કારણ હાલ અકબંધ છે. જોકે પરિવારની એકની એક દીકરીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં માતાના આક્રંદથી માહોલ ગમગીન થયો હતો.

ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કર્યો આપધાત

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા જય અંબેનગરમાં મૂળ યુપીની 13 વર્ષીય રોશની કુમારી પરિવાર સાથે રહેતી હતી. પરિવારની એકની એક દીકરી હતી. ઘર નજીકમાં જ આવેલી સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી હતી. ગત રોજ માતા-પિતા કામ પર ગયા હતા. દરમિયાન કિશોરીએ એકલતાનો લાભ લઈ રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. માતા પિતા કામ પરથી પરત આવ્યા બાદ માતા-પિતાને દીકરીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

કિશોરીના આપઘાતને લઈને હજુ સુધી કારણ સામે આવ્યું નથી

રોશની પરિવારની એકની એક દીકરી હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. કિશોરીના આપઘાતને લઈને હજુ સુધી કારણ સામે આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.