સુરત: ઓનલાઈન કેસિનો (online casino india) માં 30 લાખનું દેવું થવાના કારણે સુરતના 29 વર્ષીય યુવાને આત્મહત્યા (Suicide In Surat) કરી છે. યુવકે કેસિનોમાં દેવું થવાના કારણે આત્મહત્યા (Suicide Cases In Gujarat) કરી રહ્યો હોવાનો ઉલ્લેખ સ્યુસાઈડ નોટમાં કર્યો હતો. અડાજણ વિસ્તારનો સાગર કિશોરરાવ ત્રિકાંડી હજીરા એલ એન્ડ ટી કંપની (L and T company surat)માં ફિટર હતો.
પોલીસને મળી સ્યુસાઇડ નોટ
સાગર ઓનલાઈન ગેમના રવાડે ચડતા માથે દેવું (online casino debt surat)થઈ ગયું હતું. આ કારણે તેણે ફાંસો ખાઈ લીધો હતો. સાગરે બુધવારે રાત્રે ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને સાગર ત્રિકાંડીએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ઓનલાઈન કેસિનોમાં રૂપિયા 30 લાખનું દેવું થઈ જતાં આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
14 દિવસ પહેલા જ પુત્રીનો જન્મ થયો હતો
આ મામલે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાગરની પત્ની પ્રસુતિ માટે વડોદરા પિયર ગઈ હતી અને 14 દિવસ પહેલા જ પુત્રીનો જન્મ થયો હતો. સાગરે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, 'હું સાગર ત્રિકાંડે મારી જાતે આત્મહત્યા કરૂ છુ. મારા પર કોઈ જોર જબરદસ્તી નથી. મે મારા જીવનની એટલી મોટી ભૂલ કરી છે કે કંઈ કરી શકતો નથી. હું જુગારમાં ઓનલાઈન કેસિનોમાં 30 લાખ રૂપિયાનું દેવું કરી બેઠો છું એટલે આત્મહત્યા કરૂ છું.'