ETV Bharat / city

ખેડૂતો સામે ઝૂકી સરકાર, Mumbai-Vadodara Express Wayમાં આવતા બારડોલી તાલુકાના ત્રણ ગામના ખેડૂતોને 42 કરોડ રૂપિયા અપાયા - ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ

મુંબઈ-વડોદરા એક્સપ્રેસ-વેને (Mumbai-Vadodara Express Way) લઈને બારડોલી તાલુકાના ત્રણ ગામોને રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. અહીં ત્રણ ગામની કુલ 612 હેક્ટર જમીનને બદલે 42 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે ખેડૂતોને 42 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો.

ખેડૂતો સામે ઝૂકી સરકાર, Mumbai-Vadodara Express Wayમાં આવતા બારડોલી તાલુકાના ત્રણ ગામના ખેડૂતોને 42 કરોડ રૂપિયા અપાયા

author img

By

Published : Oct 5, 2021, 2:54 PM IST

  • સુરતમાં બારડોલી તાલુકાના ત્રણ ગામના ખેડૂતોને 42 કરોડ ચૂકવાયા
  • ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ (BJP state president c. R. Patil)ના હસ્તે ખેડૂતોને અપાયા ચેક
  • મુંબઈ-વડોદરા એક્સપ્રેસ-વેમાં (Mumbai-Vadodara Express Way) આવતા ત્રણ ગામના ખેડૂતોને અપાયા ચેક

સુરતઃ જિલ્લામાંથી પસાર થતા મુંબઈ-વડોદરા એક્સપ્રેસ-વેને (Mumbai-Vadodara Express Way) લઈને બારડોલી તાલુકામાં આવેલા નૌગામા, ભૂવાસણ તથા નીણતના 3 ગામોના કુલ 28 ખેડૂતોને નક્કી કરેલા વળતરથી સંતોષ મળ્યો હતો. કારણ કે, જે વળતર આપવામાં આવતું હતું. તે વળતર જમીનની કિંમત કરતા ખૂબ જ ઓછી હોવાને કારણે ત્રણ ગામનાં લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. આથી આ ખેડૂતોમાં ખૂબ જ રોજ રોષ જોવા મળ્યો હતો. જોકે, અંતે સરકારે તેમને સંતોષકારક થાય તે મુજબનું વળતર આવ્યું છે. બારડોલી તાલુકાના ત્રણે ગામો મળીને કુલ 28 ખેડૂતોને 612 હેક્ટર જમીનના 42 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક સુરત કલેક્ટર આયુષ ઓક તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા આપવામાં આવ્યો હતો.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે ખેડૂતોને અપાયા ચેક

આ પણ વાંચો- ગ્રીન એનર્જી : સુરતના પાંચ જળવિતરણ કેન્દ્રની બિલ્ડીંગની અગાસી ઉપર સોલર પેનલ લગાવવામાં આવી

ખેડૂતોએ પણ હિંસક આંદોલન કરવા કરતા યોગ્ય રીતે રજૂઆત કરી હતી

અહીં ઉપસ્થિત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, આ એક ઈતિહાસ સર્જાય તે પ્રકારની ઘટના બની છે. પહેલા જે નિયમ પ્રમાણે ખેડૂતોને ખૂબ જ ઓછું વળતર મળતું હોય એમ લાગતું હતું. તેના કારણે એમનામાં નારાજગી હતી એમને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું, પરંતુ એમને અભિનંદન આપું છું કે, તેમણે વિરોધ કર્યો પણ કોઈ હિંસક આંદોલન નહીં પોતાની રજૂઆતો યોગ્ય દિશામાં યોગ્ય રીતે એમણે પડ્યો એ માટે પણ ખેડૂત ભાઈઓને અભિનંદન આપું છું. આ સાથે કલેક્ટર, અધિકારીઓ, મુખ્યપ્રધાનો, રેવન્યુ પ્રધાન જેતે વખતના ગણપત વસાવા, ઈશ્વર પરમાર આ બધાએ આ ખેડૂતોની રજૂઆતોને ગંભીરતાથી લઈ જે રસ લીધો અને એના કારણે જે રિવાઇસ હુકમો થયા સુરત કલેકટર નવસારી અને ભરૂચ દ્વારા પણ જે ઓડૅર કરવામાં આવ્યા. એના કારણે ખેડૂતોને સંતોષ જાનક વળતર કદાચ સંતોષથી વધારે મળ્યું છે.

આ પણ વાંચો- ભાજપી કાર્યકરોએ અધિકારી સાથે દોસ્તી રાખવી નહીં, હોય તો તોડી દેજો :પ્રદેશ પ્રમુખ ઉવાચ

ખેડૂતોને 11 કરોડની જગ્યાએ 42 કરોડ મળ્યા

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વધુમાં ઉંમેર્યું હતું કે, આજે પણ લગભગ 32 ગામોમાં લગભગ 1,200 ખાતાઓ છે અને 5,000 ખાતેદાર છે. તેવાઓને મૂળ 2,200 કરોડનું પેમેન્ટ થશે. આ 2,200 કરોડ રૂપિયાની રકમમાંથી બારડોલી તાલુકાના ત્રણ ગામો ભૂવાસણ, નિણત, પારડી એમાં કુલ મળીને 42 કરોડ રૂપિયા આજે જમા થઈ જશે. એટલે 11 કરોડના બદલે 42 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ બધા ખાતેદારોને પણ અભિનંદન.અને જે બનાવ બન્યો ખેડૂતોની માંગણીથી લઈ જમીન સંપાદન સુધી મીડિયાએ પણ સારો ભાગ ભજવ્યો છે. તેમના કારણે સરકાર ઉપર દબાણ આવ્યું અને પોઝિટિવ નિર્ણય લેવામાં સફળતા મળી હતી.

પેહલા એક વીઘાંના 3થી 12 કરોડ મળતા હતા

આ અંગે એક ખેડૂતે જણાવ્યું હતું કે, હું ખેડૂત છું અને વર્ષોથી જે એક્સપ્રેસ હાઈ-વે મારી જે જમીનો જાય છે. એ માટે સંઘર્ષ અને લડત આપતા હતા. લાંબા સમય બાદ સુરત જિલ્લા કલેકટર, સી. આર. પાટીલ અને ખેડૂત તંત્ર હાલની બજાર કિંમતના આધારે જૂની જંત્રી અને નવા ભાવના આધારે સમન્વયને તાલમેલ કરી. જે જૂના ખેડૂતોને એક વીઘાંના 3 લાખથી 12 લાખ મળતા હતા. એ હવે 85 લાખથી 1 કરોડ વ્યાજ સાથે મળશે. આ બાબતનું અમારું ત્રણ ગામોનું આજે ચેકનું વિતરણ થયું છે. ત્યારપછી પલસાણા તાલુકા, કામરેજ તાલુકા માંગરોળ અને માંડવી આ રીતે જે લોકોની જમીન અસરગ્રસ્ત એક્સપ્રેસ હાઈ-વેમાં જાય છે. તેના ચેકનું વિતરણ અને ખાતામાં પૈસા જમા થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.