ETV Bharat / city

ગુજરાતના હરિપુરા ગામમાં સુભાષ બાબુ એક અઠવાડિયું રહ્યા હતાં

આજે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં દેશભરમાં પરાક્રમ દિવસ ઉજવાઇ રહ્યો છે. સુરત જિલ્લામાં આવેલા હરિપુરા ગામ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટના કારણે લાઈમ લાઈટમાં છે. આ ગામમાં વર્ષ 1938માં સુભાષચંદ્ર બોઝ આવ્યા હતા.આજે શનિવારે અહીં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ નવી પેઢીને ખબર ન હશે કે આ ગામમાં એક અઠવાડિયા સુધી સુભાષચંદ્ર બોઝ રહ્યા હતા. આ સ્થળની મુલાકાતે ETV ભારતની ટીમ પહોંચી હતી.

ગુજરાતના હરિપુરા ગામમાં સુભાષ બાબુ એક અઠવાડિયું રહ્યા હતાં
ગુજરાતના હરિપુરા ગામમાં સુભાષ બાબુ એક અઠવાડિયું રહ્યા હતાં
author img

By

Published : Jan 23, 2021, 7:38 PM IST

Updated : Jan 23, 2021, 7:54 PM IST

  • નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ સુરતનું હરિપુરા છવાયું
  • આ ગામમાં નેતાજી એક અઠવાડિયું મુકામ કર્યો હતો
  • નેતાજીના ટેબલ ખુરશી તમામ વસ્તુઓ આજે પણ એ જ સ્થિતિમાં
    ગુજરાતના હરિપુરા ગામમાં સુભાષ બાબુ એક અઠવાડિયું રહ્યા હતાં

સુરતઃ જિલ્લાના હરિપુરા ગામના એક મકાનમાં સુભાષચંદ્ર બોઝ એક અઠવાડિયા સુધી રહ્યા હતા. આ મકાનની ખાસિયત છે કે અહીં સુભાષચંદ્ર બોઝની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ અને જવાહરલાલ નહેરુ પણ રહ્યા હતા. 1938 વર્ષ ખૂબ જ અગત્યનું હતું. કારણ કે, આ હરિપુરા ગામમાં અધિવેશનમાં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નેતાજીની વરણી કરાઈ હતી. અધ્યક્ષ બનવાના સમયે તેઓ આ ગામના મકાનમાં રહી તમામ રણનીતિઓ તૈયાર કરી રહ્યા હતા. તેમના મગજમાં ચાલી રહ્યું હતું કે અંગ્રેજોના શાસનને કઈ રીતે દેશથી ઉખાડી શકાય, જ્યારે આ મકાનમાં તેઓ રહ્યાં હતાં ત્યારે જે સામગ્રી હતી તે તમામ સામગ્રી આજદિન સુધી યથાસ્થિતિમાં જોવા મળે છે. ટેબલ ખુરશી તમામ વસ્તુઓ આજે પણ એ જ સ્થિતિમાં છે. જેમાં વર્ષો જૂનો પાણીનો કૂવો, ગમાણ વગેરે બધું જ યથાસ્થિતિ જળવાયું છે.

સુભાષચંદ્ર બોઝને આજે પણ ગામના લોકો ભૂલી શકતા નથી

જ્યારે સુભાષ ચંદ્ર બોઝ અહીં રહ્યા હતા. 1938માં આ ગામમાં આવેલા સુભાષચંદ્ર બોઝ અને આજે પણ ગામના લોકો ભૂલી શકતા નથી. આ મકાન આજે પણ તેમના જવા પછી ખાલી છે. ગામના કોઈપણ લોકો આ મકાનમાં રહેતા નથી.

Last Updated : Jan 23, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.