સુરતઃ રાજનેતા હોય કે ખેલાડી આ બંનેને રાજનીતિ અને રમતમાં પોતાનું મગજ અને પકડ બંને મજબૂત રાખવું પડે છે. આવી જ રીતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોતાની મજબૂત પકડનો પરિચય આપ્યો હતો. જી હાં, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પોતાના હોમટાઉન સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેઓ જોગસ પાર્કમાં (Harsh Sanghvi at Jogs Park) આવીને અચાનક જ લોકોની વચ્ચે બેસીને તેમની સાથે સંવાદ (Harsh Sanghavi contacted with people of surat) કર્યો હતો. સાથે જ તેમણે વડની વડવાઈ પર લટકીને પોતાના બાળપણની અનેક યાદોને તાજી કરી હતી.
આ પણ વાંચો-Home Minister Harsh Sanghvi in Jamnagar : જૂઓ જામનગરવાસીઓને રાજ્ય ગૃહપ્રધાને આપી મોટી સરપ્રાઇઝીસ
ગૃહ રાજ્યપ્રધાને કાર્યોની લીધી જાણકારી - ગૃહ રાજ્યપ્રધાને જોગસ પાર્કમાં (Harsh Sanghvi at Jogs Park) લોકો સાથે સંવાદ (Harsh Sanghavi contacted with people of surat ) દરમિયાન વિકાસના કાર્યોની જાણકારી લીધી હતી. મહત્વનું છે કે, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની સુરત મુલાકાત દર વખતે કંઈક અલગ અંદાજમાં જ રહેતી હોય છે. ત્યારે આ વખતે પણ તેમની મુલાકાત અલગ રહી હતી.
ગૃહ રાજ્યપ્રધાને મતવિસ્તારની લીધી મુલાકાત - ગૃહ રાજ્યપ્રધાન પોતાના મતવિસ્તારમાં મુલાકાતે નીકળ્યા હતા. ત્યારે નજીકના ઝાડ પર વડવાઈ પર લટકીને તેમણે પોતાની યાદો તાજા કરી હતી. એટલે અહીં પણ તેમણે પોતાની મજબૂત પકડનો પરિચય આપ્યો હતો. તે દરમિયાન તેમણે પોતાના મતવિસ્તાર મજૂરા વિધાનસભા વિસ્તારનો એક રાઉન્ડ માર્યો હતો.
આ પણ વાંચો- પોલીસ જવાનની આ કામગીરને ગૃહપ્રધાને વખાણી, કહ્યું સો સલામ પણ ઓછી પડે
કાર્યકર્તાઓ સાથે મસ્તી કરી પણ કરી - ગૃહ રાજ્યપ્રધાને જોગસ પાર્કમાં (Harsh Sanghvi at Jogs Park) આવેલા લોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી હતી. અહીં તેઓ પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યા હતા. તો વોક વેની મુલાકાત દરમિયાન ઝાડ પર લટકીને બાળપણની યાદ તો તાજી કરી પણ સાથે જ કાર્યકર્તાઓ સાથે મસ્તી કરી પણ કરી હતી.