ETV Bharat / state

શિયાળામાં રાખો શિયાળુ પાકનું ધ્યાન, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ડાયરેક્ટરે શું કહ્યું જાણો ?

આગામી શિયાળુ પાકોમાં વાવેતરને લઇને એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢના વૈજ્ઞાનિક એ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે.

શિયાળામાં રાખો શિયાળુ પાકનું ધ્યાન
શિયાળામાં રાખો શિયાળુ પાકનું ધ્યાન (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2024, 8:56 PM IST

જૂનાગઢ: ખરીફ ઋતુ પૂર્ણ થઈ ગઈ છે, હવે જગતનો તાત શિયાળુ પાકોના વાવેતરને લઈને આગળ વધી રહ્યો છે. આવા સમયે દિવસના તાપમાનમાં સતત વધારાને કારણે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંશોધક વૈજ્ઞાનિકો દ્વારા ગરમીને ધ્યાને રાખીને શિયાળા દરમિયાન ઘઉં, ચણા, ધાણા, જીરું જેવા શિયાળુ પાકોના વાવેતરને લઈને ખેડૂતોએ સમયસર અને કૃષિ નિષ્ણાંતોની મદદથી વાવેતર કરે તો શિયાળુ પાકોના ઉત્પાદનમાં વધારો થઈ શકે છે.

શિયાળુ પાકો વાવતા પૂર્વે ખેડૂતો માટે માર્ગદર્શન: ખરીફ સિઝનની કૃષિ પેદાશો હવે પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ વર્તમાન સમયમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં અચોક્કસ અંતર જોવા મળે છે. જેને કારણે રવિ પાકોના વાવેતરને લઈને જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે એક માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન સતત વધી રહેલ તાપમાન તેમજ રાત્રિ અને દિવસના તાપમાનમાં અસમાન અંતરને કારણે શિયાળુ પાકો જેવા કે, ઘઉં, ચણા, ધાણા, જીરું અને અન્ય પાકોમાં ગરમીને કારણે ઉગાવા પર વિપરીત અસર પડી શકે છે. ત્યારે ખેડૂતોએ ગરમીના પ્રમાણને ધ્યાનમાં રાખીને તેમજ કૃષિ નિષ્ણાંતોની મદદ લીધા બાદ શિયાળુ પાકોનું વાવેતર કરવું જોઈએ. તેવી સલાહ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંશોધક-વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતો માટે આપવામાં આવી છે.

શિયાળામાં શિયાળુ પાકનું ધ્યાન રાખો (Etv Bharat gujarat)

શિયાળુ પાકના વાવેતરમાં રાખજો કાળજી: જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંશોધક વૈજ્ઞાનિક ડો આર.બી માદરીયાએ ETV BHARAT સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 15 નવેમ્બર બાદ શિયાળુ પાકોના વાવેતરને અનુકૂળ સમયગાળો માનવામાં આવે છે. આ સમય દરમિયાન ઠંડીનું પ્રમાણ જળવાતું હોય છે. પરંતુ જો વાવેતર બાદ ઠંડીની સરખામણીએ ગરમ વાતાવરણ હોય. ત્યારે શિયાળુ પાકો જેવા કે, ઘઉં, જીરુ, ધાણા, ચણા, તેમાં ઘઉં ઉગાવાને લઈને સૌથી વધુ પ્રભાવિત થાય છે. જેને કારણે ખેડૂતોએ ગરમીના પ્રમાણને ધ્યાને રાખીને શિયાળુ પાકોના વાવેતર તરફ આગળ વધવું જોઈએ. 10મી નવેમ્બરથી લઈને 20મી નવેમ્બર સુધીના સમયગાળાને શિયાળુ પાકોના ઉગાવા અને તેની વાતાવરણની અનુકૂળતાને ધ્યાને રાખીને વાવેતર માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવ્યો છે. 20 નવેમ્બર બાદ શિયાળુ પાકોના વાવેતરને મોડું માનવામાં આવે છે. પરંતુ ગરમીનું પ્રમાણ સતત આ રીતે જોવા મળે તો ખેડૂતો વાતાવરણ ઠંડુ થાય ત્યાં સુધી વાવેતર માટે ધીરજ રાખે તે ઇચ્છનીય છે.

શિયાળામાં શિયાળુ પાકનું ધ્યાન રાખો

વહેલી પાકતી પાકની જાતો વધારે અનુકૂળ: રવિ સિઝનમાં વહેલી પાકતી જાતો વધારે અનુકૂળ માનવામાં આવે છે. સામાન્ય રીતે શિયાળુ પાકોના વાવેતરથી લઈને તેનું ઉત્પાદન લેવા સુધીના 4 મહિના એટલે કે 120 દિવસ નિર્ધારિત થયા છે. આવા સમયે પણ જો વહેલી પાકતી જાતોનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવે તો પાક 120 દિવસ કરતાં પણ વહેલો ખેડૂતો લઈ શકે છે. જેમાં સૌથી વધારે ઉજળી શક્યતા ઘઉંના વાવેતરમાં જોવા મળે છે. આ સિવાય સૌરાષ્ટ્રના ખારાપાટ વિસ્તારમાં ચણાની જાત GJG 3, 5, 6 અને 7 નંબરની કે જેની ભલામણ યુનિવર્સિટી દ્વારા પણ કરવામાં આવે છે. તેનું વાવેતર પણ ખેડૂતોને શ્રેષ્ઠ ઉતારો અપાવી શકે છે.

જીરુના વાવેતરમાં વિશેષ કાળજી: શિયાળાના પાક તરીકે સૌરાષ્ટ્રમાં હવે જીરુને પણ મહત્વનો પાક માનવામાં આવે છે. જીરૂના પાકના વાવેતર થયા બાદ ઠંડી સૌથી વધારે મહત્વ ધરાવે છે. જો વાવેતર કર્યા બાદ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે તો પ્રતિ હેક્ટર દીઠ જીરૂના છોડની સંખ્યા ગરમીને કારણે ઘટી શકે છે. વધુમાં ગરમી પડવાથી જીરુંના પાકમાં ચુસીયા જીવાતનો પણ ઉપદ્રવ વધે છે. જેને કારણે ખેડૂતોને રોગ જીવાતના નિયંત્રણ માટે વધારાનો ખર્ચ કરવો પડે છે. તેવી જ રીતે ધાણા વહેલા પાકતા પાક તરીકે સૌરાષ્ટ્રમાં લેવામાં આવે છે. ધાણાનું વાવેતર 20 મી નવેમ્બર બાદ પણ કરવામાં આવે તો મોટે ભાગે ખેડૂતોને કોઈ નુકસાન જતું નથી. સામાન્ય રીતે શિયાળુ પાકોને 20 થી લઈને 22 ડિગ્રી અથવા તો તેની નજીકનું તાપમાન અનુકૂળ માનવામાં આવે છે. આવા તમામ કુદરતી પરિબળોને ધ્યાને રાખીને ખેડૂતોએ કૃષિ નિષ્ણાંતોની સલાહ અને તેના સૂચનોને ધ્યાને રાખીને શિયાળુ પાકોનું વાવેતર કરે તો પાકોના ઉત્પાદનની સાથે રોગ જીવાતના નિયંત્રણ પાછળ ખેડૂતોને ઓછો ખર્ચ થઈ શકે છે.

આ પણ વાંચો:

  1. ભરૂચના શખ્સોને એમડી ડ્રગ્સની ખેપ મારવી ભારે પડી, એક હિસ્ટ્રીશીટર સહિત 3ની ધરપકડ
  2. અમદાવાદ: ગાંધી આશ્રમ રોડ આજ રાતથી કરાશે બંધ, હવે RTO કે વાડજ જવા કયો રૂટ લેવો પડશે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.