ETV Bharat / city

સુરતમાં ગ્રાહક સુરક્ષા કચેરીમાં 151માંથી 108 ફરિયાદનું નિવારણ - Surat Latest News

આજે સોમવારે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે. દરેક કંપની અને ઉત્પાદકો માટે અનેક નિયમો છે. ત્યારે ગ્રાહકોને તેમના અધિકારો વિશે જાગૃતતા હોવી ખૂબ જ જરૂરી છે. સરકાર દ્વારા લોકોને જાગૃત કરવા માટે "જાગો ગ્રાહક જાગો"ના સ્લોગન દ્વારા અભિયાન ચલાવી અધિકારો વિશે જાણકારી આપવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં કેટલાય જાગૃત નાગરીકોએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી પોતાનો હક્ક મેળવ્યો છે.

સુરતમાં ગ્રાહક સુરક્ષા કચેરીમાં 151માંથી 108 ફરિયાદનું નિવારણ

author img

By

Published : Mar 15, 2021, 8:50 PM IST

  • ગ્રાહકોને તેમના અધિકારો વિશે જાગૃતતા હોવી ખૂબ જ જરૂરી
  • ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત કેટલાય નાગરિકોએ પોતાનો હક્ક મેળવ્યો
  • સરકાર દ્વારા "જાગો ગ્રાહક જાગો"ના સ્લોગન સાથે ચલાવવામાં આવી રહ્યું છે અભિયાન

સુરતઃ દુકાનદારો કેટલીક વાર ગ્રાહક પાસેથી વસ્તુની રકમ કરતાં વધુ પૈસા લેતા હોય છે, તથા બ્રાન્ડેડ વસ્તુઓના નામે ડુબલીકેટ વસ્તુઓ વેચતા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યાં છે. ત્યારે સુરતમાં અનેક નાગરિકોએ ગ્રાહક નિયમોના માધ્યમથી પોતાનો હક મેળવ્યો છે.

ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહી કરી ગ્રાહકને પોતાનો હક્ક અપાવ્યો

શહેરના પુણા ગામ ખાતે રહેતા રોનક સિંગાળાએ ઇલેક્ટ્રીકના શો રૂમમાંથી ફ્રીજ ખરીદ્યુ હતું. ફ્રીજ જ્યારે ઘરે લઈ આવ્યાં ત્યારે ફ્રીજ ડેમેજ હોવાનું બહાર આવ્યું હતું. જેથી દુકાનદારને ફ્રીજ પરત કરવાની વાત કરતા દુકાનદારે રીપેર કરી પરત આપવાનું જણાવ્યું હતું, જેથી રોનકભાઈએ ગ્રાહક સુરક્ષા કચેરીનો સંપર્ક કર્યો હતો. ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા ઈલેક્ટ્રીક દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહી કરી રોનકભાઈને ફ્રીજના 9 હજાર રૂપિયા પરત કરાવ્યાં હતા.

આ પણ વાંચોઃ આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ - ગ્રાહક તરીકે જાણો તમારા અધિકારો

ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 151 ફરિયાદો માથી 108 ફરિયાદોનું નિવારણ

સુરત જિલ્લા ગ્રાહક સુરક્ષા અધિકારી વી. આર. વૈષ્ણવે જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા કચેરી ખાતે અનેક ફરિયાદો મળતી હોય છે. જેમાંથી કેટલીય ફરિયાદનું નિવારણ લાવવામાં આવે છે. આ ફરિયાદો પૈકી ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી, ઇન્સ્યોરન્સ કંપની, ટ્યુશન ફી ના પ્રશ્નો સહિત કોરોના કાળ દરમિયાન ઘણા બધા નાગરિકો છેતરાયા હોવાના કિસ્સા સામે આવ્યા હતા. ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા કાર્યવાહી કરી ગ્રાહકોને અધિકાર આપવામાં આવ્યાં છે. ગ્રાહક સુરક્ષા કચેરી ખાતે ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 151 ફરિયાદો મળી છે. જે પૈકી અમે 108 ફરિયાદોનું નિવારણ લાવ્યાં છે.

સુરતમાં ગ્રાહક સુરક્ષા કચેરીમાં 151માંથી 108 ફરિયાદનું નિવારણ

પ્રતિક નામના ગ્રાહકને પોતાનો પગાર ગ્રાહક સુરક્ષા કચેરીએ પરત અપાવ્યો

બીજા કિસ્સામાં અલથાન ખાતે રહેતા પ્રતીક સોમાની એક ખાનગી શાળામાં નોકરી કરતા હતા. ત્યારે શાળા સંચાલકો દ્વારા તેઓને પગાર ન ચૂકવી નોકરી પરથી કાઢી મુક્યા હતા. જેથી તેઓએ ગ્રાહક સુરક્ષા કચેરીનો સંપર્ક કર્યો હતો, ત્યારે ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા શાળા વિરુદ્ધ કાર્યવાહી કરી પ્રતીકભાઈને તેઓનો બે મહિનાનો પગાર પરત અપાવ્યો હતો. પ્રતીકભાઈએ જણાવ્યું હતું કે, લોકોએ ગ્રાહક સુરક્ષા અધિકાર વિશે જાણવું જોઈએ. તેઓની સાથે કોઈ દુકાનદાર કે માલિક ખોટું કરતો હોય તો તેની માહિતી ગ્રાહક સુરક્ષા કચેરી સુધી પહોંચાડવી જોઈએ જેથી મારી જેમ તેઓને પણ ન્યાય મળી શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.