- 13 જેટલી યુવતીઓ અને યુવાનોની અટકાયત
- ક્રાઈમ મિસિંગ સેલ દ્વારા રાહુલ રાજ મોલમાં એક સાથે 4 સ્પામાં દરોડા
- યુવતીઓને લાવીને લગ્નની લાલચ આપીને જબરજસ્તી ગોરખધંધા કરવામાં આવતા હતા
સુરત: ક્રાઇમ મિસિંગ સેલ દ્વારા આજરોજ સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા રાહુલ રાજ મોલમાં ચાલતા સ્પામાંથી 13 યુવતીઓ અને યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન સુરત ક્રાઇમ મિસિંગ સેલ દ્વારા વેસ્ટ બંગાળની યુવતીને છોડવામાં આવી હતી. રાહુલ રાજ મોલમાં ચાલતા સ્પામાં લગ્નની લાલચ આપીને યુવતીઓને આ ગોરખધંધામાં જબરજસ્તી ધકેલવામાં આવતી હતી.
NGOને સાથે રાખીને મશીન સેલ દ્વારા દરોડા
સુરતના રાહુલ રાજ મોલમાં લાંબા સમયથી ચાલી રહેલા સ્પાની આડમાં ગોરખધંધો ચાલતો હોવાની માહિતીના આધારે સુરત પોલીસ ક્રાઈમ મેચિંગ સેલ અને NOGને સાથે રાખીને એક સાથે 4 સ્પામાં દરોડા પાડતા મિસિંગ સેલની ટીમને 13 જેટલી યુવતીઓ અને યુવાનો મળી આવ્યા હતા. મેચિંગ સેલ દ્વારા તમામની અટકાયત કરીને હાલ પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા છે. જોકે, ઘણા સમયથી મેચિંગ સેલ દ્વારા પણ આ સ્પા ઉપર નજર રાખવામાં આવતી હતી. ચોક્કસ માહિતીના આધારે મશીન સેલ દ્વારા આજે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: વલસાડમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં પોલીસે દરોડા પાડ્યા
લગ્નની લાલચ આપીને ગોરખધંધા કરવામાં આવતા હતા
મિસિંગ સેલ દ્વારા કહેવામાં આવ્યું કે, આ સ્પા પર ઘણા દિવસથી નજર રાખવામાં આવતી હતી. જેમાં બહારના રાજ્યોથી યુવતીઓને લાવીને લગ્નની લાલચ આપીને જબરજસ્તી ગોરખધંધા કરવામાં આવતા હતા. જોકે, આજરોજ સુરતની એક પ્રાઇવેટ NGO અને સુરત પોલીસ ક્રાઈમ મિસિંગ સેલ દ્વારા રાહુલ રાજ મોલમાં એક સાથે 4 સ્પામાં દરોડા પાડવામાં આવતાં સમગ્ર ઘટના સામે આવી હતી. હાલ બધી યુવતીની પૂછપરછ ચાલી રહી છે. ત્યારબાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: વાપીમાં ધ સેસન્સ વુમન્સ સલૂન એન્ડ સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા, 3 મહિલા સહિત 11 ઝડપાયા