- બુટલેગરે કારને પોલીસકર્મી પર ચઢાવી દીધી
- કાર દારૂ ભરીને આવી રહી હતી
- કારને અટકાવાની કોશિશ કરતા ચાલકે કાર પોલીસ ઉપર ચઢાવી દીધી
સુરત: શહેરમાં પલસાણા ચેકપોસ્ટ પોલીસને બાતમી મળી હતી કે, હોન્ડા કંપનીની એક કાર દારૂ ભરીને આવી રહી છે, ત્યારે પોલીસે આ કારને અટકાવતા આ ચાલકે કાર રોકી ન હતી અને ફૂલ સ્પીડમાં કાર આગળ ચલાવી હતી, ત્યારે પલસાણા પોલીસ દ્વારા સચિન પોલીસને જાણ કરતા સચિન પોલીસે કન્ટ્રોલ રૂમમાં એન્ટ્રી પાડતા જણાવ્યુ કે, પલસાણા ચેકપોસ્ટથી હોન્ડા કંપનીની કાર દારૂ ભરીને આવી રહી છે. તે કારને પલસાણા પોલીસ દ્વારા અટકાવામાં આવી તો ફુલ સ્પીડમાં ભગાવીને આગળ સચિન તરફ ગઈ છે. તે દરમિયાન સચિન પોલીસ પેટ્રોલિંગમાં હતી અને સચિન હોજીવાલા પાસે આ કારને અટકાવાની કોશિશ કરતા ચાલકે કાર પોલીસ ઉપર ચઢાવી દીધી હતી.
બંને પોલીસકર્મીઓને ઇજા અને બુટલેગરની ધરપકડ
સચિન પોલીસ દ્વારા કારને અટકવાનો પ્રયાસ કરતા ચાલાક દ્વારા કાર પોલીસે કર્મીઓ ઉપર ચઢાવી દેવામાં આવી હતી. તે દરમિયાન ડી સ્ટાફના રામ ખોડીયાતરા અને બીજા પોલીસ કર્મી પોલીસ કોન્સ્ટેબલ મયુરદાન ગઢવીને ગંભીર ઈજાઓ થઇ હતી. તે પછી સચિન પોલીસે દ્વારા આ કારનો પીછો કરી બુટલેગર સલીમ અનવર ફ્રૂટવાલાને ઝડપી પડ્યો હતો ત્યારે બીજો એક બુટલેગર ઝુબેર ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાંથી 2.19 લાખનો દારૂ ઝડપી પડ્યો છે. પૂછપરછ કર્યા બાદ જાણવા મળ્યું કે, આ દારૂ નવસારીના સંજયે આપ્યો છે. સુરત પોલીસ નવસારી પોલીસનો પણ કોન્ટેક્ટ કરશે અને તપાસ કરશે. આ અંગે સચિન પોલીસે હત્યાની કોશિશ અને પ્રોહિબિશનની કલમો લગાવીને તપાસ હાથ ધરી છે.
રામ ખોડીયાતરા અને પોલીસ કોન્સ્ટેબલના કેહવા મુજબ
મને સચિન પોલીસ કન્ટ્રોલ રૂમથી ફોન આવ્યો કે, પલસાણા ચેકપોસ્ટ ઉપરથી હોન્ડા કંપનીની કાર દારૂ ભરીને આવી રહી છે, ત્યારે પોલીસ દ્વારા આ કારને અટકાવતા આ કાર ચાલકે રોકી નહતી અને ફૂલ સ્પીડમાં આગળ ભગાવી હતી. તે કાર સચિન તરફ ગઈ છે ત્યારે હું સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ પાસે રોડ પર ઊભો રહી ગયો હતો. મારો મિત્ર મયુરદાન ગઢવી મારી સાથે હતો. આ કાર આવતા જ અમે આ કારને અટકાવા જતા તેને કાર અમારી ઉપર જ ચઢાવી દીધી હતી. તે દરમિયાન મને સામાન્ય ઈજાઓ થઇ અને મયુરદાનને માથામાં ગંભીર ઈજાઓ થતા તરત 108 એમ્બ્યુલન્સની મારફતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.