ETV Bharat / city

જૈન ધર્મથી વિખૂટી પડી ગયેલા સરાક જાતિના લોકો માટે સરાક ઉત્કર્ષ અભિયાન - Sarak is the proof of being a Jain listener

બિહારની આસપાસ ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં સરાક નામની એક જાતિ વસવાટ કરે છે. જૈન ધર્મ ના સંતો ભગવંતો સરાક ઉત્કર્ષ અભિયાન (Sarak Utkarsh Abhiyan for Sarak caste people) ચલાવી રહ્યા છે, જેથી જૈન ધર્મના મૂળમાં ફરી સમાહિત થઈ શકે.

જૈન ધર્મથી વિખૂટી પડી ગયેલા સરાક જાતિના લોકો માટે સરાક ઉત્કર્ષ અભિયાન

author img

By

Published : Sep 22, 2022, 6:45 PM IST

સુરત: જૈન ધર્મમાં 24 તીર્થંકર થયા. જેમાં 20 જેટલા તીર્થંકરનું નિર્વાણ બિહારના સમેતશિખર તીર્થ પર થયુ હોવાનું કહેવાય છે. એટલે જ આ શિખરની યાત્રાનું જૈનોમાં વિશેષ મહત્વ છે. હવે જ્યાં તીર્થંકરનું નિર્વાણ હોય ત્યાં એમનું વિચરણ પણ સ્વાભાવિક છે. તેમાં વાત કરીએ 24માં તીર્થંકરની તો બિહાર એટલે ભગવાન મહાવીરની જન્મ અને કર્મભૂમિ. આ બિહારની આસપાસ ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં સરાક નામની એક જાતિ વસવાટ કરે છે.

જૈન ધર્મથી વિખૂટી પડી ગયેલા સરાક જાતિના લોકો માટે સરાક ઉત્કર્ષ અભિયાન

જૈનો કોને ગણે છે પવિત્ર ભૂમિ: એવું કહેવાય છે કે, આ સરાક જાતિ જૈન ધર્મથી વિખૂટી પડી ગયેલી જ એક જાતિ છે. જૈન ધર્મના શ્રાવક શબ્દનું જ અપભ્રંશ થઇને ‘સરાક’ શબ્દ આવ્યો. માત્ર નામથી કામ નથી બનતું પણ અહી શ્રાવકધર્મના ઘણા બધા સંસ્કાર પણ આ જાતિના લોકોમાં જોવા મળે છે. જૈનો જેમને પવિત્ર ભૂમિ (What is the holy land considered by the Jains) ગણે છે, એ સમેતશિખર અને પાવાપુરી આસપાસ રહેતી સરાક જાતિ હકીકતમાં તેમની જ સહધર્મી જાતિ છે એવી વર્ષો પછી જૈનોને જાણ થઈ છે અને જ્યારે જાણ થઈ ત્યારે જાગ્યા ત્યાંથી સવાર માફક આ વિષય પર વધુ સંશોધન અને ઉત્કર્ષના કાર્યો શરૂ કરી દેવાયા.

સરાક જ તીર્થંકરના વંશજો: આજથી 60-70 વર્ષ પૂર્વે વિદ્વાન જૈનાચાર્ય શ્રી મંગળવિજયજી અને પ્રભાકરવિજયજી શિખરજીની યાત્રા પર પહોંચે છે અને તેઓને સરાક જાતિની ઓળખ થાય છે. સરાક શબ્દ સાંભળતા જ તેમને શ્રાવક શબ્દ કાને પડે છે. બાદમાં સરાક પરિવારોની મુલાકાત લેતા ખબર પડી કે, તેમના આહાર વિચારમાં જૈન સંસ્કારો છે. તેમના ઘર અને આસપાસ જૈન મૂર્તિઓ અને શિલ્પકળા પણ મળી આવી. એમને લાગ્યું નહિ પણ અનુભવ્યું કે, સરાક જ તીર્થંકરના વંશજો છે એટલે તેઓએ જ્યાં સુધી તમામ શ્રાવકોએ ભાળ ન મળે ત્યાં સુધી છ દ્રવ્યોનો ત્યાગ કર્યો.

જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે: એ પછી વર્ષ 2000ની સાલમાં કલિકુંડ તીર્થોદ્ધારક જૈનાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અમદાવાદથી 2000 કિલોમીટરનો વિહાર કરીને 250 સાધુ સાધ્વીજી મહારાજ સહિત 1000 ના સંઘ સાથે શિખરજી ચાતુર્માસ ગાળવા આવે છે. આ દરમિયાન તેમને સરાક વિશે ખ્યાલ આવે છે અને તેમના મનમાં સરાક ઉત્કર્ષના બીજ રોપાય છે. એ સમયે તો એક બે શિબિર દ્વાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે છે પણ વર્ષ 2009થી સરાક ઉત્કર્ષ માટે વ્યવસ્થિત આયોજન ગોઠવાય છે. જે આજ પર્યંત ચાલી રહ્યું છે.

ગુરુજીની સરાક પ્રત્યેની ભાવના: શ્રી રાજપરમસૂરિજી વધુમાં કહે છે, '2009 માં ગુરુજીએ મને અને રાજધર્મવિજયજીને સરાક વિસ્તારના ગામડાઓમાં અવલોકન અને જાગૃતિ માટે મોકલ્યા હતા. એ જ અરસામાં ગુરુદેવ કાળધર્મ પામતા ગુરુજીની સરાક પ્રત્યેની ભાવનાને ધ્યાનમાં લઇ સરાક ઉત્કર્ષનું કામ અભિયાન બનાવી દેવાયું. અને તેમાં કલિકુંડના કુમારપાળ વિસાનું યોગદાન ભળ્યું અને આખું કાર્ય પ્રવાહિશૈલીમાં વહેતુ થયુ. રાજપરમસૂરિજી સતત ચાર વર્ષ સુધી આ વિસ્તારના ગામડામાં ફર્યા અને અભ્યાસ કર્યો તથા જાગૃતિ કાર્યક્રમો કર્યા. 12 વર્ષથી રાજ પરિવાર દ્વારા આ સરાક ઉત્કર્ષ અભિયાન અવિરત ચાલી રહ્યું છે.

સરાક એટલે જ જૈન શ્રાવક હોવાના પ્રમાણ: જૈન ધર્મ અહિંસાપ્રધાન છે, તેમ સરાક જાતિની જીવનશૈલીમાં પણ અહિંસા જોવા મળે છે. એમની આસપાસની પ્રજામાં માંસાહાર જે હદે છે, એ જોતા તેઓનું અહિંસક રહેવું સુખદ આશ્ચર્ય (Sarak is the proof of being a Jain listener) છે, પરંતુ મૂળભૂત જૈનત્વના સંસ્કારોની કુલપરંપરાનાં કારણે તેઓ આજે પણ ચુસ્ત અહિંસક છે. મોટા ભાગના લોકો માંસાહર તો નથી પણ ફળ કે શાકભાજી વગેરે માટે કાપો, ટુકડા કરો જેવા શબ્દપ્રયોગો પણ નથી કરતા. લાલ વસ્તુનો પણ ખાવાના ઉપયોગ કરવાનું ટાળે છે. બીજું તથ્ય સરાક જાતિનાં વિવિધ ગોત્રોનાં નામ. જેમાં આદિદેવ, અનંતદેવ, ધર્મદેવ, શાંતિદેવ, ગૌતમ વગેરે આવે છે. સરાક પ્રજાના દરેક ગોત્રના નામ કોઇ ને કોઇ તીર્થંકરપ્રભુ અને ગણધરપ્રભુ સાથે જોડાયેલા છે. લગ્ન વખતે આદિદેવનું નામ લેવાય છે. સામૂહિક ભોજનમાં જૈનો કંદમૂળ કે લસણ જેવા પદાર્થોને અભક્ષ્ય ગણી વાપરતા નથી.

સરાક કેમ જૈનોથી વિખૂટા પડયા ? જો સરાક જાતિના લોકો મૂળ શ્રાવકો જ હતા એ વાત માની લઈએ તો પછી તેઓ અન્ય શ્રાવકોની જેમ કેમ ચુસ્ત જૈન ન રહી શક્યા? તેઓની જીવનશૈલી કેમ બદલાઈ ગઈ? આ સવાલોના જવાબો માટે થયેલા સંશોધનમાં આવેલા તારણો પ્રમાણે આ વિસ્તારમાં ભૌગોલિક પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે અનેક વર્ષો સુધી જૈન સાધુ-સાધ્વીજી મહારાજની આવન-જાવન ઘટી ગઈ. આ ઉપરાંત અજૈન લોકો સાથેના તેમના સંબંધો અને સંપર્કો વધતા ગયા. અને આર્થિક તંગદિલી પણ ખરી જ. તો વિધર્મીઓના આક્રમણથી ધર્મ પરિવર્તન થયું હોવાનું પણ કહેવાય છે.

રાજ પરિવાર દ્વારા સરાકની આ રીતે થાય છે, સાધર્મિક ભક્તિ અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી અનેક જૈન સંગઠનો આ સરાક જાતિના ઉદ્ધાર માટે પોતપોતાની રીતે અનેક કાર્યો અને ફરજો નિભાવી રહ્યા છે. રાજ-પરિવાર વતી આચાર્ય રાજપરમસૂરિજી મહારાજ તેમના શિષ્ય-પરિવાર સાથે સરાક બંધુઓને વિવિધ શિબિરો, તીર્થયાત્રાઓ દ્વારા સમ્યક જ્ઞાનનો અભ્યાસ (Religious devotion to Sarak by the royal family) કરાવે છે. કુમારપાળભાઈ વી. શાહની પ્રેરણાથી 500 સરાક વિધવા બહેનોને દર મહિને સાધર્મિક સહાય આપવાનો ઉપક્રમ પણ છે. શ્રી સમેત શિખરજી તીર્થની આસપાસનાં ગામોમાં અહિંસા અને ધાર્મિક જાગૃતિના પ્રચાર માટે વિવિધ સાધુમહારાજનાં વ્યાખ્યાનોનું આયોજન પણ છે. ચાતુર્માસ દરમિયાન રાજ પરિવારના શ્રાવકો સારક વિસ્તારના 525 ગામડાઓ માંથી વારાફરતી કેટલાક ગામડાઓમાં ચાતુર્માસમાં પર્યુષણ પણ કરાવવા જાય છે. આ બધાને તઆર્થિક રીતે પણ પગભર કરવા જોઈએ અને એ હેતુથી જ મુંબઈ, સુરત, અમદાવાદથી કેટલાંક શ્રાવક-શ્રાવિકાઓનાં ગ્રુપ સરાક બંધુઓ વસે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.