સુરતઃ અત્યારે લૂંટારુઓએ લૂંટ કરવા માટે નવા નવા રસ્તા અપનાવ્યા છે. ત્યારે સુરતના અડાજણમાં લૂંટારુંઓએ તો હદ જ કરી દીધી હતી. અહીં લૂંટારુંઓએ મહાનગરપાલિકાના કર્મચારી હોવાની ઓળખ આપી લૂંટ ચલાવી (Robbery in Adajan of Surat) હતી. લૂંટારુંઓ અહીં સંપૂર્ણ તૈયારીઓ સાથે આવ્યા હતા.
મહિલાઓને બેભાન કરવાનો કરાયો પ્રયાસ - આ અંગે મળતી માહિતી અનુસાર, અડાજણ વિસ્તારની મહિલાઓ જે લોકોને સુરત મહાનગરપાલિકાના કર્મચારી સમજી (Robbery in the name of a municipal employee) રહી હતી. તેઓ તો લૂંટારું નીકળ્યા હતા. અહીં પીકે વિલાસ સોસાયટીમાં રહેતા ખેડૂત તેજસ પટેલના ત્યાં આ બુધવારે 3 લૂંટારુંઓ આવ્યા હતા.
લૂંટારુંઓએ આપી ખોટી ઓળખ- લૂંટારુંઓએ મહાનગરપાલિકાના કર્મચારી હોવાની ઓળખ (Robbery in the name of a municipal employee) આપી પાણીની ટાંકી ચેક કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે, તે સમયે ઘરમાં માત્ર પરિવારની મહિલાઓ જ હતી. તે દરમિયાન લૂંટારુંઓએ મહિલાઓને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ મહિલાનું ગળું દબાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં (Surat Loot captured in CCTV Camera) કેદ થઈ ગઈ હતી.
આ પણ વાંચો- અચાનક ચડી આવેલા લૂંટારૂઓએ જોતજોતામાં બંદુક કાઢી ગોળી મારી દીધી
લૂંટારુંઓ મનપાના યુનિફોર્મમાં આવ્યા હતા - આ ત્રણેય લૂંટારુંઓએ મહાનગરપાલિકાનો યુનિફોર્મ (Robbery in the name of a municipal employee) પણ પહેર્યો હતો. એટલે પરિવારના સભ્યોને લાગ્યું કે, આ તમામ મહાનગરપાલિકાના કર્મચારીઓ (Robbery in the name of a municipal employee) છે. ત્રણેય પાણીની ટાંકી ચેક કરીને ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેજસ પટેલ પણ ઘરેથી એક કામ માટે બહાર નીકળ્યા હતા. ત્યારે આ ત્રણેય લૂંટારુંઓ ફરીથી ઘરે આવ્યા હતા. જેતે સમયે ઘરમાં મહિલાઓ હતી. તે સમયે લૂંટારુંઓએ આ ત્રણેય મહિલાઓને બેભાન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તો આ લૂંટારુંઓ મહિલાઓને બેભાન કરવા માટે કેમિકલ પણ સાથે લઈને આવ્યા હતા.
આ પણ વાંચો-સુરતમાં લૂંટારા બે ફામ: ATMમાં રૂપિયા જમા કરાવવા આવેલા યુવકને ચપ્પુ બતાવી 3 લૂંટારાએ લૂંટ ચલાવી
સમગ્ર ઘટના CCTVમાં કેદ - પરિવારની મહિલાઓમાંથી એક મહિલાએ તો બેભાન થવાનું નાટક કર્યું હતું. ત્યારબાદ તેઓ ઊભા થઈને બૂમાબૂમ કરી હતી. તેના કારણે લૂંટારુંઓ ઘરમાંથી ભાગી ગયા હતા. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં (Surat Loot captured in CCTV Camera) કેદ થઈ હતી. મહિલાઓને લાગ્યું કે, આ તમામ મહાનગરપાલિકાના (Robbery in the name of a municipal employee) કર્મચારીઓ છે. આ જ કારણ હતું કે, તેમણે ઘરની અંદર આ ત્રણેયને આવવા દીધા હતા. આ સમગ્ર ઘટના અંગે ખેડૂત તેજસ પટેલે અડાજણ પોલીસ મથકમાં (Adajan Police Station) લેખિત ફરિયાદ કરી છે જેના આધારે પોલીસે સમગ્ર ઘટનાક્રમ ની તપાસ શરૂ કરી દીધી છે.