- માર્ગ અને મકાન પ્રધાન બન્યા બાદ પુર્ણેશ મોદી પ્રથમ વખત સુરત આવ્યા
- 251 જેટલા તાલુકામાં હેલીપેડ બને તેવી સુચના અપાઈ
- દશેરાના દિવસે ડાંગના સુબીર ખાતે કરાશે દશેરા મહોત્સવની ઉજવણી
સુરત: ગુજરાતમાં નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી હતી અને ત્યારબાદ નવા પ્રધાનમંડળની રચના કરવામાં આવી હતી. આ નવા પ્રધાનમંડળમાં સુરતની લોટરી લાગી હતી. સુરત શહેરમાંથી 4 ધારાસભ્યોને પ્રધાન પદ મળ્યું હતું. 4 પ્રધાનો બનતા સ્વભાવિક છે કે શહેરીજનોની આશા અપેક્ષાઓ વધી જતી હોય છે. સુરતમાં નવા બનેલા પ્રધાનો તબક્કાવાર જન આશીર્વાદ યાત્રા યોજી રહ્યા છે. સુરતમાં ધારાસભ્ય પુર્ણેશ મોદીને પણ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. માર્ગ અને મકાન પ્રધાન બન્યા બાદ પુર્ણેશ મોદી પ્રથમ વખત સુરત આવ્યા હતા. સુરતમાં તેઓની જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી.
આ પણ વાંચો: સુરતમાં ગરબા જોવા માટે નીકળેલા 22 વર્ષીય છોકરાનું રોડ અકસ્માતમાં મોત
ખાડા પુરાણ અભિયાન 90 ટકા સુધી પૂર્ણ થઇ ગયું છે: પૂર્ણેશ મોદી
માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદીએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રધાન બન્યા બાદ મારી પાસે પાંચ વિભાગ આવ્યા છે, જેમાં માર્ગ અને મકાન વિભાગ, ટુરીઝમ વિભાગ, યાત્રાધામા વિભાગ, નાગરિક ઉડ્ડયન અને વાહન વ્યવહાર આ પાંચેય વિભાગમાં જન સંર્પક ખુબ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે. શરુઆતમાં રોડ મરામતના અભિયાન ખુબ મોટા પ્રમાણમાં ચલાવવામાં આવ્યું હતું, જે ખુબ સફળ રહ્યું છે. ખાડા પુરાણ અભિયાન 90 ટકા સુધી પૂર્ણ થઇ ગયું છે. જ્યાં જ્યાં વરસાદ છે ત્યાં આગામી સમયમાં કાર્ય પૂર્ણ કરાશે. સી પ્લેન બાબતે મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સુરતમાં કોઝવે અને ઉતરગુજરાત સહિતના સપોર્ટ અધિકારીઓને આપવામાં આવી રહ્યા છે. 251 જેટલા તાલુકામાં હેલીપેડ બને તેવી સુચના પણ આપવામાં આવી છે. ગુજરાતમાં આસ્થાના પ્રતિક રૂપે અનેક મંદિરો છે. જ્યાં કોઈ વ્યક્તિને હાલાકી પડે ન અને તમામ સુવિધાઓ મળી રહે તે માટે યાત્રાધામમાં સુવિધાઓ ઉપલબ્દ્ધ કરવામાં આવશે.
આ પણ વાંચો: સુરતમાં પ્રથમ વખત UPSC પરીક્ષાના કેન્દ્રો ફાળવવામાં આવ્યા
RTO માં લોકોને ઘર બેઠા સુવિધા મળે તેવું આયોજન
ટ્રાન્સપોર્ટશનમાં પણ સંપૂણ પણે ડિઝીટલ ઇન્ડીયાના કન્સેપ્ટ સાથે સમ્પ્રુણ રીતે લોકોને ઘર બેઠા સુવિધા મળે તેવું આયોજન પણ કરાઈ રહ્યું છે. જેમાં માત્ર લોકોને ટેસ્ટ દેવા જ રૂબરૂ RTO માં જવું પડશે. આગામી સમયમાં દશેરા મહોત્સવ આવી રહ્યો છે, ત્યારે દશેરાના દિવસે ડાંગના સુબીર ખાતે દશેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. નવરાત્રીના પહેલા જ દિવસે એક એપ્લીકેશન લોન્ચ પણ કરી છે. જેમાં પાંચેય વિભાગના કોઈ પણ મહત્વના પ્રશ્નો હોય તો તેમાં લોકો ફરિયાદ કરી શકે છે અને તે પ્રશ્નોને તાત્કાલિક હલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.