- રેવન્યુ જમીનને લઈને વિરોધ
- આમ આદમી પાર્ટી દ્વારા SMCની બહાર વિરોધ પ્રદર્શન
- 2.10 રૂપિયાના વાર્ષિક ભાડા પેટે જમીન આપવામાં આવી હતી
સુરત: સુરત SMC ઓફિસની બહાર આમ આદમી પાર્ટી દ્વારા ઉમરવાડા રેવન્યુ જમીનને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. 50 વર્ષ પહેલા સરકાર દ્વારા દર વર્ષે 2.10 રૂપિયાના ચોરસ મીટર વાર્ષિક ભાડા પેટે જમીન આપવામાં આવી હતી. હવે ફરીથી 50 વર્ષ માટે જંત્રી ભાવથી રૂપિયા 52,250 ચોરસ મીટરના એક વખત ભાડા પેટે આપવાના ઠરાવને પસાર કરી આપી દીધી હતી.
જમીન લીઝથી દર વર્ષે 2.10 રૂપિયાના ચોરસ મીટર વાર્ષિક ભાડા પેટે આપેલી હતી
સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલી આવેલા ઉમરવાડા રેવન્યુ સર્વે નંબર 95-96 પૈકી વાળી જમીન આશરે 24234 ચોરસ મીટરની જગ્યા 1967-68માં 50 વર્ષના લીઝથી દર વર્ષે 2.10 રૂપિયાના ચોરસ મીટર વાર્ષિક ભાડા પેટે આપેલી હતી. તેના 50 વર્ષ 2017-18માં પૂર્ણ થતા જ તેને તે સમયે ફરીથી 50 વર્ષ માટે જંત્રી ભાવથી રૂપિયા 52,250 ચોરસ મીટરના એક વખત ભાડા પેટે આપવાના ઠરાવને પસાર કરીને આપી દીધી હતી.
આ પણ વાંચો: મહિલાઓની સુરક્ષાના મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું
મહાનગરપાલિકાની તિજોરી લૂંટાઈ રહી છે
સુરત મહાનગરપાલિકાની સમિતિમાં તાત્કાલિક એક પણ રૂપિયો ન મળે છતાં વધારાના 49 વર્ષ માટે ફાળવામાં આવી. સુરત મહાનગરપાલિકા કોના ઈશારે કામ કરી રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ કઠપુતળી બનીને બેઠા છે. સામાન્ય માણસોના ઘરના વેરા છેલ્લા 5 વર્ષમાં 3થી 4 ગણા કરી દીધા છે. ત્યારે જનતાને લૂંટવામાં આવી રહી છે. અને મહાનગરપાલિકાની તિજોરી લૂંટાઈ રહી છે.
ATM માર્કેટમાં અંદાજે 1,200 દુકાનો છે
સુરતની ATM માર્કેટમાં 1,200 જેટલી દુકાનો છે. જેને 127 કરોડ રૂપિયામાં પહેલા 50 વર્ષ માટે અને હવે એજ માત્ર 127 રૂપિયામાં 99 વર્ષ માટે આપી દેવામાં આવી છે. જેમાં ચોક્કસ કોઈ મિલીભગત થઈ હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આ મિલીભગતના કારણે જ સુરત મહાનગરપાલિકાની તિજોરીને ભવિષ્યમાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. જ્યાં દુકાનનો દર મહિને લાખો રૂપિયાના ભાડેથી મળે છે ત્યાં એમને સુરત મહાનગરપાલિકા મફત રૂપિયા 900 ભાડામાં જગ્યા કેવી રીતે આપી શકે તેવો પ્રશ્ન ઉભો થયો છે.
આ પણ વાંચો: પાકિસ્તાન દ્વારા ભારતના વિસ્તારોને તેના નક્શામાં દર્શાવાતા પાલનપુર AAP કાર્યકરોનું વિરોધ પ્રદર્શન