- શાળાના આચાર્યનો સરાહનિય પ્રયાસ
- દીકરીઓમાં જાગૃતિ લાવવા બનાવી એનિમેશન ફિલ્મ
- દીકરીની તકેદારી સંદર્ભે જાગૃતિ આપ્યા સંદેશ
સુરતઃ શહેર સહિત અન્ય ઔદ્યોગિક શહેરોમાં બાળકી સાથે દુષ્કર્મ અને જાતીય સતામણીના કિસ્સાઓ છાશવારે નોંધાઇ રહ્યા છે. આવા કિસ્સાઓને કારણે સભ્ય સમાજની છબી ખરડાઇ છે. આ દરમિયાન સમાજમાં દીકરી સાથે અડપલા જેવા જાતીય સતામણીના કિસ્સાઓ ડામવા માટે શહેરની એક શાળાના આચાર્યએ સરાહનીય પ્રયાસ કર્યો છે. શાળાના આચાર્યએ દીકરીની કઈ તકેદારી રાખવીએ સંદર્ભે જાગૃતિ સંદેશ આપતી 3.41 મિનિટની એનિમેશન ફિલ્મ બનાવી છે.
તકેદારી અને સ્વસુરક્ષાની તાલીમ લેવી આવશ્યક
સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ દીકરીઓ સાથે અભદ્ર ટીપ્પણી ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. જાતીય સતામણી સંદર્ભે તકેદારી અને સ્વસુરક્ષાની તાલીમ લેવી આવશ્યક છે. આવા વિવિધ સંદેશા આપતા વીડિયો સંખ્યાબંધ શહેરીજનોને મોકલવામાં આવ્યો છે.