- પ્રાથમિક રિપોર્ટમાં સુરતના અને વડોદરાના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Sewage Treatment Plant)ના પાણીના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ
- સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીના સેમ્પલનો રિપોર્ટ સામે આવતાં તંત્રે હાશકારો અનુભવ્યો
- પ્રથમવાર રિપોર્ટ નેગેટિવ આવે તો પણ ફરીથી બે વાર એનો ટેસ્ટ કરવામાં આવશે
સુરત: પાણીમાં કોરોના વાઇરસ છે કે નહીં તે અંગેની તપાસનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે. પ્રાથમિક રિપોર્ટમાં સુરતના 11 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વડોદરાના 7 જેટલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીના સેમ્પલનો રિપોર્ટ સામે આવતાં તંત્રે હાશકારો અનુભવ્યો છે. પ્રાથમિક ચકાસણીમાં તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
પાણીમાં કોરોના વાઇરસ છે કે નહીં તે અંગે નો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો
અમદાવાદ સાબરમતી અને બે તળાવમાંથી કોરોના વાઇરસ મળ્યા બાદ સુરત અને વડોદરામાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણીના 18 સેમ્પલ લેવાયા છે. આ પાણીના સેમ્પલમાં કોરોના વાઇરસ છે કે નહીં તે અંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(Gujarat Univercity)ના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. પાણીમાં કોરોના વાઇરસ (Corona Virus) છે કે નહીં તે અંગેનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે.
પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું, પાણીના સેમ્પલમાં કોરોના વાઇરસ નથી
પ્રાથમિક રિપોર્ટમાં સુરતના 11 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વડોદરાના 7 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીના સેમ્પલમાં કોરોના વાઇરસ નહીં મળતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. અમદાવાદમાં સાબરમતી નદી (Sabarmati River), કાંકરીયા (Kankariya Lake) તેમજ ચંડોળા તળાવના પાણીમાંથી કોરોના વાઇરસ મળી આવતા હવે રાજ્ય સરકાર હરકતમાં છે. સુરતમાં પાણીમાં કોરોના વાઇરસ શોધવા માટે સરકારે સૂચના આપી છે. જે અનુસંધાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સેમ્પલ લેવાયા છે. પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, પાણીના સેમ્પલમાં કોરોના વાઇરસ નથી તેમ છતાં પાણીના સેમ્પલની બે વખત હજુ ચકાસણી કરવામાં આવશે.
પ્રાથમિક ચકાસણીમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો
આ અંગે સંશોધનકાર ડૉક્ટર પ્રવિણ દુધાગરાએ જણાવ્યું હતું કે, હાલ પ્રાથમિક ચકાસણીમાં આ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમ છતાં કોઈ સેમ્પલમાં પ્રથમવાર રિપોર્ટ નેગેટિવ આવે તો અમે ફરીથી બે વાર એનો ટેસ્ટ કરતાં હોઈએ છીએ. જેથી કન્ફર્મ થાય છે કે વાઇરસ છે કે નહીં પછી એક અઠવાડિયામાં પાણીના સેમ્પલની ટેસ્ટિંગ કરી રિપોર્ટ તૈયાર થતો હોય છે. સુરતમાંથી 11 અને વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 7 સ્થળે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગંદા પાણીના સેમ્પલો એકત્ર કરાયા છે.
આ પણ વાંચો: પાણીમાં કોરોના વાઈરસ - ETV Bharat એ લીધી ચંડોળા તળાવની મુલાકાત
આ પણ વાંચો: સુરતના 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ( Suez Treatment Plant ) પાણીના નમૂના લેવાયા
આ પણ વાંચો: Coronavirus in Water - જાણો લેબોરેટરીમાં કઈ રીતે પાણીમાંથી કોરોના વાઇરસ શોધવામાં આવે છે
આ પણ વાંચો: પાણીમાં કોરોના વાઈરસ - ETV Bharat એ લીધી વસ્ત્રાપુર લેકની મુલાકાત
આ પણ વાંચો: Coronavirus in Water - જાણો લેબોરેટરીમાં કઈ રીતે પાણીમાંથી કોરોના વાઇરસ શોધવામાં આવે છે
આ પણ વાંચો: Coronavirus In Water: શું અમદાવાદની જેમ સુરતના પાણીમાં પણ છે કોરોના? જાણો...