ETV Bharat / city

40 હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધરાવતા યુવાનને કર્યો આત્મહત્યાનો પ્રયાસ, PSIએ બચાવ્યો - યુવાનને આપઘાત કરતા PSI

અદાણી ઇન્ડસ્ટ્રીઝના એક વિભાગના મેનેજરે ડિપ્રેશનમાં આવી પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અડાજણ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી.ચૌધરીએ સમયસર ત્યાં પહોંચી યુવાનને સમજાવ્યો ન હોત તો આ યુવાન પોતાનો જીવ ટૂંકાવી દીધો હોત. 2 લાખની બાઈક અને 40 હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધરાવતો આ યુવાને ડિપ્રેશનમાં આવી પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેને અત્યાર સુધી ડિપ્રેશન શા માટે છે તેનું કારણ પોલીસ અથવા તો અન્ય લોકોને જણાવ્યું નથી.

40 હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધરાવતો યુવાનને આપઘાત કરતા PSIએ બચાવ્યો

author img

By

Published : Sep 14, 2020, 8:29 PM IST

સુરત: શહેરના હજીરા ખાતે આવેલા અદાણી ઈન્ડસ્ટ્રીમાં એક વિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવનારા 26 વર્ષીય અંબુજ શુક્લા ગત કેટલાક સમયથી જિંદગીથી કંટાળી ગયો હોવાથી માનસિક તણાવ અનુભવતો હતો. સોમવારે વહેલી સવારે જિંદગીથી કંટાળીને અડાજણના કેબલ સ્ટેઇડ બ્રિજ પર નદીમાં કૂદવા ગયો હતો. જેની જાણકારી પોલીસને થતા અડાજણ પોલીસ મથકના PSI એસ.વી.ચૌધરી તાત્કાલિક પહોંચ્યા હતા અને એક કલાક સુધી યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર વિભાગના જવાનો જ્યાં સુધી ઘટના સ્થળે ન આવે ત્યાં સુધી વાતોમાં ઊલજાવી રાખી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

40 હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધરાવતો યુવાનને આપઘાત કરતા PSIએ બચાવ્યો

આ અંગે PSI ચૌધરીએ જણાવ્યું કે, કંઈ પણ રીતે યુવાને બચાવવો હતો. જેથી આ યુવાનને વારંવાર પ્રશ્ન પૂછી જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, તે કયા કારણોસર આત્મહત્યા કરવા માગે છે, પરંતુ તે કોઈ પણ જવાબ આપી રહ્યો નહોતો. આ યુવાનને બચાવવા માટે તેમણે પીવાનું પાણી આપવાનું કહ્યું હતું. પાણી આપવાનું કહેતા યુવાને બોટલ માટે હાથ આગળ ધર્યો હતો, ત્યારબાદ PSIએ ચતુરાઈપૂર્વક આ યુવાનનો હાથ પોતાની તરફ ખેંચી તેને રેલીગની બીજી તરફ સુરક્ષિત લઇ લીધો હતો.

આ અંગે અંબુજે જણાવ્યું કે, ડિપ્રેશન હોવાના કારણે તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું કે, આજે ખરેખર પોલીસની ગાડી પર લખેલું પ્રજાની સુરક્ષા સાર્થક થાય છે.

આ અંગે ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, તે કૂદવા પ્રયાસ કરતો હોવાથી ત્યાં હાજર પોલીસ અને ફાયર જવાન સહિતના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બાદમાં ફાયર ઓફિસર અને પોલીસ અધિકારીઓ તેને વાતમાં ભેળવી સમજાવી રહ્યા હતા. ઘટના સ્થળે 6 ફાયર જવાનો લાઈફ જેકેટ અને રીંગબોયા સાથે તાપી નદીના પાણીમાં પહોંચી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.