- સુરતમાં લાલુ જાલીમ ગેંગનો આતંક
- ક્રાઇમ બ્રાન્ચે GCTOC હેઠળ બીજો ગુનો નોંધ્યો
- 11 આરોપીઓને વૉન્ટેડ જાહેર કરાયા
સુરત : શહેરીજનોમાં આતંક મચાવનાર લાલુ જાલીમ ગેંગ 11 લોકો સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા GCTOC અન્વયે બીજો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 11માંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓને વૉન્ટેડ જાહેર કરાયા છે. આ ગેંગના સભ્યો પર અત્યારસુધીમાં 94 ગુનાહિત કેસો દાખલ થયા છે.
- 94 ગંભીર કેસ દાખલ
પોલીસ દ્વારા સુરત શહેરમાં કાર્યરત જુદી-જુદી ગેંગોની ગુપ્ત રીતે તપાસ હાથ ધરવામાં આવતા શહેરમાં અમિત ઉર્ફે લાલુ જાલીમ ગેંગ તરીકે કુખ્યાત ટોળકીના સાગરીતોએ જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિશ અપહરણ જેવા શરીર સંબંધી, લૂંટ ખંડણી જેવા મિલકત સંબંધી તથા ગુનાહિત ધમકી ત્રાસ, તથા આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી એક્ટ સંબંધિત અનેક સંગઠિત અપરાધ કર્યા છે.
- ગેંગના સભ્યો વ્યક્તિગત ગુનો આચરતા હતા
આ ટોળકીના સાગરિતો દ્વારા સુરત શહેરમાં અમરોલી, કતારગામ, અઠવા, સચિન, ઈચ્છાપુર, ઉધના, રાંદેર, ચોક બજાર, મહિધરપુરા, ઉમરા, સુરત રેલવે, સુરત ગ્રામ્ય, ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાનું નેટવર્ક ઊભું કરી તમામ આરોપીઓએ સંગઠિત થઇ વ્યક્તિગત ગુનો આચરતા હતા.
- GCTOC હેઠળ બીજો કેસ દાખલ કરાયો
સ્થાનિક વિસ્તારમાં આતંક વધતા સુરત પોલીસ દ્વારા ગુજરાત આતંકવાદ અને સનગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ 2015 (GCTOC) અન્વયે બીજો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ વિરુદ્ધ કલમ
307, 324, 325, 143, 147, 148, 149 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. કુલ 94 કેસોમાં આ ગેંગના સભ્યોની સંડવણી સામે આવી છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
- શિવમ
- નિલેશ
- જગદીશ
વૉન્ટેડ જાહેર કરાયેલા આરોપીઓના નામ
- અમિત ઉર્ફે લાલુ ઝાલીમ
- દિપક જ્યસ્વાલ
- શૈલેન્દ શર્મા
- શિવમ રાજપૂત
- નિલેશ અવચિત્તે
- જગદીશ કટારીયા
- આશિષ પાંડે
- નિકુંજ ચૌહાણ
- રવિ સીંદે
- નયન બારોટ
- અવનેશ રાજપૂત