ETV Bharat / city

દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર આટલી મોટી રકમનું કોકેન પકડાયું

સુરત પોલીસને ફરી એકવાર નશાખોરીને (Surat SOG Seized Drugs) લઈને મોટી સફળતા હાથ લાગી છે. સુરતના કડોદરા પાસેથી પોલીસે દંપતિને લાખોનો રૂપિયાનું ડ્રગ્સ કોકેન લઈ જતા રંગે હાથે પકડ્યા છે. પોલીસે આ દંપતીને પકડી (Surat Drugs Case) આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર આટલી મોટી રકમનું કોકેન પકડાયું
દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર આટલી મોટી રકમનું કોકેન પકડાયું
author img

By

Published : Jun 27, 2022, 3:33 PM IST

સુરત : સુરતમાં ફરી એકવાર કોકેન (Surat SOG Seized Drugs) પકડાતા ચકચાર મચી છે. 'Say No To Drugs' અભિયાન ચલાવનાર સુરત પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર સુરત ખાતે 39.10 લાખ રૂપિયાનો કોકેન પકડાયું છે. મુંબઈના દંપતીને સુરત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે સુરત કડોદરા નિયોલ ચેકપોસ્ટ પાસેથી (Surat Drugs Case) પકડી પાડતા ખળભળાટ મચી હતી.

આ પણ વાંચો : મોટીવેશનલ સ્પીકર બન્યો ડ્રગ્સ સપ્લાયર, આર્થિક રીતે પગભર થવા માટે ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી

દંપતીને સુરત પોલીસે પકડ્યા - મુંબઈથી લક્ઝુરિયસ કારમાં કોકેન લઈને સુરતના રાંદેરમાં ઈસ્માઈલ ગુર્જરને ડીલીવરી કરવા આવેલા દંપતીને સુરતમાં પકડી પાડ્યા છે. આરોપી મહિલાના પર્સ અને પતિના પેન્ટના ખિસ્સામાંથી 39 ગ્રામ 100 મિ.લી કોકેન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કુલ કિંમત 39.10 લાખ રૂપિયા છે. મૂળ જામનગરના રહેવાસી અને મુંબઈમાં રહેતા 51 વર્ષીય ઈબ્રાહીમ હુસૈન ઓડિયા અને તેની 47 વર્ષીય બીજી પત્ની તનવીર ઈબ્રાહીમ ઓડિયા પાસેથી સુરત SOGને 5 મોબાઈલ, 212 લાખ રોકડ અને દસ લાખ રૂપિયાની ફોરચુનર (Surat Police Seized Drugs) ગાડી મળી કુલ 51.68 લાખની મતા કબજે કરી છે. ડ્રગ્સની હેરાફેરી કરવા માટે તેવો (Surat Crime Case) લક્ઝરી કાર ઉપયોગમાં લેતા હતા.

આ પણ વાંચો : અમદાવાદ પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ થ્રીલ એડિકટ અભિયાન, શું થશે કામગીરી જાણો

કોકેઇન નાઇજીરિયન કેન્હિલ નામના શખ્સને આપ્યું - સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમને એક કિલો કોકેનની બાતમી મળી હતી, પરંતુ શક્ય છે કે આ લોકો દ્વારા રસ્તામાં (Couple Drug Case in Surat) કોઇ અન્ય વ્યક્તિને સપ્લાય કરવામાં આવી હોય જેથી કોલ્સ ડિટેલના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. મુંબઈના ઈબ્રાહીમ MD અને કોકેનની લત લાગી હતી. બાદમાં વેપારમાં સારા રૂપિયા મળતા તેણે વેચાણ પણ શરૂ કર્યું હતું. આ ઉપરાંત અન્ય સુરતના ત્રણ પેડલરોને તે સપ્લાય કરતો હોવાની પણ આશંકા છે. જાણવા મળ્યું છે કે તે ઇસ્માઈલના ઘરે બેથી ત્રણ વખત MD ડ્રગ્સ અને કોકેનની ડિલિવરી કરી ચૂક્યો છે. ઇબ્રાહિમને કોકેન મુંબઈમાં નાઇજીરિયન કેન્હિલ નામના શખ્સને આપ્યું હતું. જે આફ્રિકન દેશોમાંથી ચોરીછૂપીથી લાવી મુંબઈમાં મોટા પેડલર સપ્લાય કરે છે. ઈસ્માઈલ હાલ વોન્ટેડ છે અને સુરતમાં હત્યાની કોશિશનો ગુનો પણ તેની ઉપર નોંધાયેલો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.