ETV Bharat / city

ફેનિલને ફાંસી આ નરાધમને શું ? : "તું તારી મમ્મીને મારી નાખ હું તારા જામીન કરાવી દઈશ" : એક બાપ - Dindoli Police Murder Case

સુરતના ડિંડોલી વિસ્તારમાં પુત્રને નાસ્તો લેવા મોકલી પતિએ પત્નીની હત્યા (Surat Murder Case) કરતા ચકચાર મચી છે. પરિવારની બદનામીના ડરથી પતિ ઉશ્કેરાય જતા પત્નીને ચપ્પુના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. જો કે, આ બનાવની જાણ પોલીસે થતાં ઘટના Husband Killed Wife In Surat) સ્થળે દોડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ફેનિલને ફાંસી આ નરાધમને શું ? : "તું તારી મમ્મીને મારી નાખ હું તારા જામીન કરાવી દઈશ" : એક બાપ

author img

By

Published : May 5, 2022, 4:06 PM IST

સુરત : સુરત ડિંડોલી સ્થિત દેલાડવા ગામ ખાતે આવેલી વૃંદાવન સોસાયટીમાં પતિએ પત્ની પર આડા સંબંધના વહેમમાં ચપ્પુના (Surat Murder Case) ઘા ઝીકી હત્યા કરી હતી. પુત્રને નાસ્તો લેવા મોકલ્યા બાદ પતિએ પત્નીની હત્યા કરી હતી અને બાદમાં ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે ગણતરીમાં જ હત્યારા પતિની (Surat Crime Case) ધરપકડ કરી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં પતિએ પત્નીની કરી હત્યા

જેલમાંથી લઈને હત્યા કરી - ડિંડોલી સ્થિત દેલાડવા ગામ ખાતે આવેલી વૃંદાવન સોસાયટીમાં સુરૂભા ધીરસિહ ઝાલા તેની પત્ની 42 વર્ષીય હંસાબા તેમના પુત્ર વિક્રમસિંહ તેમજ પુત્રી સાથે રહેતા હતા. સુરૂભા જોબ વર્કનું કામ કરતો હતો. સુરૂભાને તેની પત્નીનું અફેર હોવાની આશંકા ગયી હતી. તે માટે અવાર નવાર બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. થોડા દિવસ અગાઉ આ જ વાતને લઈને ઝઘડો થયો હતો અને સુરૂભાએ રોષે ભરાઈને પત્નીને (Husband Killed Wife In Surat) તલવાર મારી હતી. જેથી આ મામલે પોલીસ ફરિયાદ થતા તે જેલમાં ગયો હતો અને 15 દિવસ (Dindoli Police Murder Case) બાદ જમીન મુક્ત થયો હતો.

આ પણ વાંચો : એક તરફી 'લવ' બાદ મળ્યું 'મોત' !

પુત્રએ પોલીસને જાણ કરી - દરમિયાન ગત રોજ તે ઘરે આવ્યો હતો અને ઘરે આવીને પહેલા સુવાનું નાટક કર્યું હતું. ત્યારબાદ ઉઠીને પુત્ર અને દીકરીને મારી ભૂલ થઇ ગયી છે હવે ઝઘડો નહિ કરું તેમ જણાવ્યું હતું. બાદમાં દીકરાને નાસ્તો લેવા મોકલ્યો હતો. આ દરમિયાન પુત્રી બાથરૂમ ગયી હતી. તે વેળાએ સુરૂભાએ રૂમ બંધ કરી તેની પત્નીને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. પુત્ર નાસ્તો લઈને પરત ફરતા માતા લોહી લુહાણ હાલતમાં (Dindoli Murder Case) જોવા મળી હતી અને પિતા રૂમ માંથી ભાગી ગયા હતા. આ મામલે પુત્રએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે આવી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં હત્યારા પતિને ઝડપી પાડ્યો હતો.

તું તારી મમ્મીને મારી નાખ હું તારા જામીન કરાવી દઈશ - સુરૂભા પત્ની સાથે અફેરને લઈને ઝઘડો કરતો હતો તે વેળાએ સંતાનો તેમને ઝઘડો નહી કરવા સમજાવતા હતા. ત્યારે સંતાનોને પણ ગાળો આપતો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં થોડા દિવસ અગાઉ સમાજમાં આપણી બદનામી થશે તું તારી મમ્મીને મારી નાખ હું તારા જામીન કરાવી દઈશ તેવું પુત્રને પણ કહ્યું હતું. જો કે પુત્રએ હું આવું નહીં કરું વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવા કહ્યું હતું.

આ પણ વાંચો : બિહારમાં પતિ-પત્ની અને પુત્રીની હત્યાની અનોખી કહાની વિશે જાણો...

ઓડિયો કલીપ મૂકી બદનામી - સુરભા પત્ની પર હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. ત્યારે સોસાયટીના વ્હોટ્સએપ ગ્રુપમાં અલગ અલગ ઓડિયો કલીપ મૂકી બદનામી થઈ છે. તેમ કહી પરિવારને ઘર ખાલી કરી ચાલ્યા જવા કહ્યું હતું. છેલ્લા પંદર દિવસથી સુરભા પત્નીને સંબોધીને પુત્ર અને પુત્રીને ગાળો બોલતી ઓડિયો કલીપ પુત્રને વ્હોટ્સએપ પર મોકલતો હતો. ગતરોજ પણ સુરભાએ પુત્રને એક વિડીયો વોટ્સએપ કર્યો હતો. જેમાં તે પત્નીને કોઈ ભાવુભા સાથે વાતચીત થતી હતી વગેરે કબૂલ કરાવતા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.