સુરત સુરતમાં 75 આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav) અંતર્ગત અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના (Bharatiya Terapanth Youth Council) 58મા સ્થાપના દિવસ પર એટલે કે આગામી 17 સપ્ટેમ્બર 2022ના રોજ વર્લ્ડ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું (World Mega Blood Donation Drive) આયોજન કરવામાં આવશે. આ દિવસે 2000થી વધુ રક્તદાન શિબિરો (Blood Donation Camp) દ્વારા 1,50,000થી વધુ યુનિટ રક્તનું દાન કરવામાં આવશે. 8 રાજ્યો સહિત 40 દેશોમાં વલ્ડ મેગા બ્લડ ડોનેશન (World Mega Blood Donation) ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે.
ભારતીય રેલ મંત્રાલયનો પણ વિશેષ સહયોગ ભારતના 28 રાજ્યો સહિત 40 દેશોમાં વલ્ડ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. ભારતમાં 400 શહેરોમાં વર્લ્ડ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન માટે અમને ભારત સરકારનો પણ સહયોગ મળ્યો છે. ભારતીય રેલ મંત્રાલયનો (Indian Ministry of Railways) પણ વિશેષ સહયોગ મળી રહ્યો છે. દેશના તમામ રેલવે સ્ટેશનો પર એક ખાસ વીડિયો અને ઓડિયો પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.
વોહરા સમાજનો મોટો સહયોગ દેશભરના ઘણા ધાર્મિક નેતાઓ, ઘણી સંસ્થાઓ, ઘણા બોલિવૂડ કલાકારો, ઘણા રાજકારણીઓ, પરિચિત ખેલાડીઓ અને ઘણા માનનીય મહાનુભાવોએ તેને સમર્થન આપ્યું છે. સુરતમાં 60 જેટલા વલ્ડ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં વોહરા સમાજનો પણ આ આયોજનમાં ખૂબ જ સહયોગ (Vohra Community Support Blood Donation Drive ) મળ્યો છે. તેઓ પણ પોતાનો કેમ્પ લાગવા જઈ રહ્યા છે.તો આ એક દેશ માટે એકતાનું પ્રતીક છે.
નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ 17 સપ્ટેમ્બર 2022ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ (PM Narendra Modi Birthday ) પણ છે. આજ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ પણ છે. આ રક્તદાનના મહા મહોત્સવમાં ભારત સરકાર ખાસ જોડાઈ છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિશેષ આદેશો બહાર પાડવામાં આવ્યા છે. તેનું આયોજન રક્તદાન અમૃત મહોત્સવ તરીકે કરવામાં આવી રહ્યું છે.
કુલ 2000 હજાર જેટલા કેમ્પનું આયોજન આપણા દેશમાં 400 શહેરમાં કુલ 2000 હજાર જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં અમને આ આયોજન માટે અમને ભારત સરકારનો પણ સહયોગ મળ્યો છે. આ આયોજનમાં 1 હજારથી વધુ શહેરોમાં કરવામાં આવશે. આ આયોજનમાં 25 હજારથી વધુ ડોક્ટરો હાજર રહેશે. આ આયોજનમાં 1 હજાર વધુ NGOS રહેશે.આ આયોજનમાં 1 લાખથી વધુ વોલિયન્ટર રહેશે.
ટાર્ગેટ 2 લાખ યુનિટ એકત્ર કરવાનો વધુમાં જણાવ્યું કે, લોહીનો બીજો કોઈ વિકલ્પ નથી. આજ સુધી જ્યારે પણ માનવ શરીરને લોહીની જરૂરિયાત (Human body blood Requirement) ઊભી થઈ છે, ત્યારે તેના માટે હજુ સુધી કોઈ ફેક્ટરી બનાવવામાં આવી નથી. કોઈપણ સ્વસ્થ વ્યક્તિ 18થી 65 વર્ષની ઉંમર સુધી દર 3 મહિનામાં એકવાર સ્વેચ્છાએ રક્તદાન કરી શકે છે.અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 2014માં 286 સ્થળોએ 682 રક્તદાન શિબિરો દ્વારા 100212 યુનિટ એકત્ર કરીને ગિનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડની (Guinness World Records) સ્થાપના કરવામાં આવી હતી.આ વખતે અમારો ટાર્ગેટ 2 લાખ યુનિટ એકત્ર કરવાનું છે. આ એક સમાજ કલ્યાણ નું જ કાર્ય છે.