સુરતઃ સરસાણા ખાતે ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર (Sarsana International Exhibition Convention Center) ખાતે આજથી (29 એપ્રિલ) 1 મે ત્રણ દિવસ સુધી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું આયોજન (Global Patidar Business Summit 2022) કરવામાં આવ્યું છે. આ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ માધ્યમથી કરશે. જ્યારે આ ઈન્ટરનેશનલ એક્ઝિબિશનમાં 5 લાખથી વધુ વિઝિટર્સ ભાગ લેશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાનો રહેશે ઉપસ્થિત - સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર (Sarsana International Exhibition Convention Center) ખાતે 29 એપ્રિલથી 1 મે સુધી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. અહીં જે પ્રથમ દિવસે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો- Global AYUSH and Investment Summit 2022 : સમિટમાં મળ્યાં સારા સમાચાર, જૂઓ કેટલા હજાર કરોડનું રોકાણ થશે
આ સમિટનો હેતુ - આ બાબતે સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે, સુરત એ ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક કેપિટલ તરીકે સુવિખ્યાત છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્થળાંતર થઈને આવેલા પાટીદારોએ સખત પરિશ્રમ અને સાહસિકતાના ગુણોથી ડાયમંડ, ટેક્સટાઈલ્સ, રિઅલ એસ્ટેટ તેમ જ વિવિધ વ્યવસાયોમાં પ્રગતિ કરી છે. ત્યારે મિશન 2026 હેઠળ (Sardardham Mission 2026) રાજ્યમાં સર્વે ક્ષેત્રમાં ઉદ્યોગ-વેપારનો વિકાસ થાય, નવા ઉદ્યોગ સાહસિકો મળે અને તેના દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીની તકો પેદા થાય. સાથે સાથે યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ છે.
સમિટમાં હશે 950 સ્ટોલ - આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટરમાં (Sarsana International Exhibition Convention Center) 30,000 હજાર ચો.મી વિસ્તારમાં 950 સ્ટોલ રહેશે. યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ છે.
આ પણ વાંચો- Global Ayush Summit 2022: આયુષ કાર્યક્રમમાં ખુરશીઓ ખૂટી, પતિ-પત્ની એક જ ખુરશીમાં બેઠેલાં જોવા મળ્યાં
આ પહેલા ક્યાં યોજાઈ હતી સમિટ - સરદારધામ દ્વારા મિશન 2026 (Sardardham Mission 2026) અંતર્ગત રાજ્ય સરકારના વાઈબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર 2 વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (Global Patidar Business Summit 2022) યોજવામાં આવે છે. વર્ષ 2018માં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અને વર્ષ 2020માં ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવી હતી. તેની ભવ્ય સફળતા બાદ સુરતના સારસાણા ખાતે પણ સમિટ યોજાશે.