ETV Bharat / city

PM મોદી સુરતના આ વિસ્તારમાં જનસભા ગજવી રમશે માસ્ટ્રર સ્ટ્રોક - sangita patil mla surat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે સુરત પ્રવાસે (PM Modi Surat Visit) આવી રહ્યા છે. અહીં તેઓ મહાનગરપાલિકા (Surat Municipal Corporation) અને જિલ્લાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ તેઓ અહીં 2 કિલોમીટર લાંબો રોડ શૉ (narendra modi road show) પણ કરશે. વડાપ્રધાનની આ સુરત મુલાકાત રાજકીય દ્રષ્ટિકોણથી (gujarat political news) ખૂબ જ મહત્વ ધરાવે છે.

PM મોદી સુરતના આ વિસ્તારમાં જનસભા ગજવી રમશે માસ્ટ્રર સ્ટ્રોક

author img

By

Published : Sep 27, 2022, 11:49 AM IST

સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં જિલ્લાના અને કેન્દ્ર સરકારના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડાપ્રધાન અહીં 2 કિલોમીટર લાંબો રોડ શૉ પણ કરશે. ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) માત્ર 2 મહિના જ બાકી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતની મુલાકાત રાજકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.

PM મોદી લિંબાયત બેઠક પર કરશે રોડ શૉ સુરતની 12 બેઠકોમાંથી માત્ર લિંબાયત બેઠકમાં (limbayat assembly constituency) તેઓ રોડ શૉ કરવા જઈ રહ્યા છે અને આ બેઠક પર આશરે 1,00,000થી વધુ મુસ્લિમ અને મરાઠી સમાજના મતદાતાઓ છે, જે હંમેશા આ બેઠક પર નિર્ણાયક સાબિત થાય છે.

વિકાસકાર્યોનું PMના હસ્તે ઉદ્ઘાટન

વિકાસકાર્યોનું PMના હસ્તે ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 સપ્ટેમ્બરે લિંબાયત વિધાનસભામાં જંગી જનસભાને (PM Modi Public Meeting in Surat) સંબોધશે. આ પહેલા તેઓ રોડ શૉ કરશે, જેમાં અંદાજિત 25,000થી વધુ લોકો સ્વાગત પણ કરશે. વડાપ્રધાન અહીં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. ચૂંટણી (Gujarat Assembly Elections 2022) પહેલાં આ મૂલાકાત ખૂબ જ મહત્વ ધરાવે છે, જેને લઈને તંત્ર દ્વારા રોડરસ્તા સહિતની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તેઓ સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાના તેમજ કેન્દ્ર સરકારના અનેકવિધ પ્રકલ્પોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરશે.

રાજકીય રીતે મહત્વનો આ અંગેનો મુખ્ય કાર્યક્રમ લિંબાયત નિલગિરિ ગ્રાઉન્ડ પર (nilgiri ground surat) યોજાઈ રહ્યો છે. જ્યારે મહર્ષી આસ્તિક સ્કૂલ પાસે હેલિપેડ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુરત પ્રવાસ રાજકીય રીતે પણ મહત્વનો બની રહેશે. તેમના રૂટના રસ્તાઓની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ગોડાદરા મહર્ષી આસ્તિક સ્કૂલ પાસેહેલિપેડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ હેલિપેડથી લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શો (narendra modi road show) માટેની તૈયારીના ભાગરૂપે રોડ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

2 લાખથી વધુ લોકો PM મોદીને સાંભળવા આવશે સ્થાનિક ધારાસભ્ય સંગીતા પાટીલને (sangita patil mla surat) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi Surat Visit) રેલી માટે દરેક સમાજના આગેવાનો અને મહિલા મંડળો સંપર્ક કરી રહ્યા છે. જનસભાની વાત કરવામાં આવે તો અહીં 2 લાખથી વધુ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે આવશે. હજારોની સંખ્યામાં મહિલાઓ એક જેવી સાડીઓ પહેરીને સ્વાગત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જંગી જનસભા અને સંબોધિત કરશે સુરતની 12 બેઠકો પર ભાજપે વર્ષ 2017ની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. પાટીદાર ફેક્ટરની વાત કરવામાં આવે તો, સુરતમાં વરાછા, કતારગામ, કરંજ અને કામરેજ ખૂબ જ મહત્વ ધરાવે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા (PM Modi Public Meeting in Surat) અને રોડ શૉ (narendra modi road show) માટે લિંબાયત વિધાનસભા બેઠકને પસંદ કરી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શા માટે લિંબાયત વિધાનસભા મતવિસ્તારમાં જંગી જનસભા અને સંબોધિત (PM Modi Public Meeting in Surat) કરશે.

PM રશે માસ્ટર સ્ટ્રોક આ તમામને પ્રશ્ન છે, પરંતુ રાજકીય પંડિતો માની રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠક પરથી માસ્ટર સ્ટ્રોક રમે છે, જેની અસર માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ થશે. એટલું જ નહીં આ વિધાનસભા સુરત લોકસભા અને નવસારી લોકસભા બંનેમાં આવે છે. અને નવસારી લોકસભા બેઠક પરથી સાંસદ સી આર પાટીલ છે અને જે હાલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022) બાદ મતગણતરી થાય છે. ત્યારે આ બેઠકમાં શરૂના કેટલાક રાઉન્ડમા ભાજપ પાછળ હોય છે આ રાઉન્ડમાં આવા વિસ્તારનો સમાવેશ થાય છે કે જ્યાં મુસ્લિમ સમાજના લોકો વધારે રહે છે.

મુસ્લિમ મતદારો મહત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવે છે રાજકીય વિશ્લેષક નરેશ વરિયાએ જણાવ્યું હતું કે, લિંબાયત વિધાનસભા બેઠકની (limbayat assembly constituency) વાત કરીએ તો, આ બેઠક પર મરાઠી લોકોનુ વધુ પ્રભુત્વ જોવા મળે છે. આ ઉપરાંત મુસ્લિમો, ગુજરાતી, ઉત્તર ભારતીયો વગેરે પણ આ વિસ્તારમાં બહુમતી ધરાવે છે. તો મરાઠી સમાજના મતોના વિભાજન બાદ આ વિસ્તારમાં મુસ્લિમ મતદારો મહત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

2 બેઠક પર મુસ્લિમ મતદાતાઓની સંખ્યા વધુ સુરતમાં 12 બેઠકો પૈકી 2 બેઠકો એવી છે, જ્યાં મુસ્લિમ મતદાતાઓની સંખ્યા વધારે છે. જેમાંથી એક લિંબાયત અને બીજી સુરત પૂર્વ બેઠક છે. હાલમાં આજે દક્ષિણ ભારતની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુમતી સમાજને મુખ્ય ધારામાં લાવવા માટેની વાત કરી હતી. બીજી તરફ સુરત લિંબાયત બેઠકમાં (limbayat assembly constituency) દરેક રાજ્યના લોકો રહે છે. આમાં ઉત્તર ભારતથી લઈ દક્ષિણ ભારત તેમજ પશ્ચિમ ભારતના રાજ્યોના લોકોનું સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો આ વિધાનસભા બેઠક પર જનસભા અને રોડ શો કરશે તો તમામ રાજ્યના લોકોને તેઓ પ્રભાવિત કરી શકશે.

આમ આદમી પાર્ટી માથાનો દુખાવો બની શકે છે અન્ય રાજકીય વિશ્લેષક મનોજ કુમારે જણાવ્યું હતું કે, આ બેઠક (limbayat assembly constituency) પર મરાઠી અને મુસ્લિમોના મત વધુ માત્રામાં જોવા મળે છે. મરાઠી સમાજના મતોનુ અહીં વિશેષ મહત્વ છે. આ વિસ્તારમાં વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને શિવસેના ત્રણેયના ઉમેદવારો મરાઠી સમાજના હતા, જેના કારણે અહીં મરાઠી મતોનુ વિભાજન થયું હતું. પરંતુ આ વખતે ભાજપ માટે માત્ર કોંગ્રેસ કે શિવસેના નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ માથાનો દુખાવો બની શકે છે.

કાર્યકરો ઉઠાવી રહ્યા છે પ્રશ્નો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આમ આદમી પાર્ટીએ સુરતમાં (Aam Aadmi Party Surat) 27 બેઠક સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મેળવી હતી. અને હાલ સ્થાનિક ધારાસભ્ય સંગીતા પાટીલ (sangita patil mla surat) સામે કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વધુ આક્રમક થઈ પ્રજાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.આ બેઠક પર એનસીપી સિવાય તમામ પક્ષોએ મરાઠી ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા.

લિંબાયત વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણો આંકડાકીય રીતે જોઈએ તો, લિંબાયત બેઠક પર આશરે મરાઠી- 1,21,000, મુસ્લિમ- 1,01,241, ગુજરાતી 38,980, ઉત્તર ભારતીયો 30,795, રાજસ્થાની 22,282, તેલુગુ 17,220, આંધ્રપ્રદેશ 1,010ની સંખ્યામાં જોવા મળે છે. સાથે ઓરિસ્સાના 24,580 જેટલા લોકો વસે છે.

મુસ્લિમ અને મરાઠી સમાજના લોકોને નિર્ણાયક હોય છે આ બેઠક પર મરાઠી અને મુસ્લિમોના મત વધુ માત્રામાં જોવા મળે છે. મરાઠી સમાજના મતોનુ અહીં વિશેષ મહત્વ છે. આ વિસ્તારમાં વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને શિવસેના ત્રણેયના ઉમેદવારો મરાઠી સમાજના હતા. આના કારણે અહીં મરાઠી મતોનુ વિભાજન થયું હતું. મરાઠી સમાજના મતોના વિભાજન બાદ આ વિસ્તારમાં મુસ્લિમ મતદારો મહત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

વર્ષ 2012 અને 2017 વિધાનસભા ચૂંટણી પરિણામ છેલ્લા 2 ટર્મથી અહીં સંગીતા પાટીલ ધારાસભ્ય છે વર્ષ 2012 વિધાનસભા ચૂંટણીની (sangita patil mla surat) વાત કરીએ તો, ધારાસભ્ય સંગીતા પાટીલને 79,744 મતો મળ્યા હતા જ્યારે કૉંગ્રેસના સુરેશ સોનાવણેને 49,423 મતો મળ્યા હતા. વર્ષ 2017ની વાત કરીએ તો, સંગીતા પાટીલને 93,585 આતો મળ્યા હતા તેમની સામે કોંગ્રેસના ડોક્ટર રવિન્દ્ર પાટીલને 61,634 મતો મળ્યા હતા. વર્ષ 2017માં લિંબાયત વિધાનસભામાં મતદાતાઓની સંખ્યા 2,59,916 હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.