ETV Bharat / city

ઘરની બહાર જ 15 ફૂટ જેટલો ઉંડો પડ્યો ભૂવો, અને થયું એવું કે લોકો જોતા જ રહી ગયા... - સુરતમાં 5 ફૂટ જેટલો ભૂવો પડ્યો

સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેથી રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ રોડમાં ભૂવા પડવાની (Pit Fell On Road In Surat) ઘટનાઓ સામે આવી રહી છે.

સુરતમાં ઘરની બહાર જ  15 ફૂટ જેટલો ઉંડો પડ્યો ભૂવો

author img

By

Published : Jul 5, 2022, 5:15 PM IST

સુરત: વરસાદના કારણે રોડમાં ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અડાજણ એલપી સવાણી રોડ પર વધુ એક ઘટના બની હતી.સુરતમાં ઘરની બહાર જ રોડમાં 15 ફૂટ જેટલો ઉંડો ભૂવો પડ્યો (Pit Fell On Road In Surat) હતો. જેને લઈને રહીશોને હાલાકી ભોગવવી પડી હતી.

આ પણ વાંચો: વડોદરાના વાઘોડિયા રોડ પર 15 ફૂટ પહોંળો-5 ફૂટ ઊંડો ભૂવો પડ્યો, લોકોમાં રોષ

સુરતમાં ભુવા પડવાની ઘટનાઓ સામે આવી : હજુ તો ચોમાસાની શરુઆત થઇ છે, ત્યાં સુરતમાં ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. કતારગામ બાદ અડાજણમાં વધુ એક ઘટના સામે આવી છે. અડાજણ સ્થિત ભક્તિ સાગર સોસાયટીમાં ઘરની બહાર જ રોડમાં મસમોટો ભૂવો પડ્યો હતો. જેને લઈને અહી ઘરની આગળ બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે. ઘરની આગળ જ રોડ પર ભૂવો પડતા રહેવાસીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

સુરતમાં ઘરની બહાર જ 15 ફૂટ જેટલો ઉંડો પડ્યો ભૂવો

અનેક વિસ્તારોમાંથી ભુવા પડ્યા : સદનસીબે આ ઘટનાને લઈને કોઈ જાનહાની થવા પામી ના હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં હજુ તો ચોમાસાનું આગમન થયું છે ત્યાં જ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારોમાંથી ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે

આ પણ વાંચો: ભૂવો પડ્યો ભૂલો, ચોમાસાની જગ્યાએ શિયાળામાં રોડમાં પડ્યો મોટો ખાડો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.