ETV Bharat / city

AAPના કાર્યાલયની એક તસવીરના કારણે કોણે માફી માંગી, જાણો કોણ છે આ વ્યક્તિ

સુરત શહેરમાં આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યાલયમાં એક વ્યક્તિની તસવીરના કારણે રાજકારણ ગરમાયું છે. એક દિવસ પહેલા ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે પોતાના ફેસબુક એકાઉન્ટ (Facebook account)પર આમ આદમી પાર્ટી (AAP)ના ગોપીપુરા કાર્યાલયમાં એક વ્યક્તિ નશામાં સૂતો હોવાનો ફોટો વાયરલ કર્યો હતો.

ઓફિસનો ફોટો વાયરલ
ઓફિસનો ફોટો વાયરલ
author img

By

Published : Jul 1, 2021, 12:06 PM IST

  • આપ કાર્યાલયમાં એક વ્યક્તિની તસવીરના કારણે સુરત શહેરમાં રાજકારણ ગરમાયું
  • ભાજપ કોર્પોરેટરે આપના કાર્યાલયમાં એક વ્યક્તિ નશામાં સૂતો હોવાનો ફોટો વાયરલ કર્યો હતો
  • ભાજપનો જ કાર્યકર છે : આપ

સુરત : આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યાલયમાં એક વ્યક્તિની તસવીરના કારણે સુરત શહેરમાં રાજકારણ ગરમાયું છે. એક દિવસ પહેલા ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે (BJP corporator Vrajesh Unadkat)પોતાના ફેસબુક એકાઉન્ટ પર આમ આદમી પાર્ટીના ગોપીપુરા કાર્યાલયમાં એક વ્યક્તિ નશામાં સૂતો હોવાનો ફોટો વાયરલ કર્યો હતો. આ તસવીરને લઇ ભાજપ અને આમ આદમી પાર્ટી સામે સામે આવી ગઈ છે. એક બાજુ આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે, આ કાર્યકર આપનો નથી જે વ્યક્તિ છે તે ભાજપ કાર્યકર છે તો બીજી બાજુ ભાજપના કોર્પોરેટરે જણાવ્યું છે કે, દારૂ પીધેલો હાલતમાં અમારો સક્રિય કાર્યકર્તા નથી પણ ફોટા અમારા કાર્યકર દ્વારા પાડવામાં આવ્યા છે.

ઓફિસનો ફોટો વાયરલ
ઓફિસનો ફોટો વાયરલ

તસ્વીર ભાજપના જ સક્રિય કાર્યકર્તા પ્રશાંત બોરાટે લીધી

સુરત ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે (Vrajesh Unadkat)પોતાના ફેસબુક એકાઉન્ટ પર આપના કાર્યકરની નશાની હાલતમાં પોસ્ટ મૂકી હતી, ત્યાર બાદ આમ આદમી પાર્ટી પણ હરકતમાં આવી છે. આ અંગે આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું છે કે, જે વ્યક્તિની તસવીર વાયરલ કરવામાં આવી છે, તે આપનો નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે. સડયંત્ર બનાવીને અને આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે ભાજપ દ્વારા આ કૃત્ય કરાયું છે. જે વ્યક્તિએ તસવીર લીધી છે તેને માફી પત્ર પણ લખીને આપ્યું છે.અમે જ્યારે તપાસ કરી ત્યારે જણાવમાં મળ્યું કે, કાર્યાલયમાં સૂતેલા વ્યક્તિનું નામ હિમાંશુ અરવિંદ મહેતા છે જે, ભાજપનો કાર્યકર છે. એમના ભાઈ પણ બુથ પ્રમુખ છે. તસ્વીર ભાજપના જ સક્રિય કાર્યકર્તા પ્રશાંત બોરાટે લીધી હતી, અને તે બાદ તેમણે માફી પત્ર પણ આપ્યું છે.

આ પણ વાંચો : રાજીનામું પાછુ ખેંચવા માટે માંગરોળમાં મહિલા શિક્ષિકા પાસે માંગવામાં આવ્યા 4 લાખ

અમે મજાકમાં જ ફોટો પાડ્યો હતો : પ્રશાંત બારોટ

તસ્વીર લેનાર અને માફી પત્ર લખી આપનાર પ્રશાંત બારોટે જણાવ્યું હતું કે, હિમાંશુ અરવિંદ મહેતા અને અમે બધા મિત્રો જ છીએ તે હાલ ભારતીય જનતા પાર્ટીમાં નથી પરંતુ અમે મજાકમાં માટે આ ફોટો પાડ્યો હતો. જોકે સાથે રહેવાનું છે એટલે મે માફી પત્ર પણ લખીને આપ્યું છે. તેમણે વધુમાં તહ્યું કે, અમારો ઉદ્દેશ્ય કોઈની ભાવનાઓને આહત કરવાનું નહોતું. તસ્વીરને પોતાના FB એકાઉન્ટ પર મુકનાર ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું, જે વ્યક્તિ તસ્વીરમાં જોવા મળે છે, એ ભાઈ ભાજપના સક્રિય કાર્યકર્તા નથી તેઓ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદથી જ આમ આદમી પાર્ટીના કાર્યાલય પર જાય છે. આ ગોપીપુરા સ્થિત કાર્યાલયની તસ્વીર છે તે ભાઈ આ રીતે સૂતા હતા અને ત્યારે તસ્વીર લેવામાં આવી હતી.

આ પણ વાંચો : CA Day 2021 : મળો સુરતના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને, જેમણે 31 હજારથી વધુ લોકોને વેક્સિનેટ કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.