ETV Bharat / city

ઓલપાડમાં કોરોનાની રસી લેવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા - કોરોનાની ગાઈડલાઈન

સુરતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. તો બીજી તરફ કોરોના રસીકરણમાં (Corona Vaccination) પણ વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઓલપાડમાં પણ કોરોનાની રસી (Corona Vaccine) અંગે લોકો જાગૃત થતા કોરોના રસીકરણ કેન્દ્ર (Corona Vaccination Centre) પર લાંબી લાઈન જોવા મળી રહી છે. જોકે, કોરોના રસી લેવા આવતા લોકો જાણે કોરોનાને ખૂલ્લું આમંત્રણ આપતા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.

ઓલપાડમાં કોરોનાની રસી લેવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા

author img

By

Published : Jul 21, 2021, 3:28 PM IST

  • સુરતના ઓલપાડમાં કોરોના રસીકરણ (Corona vaccination) માટે જોવા મળી લાંબી લાઈન
  • કોરોનાની રસી (Corona Vaccine) લેવા આવતા લોકોએ કોરોનાને ખૂલ્લું આમંત્રણ આપ્યું
  • સુરતમાં કોરોનાના કેસ (Corona Case) ઘટ્યા, સામે રસીકરણ (Corona vaccination)માં નોંધપાત્ર વધારો થયો

સુરતઃ જિલ્લાના ઓલપાડમાં કોરોનાની રસી (Corona vaccine) લેવા આવતા લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. લોકો કોરોનાની રસી (Corona vaccine) લેવા માટે સવારે 6 વાગ્યાથી જ લાંબી લાઈન જોવા મળી હતી. જોકે, કોરોનાની રસી (Corona vaccine) લેવા આવેલા લોકો જાણે કોરોનાને ખૂલ્લું આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ તમામ લોકોએ કોરોનાની ગાઈડલાઈનના (Corona Guideline) ધજાગરા ઉડાવ્યા હતા.

કોરોનાની રસી લેવા આવતા લોકોએ કોરોનાને ખૂલ્લું આમંત્રણ આપ્યું

આ પણ વાંચો- બનાસકાંઠામાં BSFના વધુ 32 જવાનો કોરોના સંક્રમિત થતા કુલ આંકડો 52 થયો, વેરિયન્ટની ચકાસણી માટે નમૂના મોકલાયા

રસીકરણ કેન્દ્ર પર જ સોશિયલ ડિસ્ટન્સ (Social Distance)ના ઉડ્યા ધજાગરા

એક તરફ કોરોનાના કેસ (Corona Case) ઘટી રહ્યા છે. બીજી તરફ કોરોનાની રસી (Corona vaccine) લેનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ઓલપાડના કોમ્યુનિટી સેન્ટર (Community Center of Olpad)ની બહાર સવારના 6 વાગ્યાથી જ લાંબી લાઈનો લાગી હતી. જોકે, કોરોનાની રસી (Corona vaccine) લેનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અહીં આવતા તમામ લોકોએ કોરોનાની ગાઈડલાઈનના જ ધજાગરા ઉડાવ્યા હતા.

આ પણ વાંચો- પોલો ફોરેસ્ટમાં પ્રવાસીઓ ઉમટ્યા, ત્રીજી લહેરની સંભાવના

રસી ખૂટી પડશે તેવા ડરથી લોકો વહેલી સવારથી આવ્યા રસીકરણ કેન્દ્ર પર

જિલ્લાના ઓલપાડમાં રસી લેવા લોકોએ લાંબી લાઈનો લગાવી હતી. કોરોનાની રસી ખૂટી જશે તેવા ડરથી વહેલી સવારે 6 વાગ્યાથી જ લોકો ઝરમર વરસાદ વચ્ચે લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. જોકે રસી લેવાના ઉત્સાહ લોકો જાતે જ કોરાનાને ખૂલ્લું આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. રસી લેવા ઉભેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જાળવ્યું નહતું અને ઘણા લોકો માસ્ક વગર જ દેખાયા હતા. માત્ર ઓલપાડ જ નહીં સમગ્ર જિલ્લામાં રસીકરણ કેન્દ્રો પર આ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.