- સુરતમાં ફરી એક વખત નોટ બંધી જેવો દ્રશ્ય
- વેક્સિનની અછત વચ્ચે લોકો મોટી લાઈનમાં ઊભા રહેવા મજબૂર
- શ્રમિકો ચંપલ મૂકી પોતાના નંબર લગાવવાની રાહ જોતા હતા
સુરત: શહેરથી જે તસવીર સામે આવી છે તેને જોઈને લાગશે કે ફરી એક વખત નોટબંધી જેવા દ્રશ્ય સર્જાયા છે. સુરતમાં વેક્સિનની અછત (lack of vaccine) વચ્ચે લોકો મોટી લાઈનમાં ઊભા રહેવા મજબૂર થયા છે. સવારથી કલાકો સુધી ઉભા રહેલા લોકો હવે લાઈનમાં ઉભા રહેવાની જગ્યાએ પોતાના ચંપલ મૂક્યા છે. નોટબંધી વખતે પણ અનાજ લેવા માટે અને પોતાના વતન જવા માટે આવી જ રીતે શ્રમિકો ચપ્પલ મૂકી પોતાના નંબર લગાવવાની રાહ જોતા હતા.
માત્ર 170 જેટલા સેન્ટરો પર લોકોને વેકસિન અપાઈ છે
સૂરતના સાયન્સ સેન્ટર નજીક વેક્સિનેશન સેન્ટર બહાર જે દ્રશ્યો જોવા મળ્યા છે તે જોઈ લોકોને નોટબંધીની યાદ આવી જાય. હાલ સુરતમાં 300થી વધારે વેક્સિનેશન સેન્ટર હોવા છતાં વેક્સિનની અછતના કારણે માત્ર 170 જેટલા સેન્ટરો પર લોકોને વેકસિન આપવામાં અપાઈ છે. લોકો રાતથી જ લાઈનમાં ઊભા રહે છે, પરંતુ હાલ વરસાદના કારણે લાઈનમાં રહેવાની મુશ્કેલીઓ સર્જાઈ છે. જેના કારણે સુરતના વેક્સિનેશન સેન્ટરની બહાર લોકો પોતાની ચંપલ મૂકી વેક્સિન આવવાની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: Vaccination Update: 3 દિવસ વેક્સિન પ્રક્રિયા રહી બંધ, 2,200 સેન્ટરો પર વેક્સિનેશન ફરી શરૂ થાય તેવી શક્યતા
ચપ્પલ નહીં મૂકીએ તો નંબર આવશે નહીં
વેક્સિન લગાવવા આવેલા રમેશભાઇએ જણાવ્યું હતું કે, સવારે 6:00 કે અમે અહીંયા આવ્યા છીએ. લોકોને ટોકન આપવામાં આવે છે. એમાં પણ વરસાદ પડતા અનેક લોકો ચંપલ મૂકીને સાઈડમાં જતા હોય છે. કારણ કે, જો તેઓ વરસાદમાં ત્યાં ઊભા રહે તો તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને બીજી બાજુ ચંપલ નહીં મૂકે તો તેમનો નંબર આવશે કે નહીં. આ જ કારણ છે કે અમે અહીંયા ચપ્પલ મૂકીને સાઈડમાં ઊભા થઈ જતા હોઇએ છીએ.
આ પણ વાંચો: સુરતમાં વેક્સિનેશન માટે આખી રાત મચ્છરોના ત્રાસમાં લાઈનમાં ઉભા રહે છે લોકો