- મનાપ કમિશનરની લોકોને અપીલ
- શરીરમાં વિટામિન C અને D રહે તે માટે ડૉક્ટરની સલાહ લેવી
- એક માસ્ક મોઢા પર પહેરવું, બીજુ માસ્ક ઇમ્યુનિટી માટે છે
સુરતઃ હાલ રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે અને દિન પ્રતિદિન કોરોના વાઇરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેને અનુંસંધાને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, હાલ જે પરિસ્થિતિ છે તેના કારણે લોકો ટુ માસ્ક પોલીસી અપનાવે. પ્રથમ માસ્ક મોઢા ઉપર વ્યવસ્થિત રીતે પહેરીએ અને બીજુ માસ્ક ઇમ્યુનિટી માટે છે. શરીરમાં વિટામિન C અને વિટામિન Dનું પ્રમાણ રહે તે માટે ડૉકટરોની સલાહ લઈ આ વિટામિન લેવું જરૂરી છે. પહેલા ટેસ્ટિંગ કરવામાં આવે તો તરત જ સારવાર મેળવી શકાય છે.
આ પણ વાંચોઃ સુરતમાં રેપિડ ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ લોકો કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે
લોકો ઘરમાં કુટુંબ સાથે આ તહેવાર ઉજવે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 12મી એપ્રિલના રોજ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જે પ્રમાણે લગ્ન સમારોહ ખુલ્લામાં હોય કે અથવા કોઈ હોલમાં હોય તેમાં 50થી વધુ વ્યક્તિઓ એકત્ર ના થાય, અંતિમ વિધિમાં પણ લોકો 50થી વધુ એકત્ર ન થાય, લોકો આ બાબતે અમલ કરે.
લોકો કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવા લોકોને અપિલ
જાહેરમાં રાજકીય ધાર્મિક, જન્મદિન જેવા તમામ કાર્યક્રમો ન થાય આ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. એપ્રિલ અને મે મહિનામાં આવનારા તહેવારોને લોકો જાહેરમાં ઉજવી શકશે નહીં. લોકો ઘરમાં કુટુંબ સાથે આ તહેવાર ઉજવે તેવી અપીલ કરવામાં આવી છે. સુરતના ઇસ્ટ ઝોન બી, કતારગામ ઝોન, રાંદેર ઝોન અને અને સેન્ટ્રલ ઝોનમાં રહેતા લોકોને વિનંતી છે કે લોકો કોવિડની ગાઇડલાઇનનું પાલન કરે.
આ પણ વાંચોઃ સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ કોરોના સંક્રમિત વિસ્તારોની મુલાકાત લીધી