- સરદાર ફાર્મમાં આઈસોલેશન સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે
- ભવ્ય પટેલે સૌ પ્રથમ અહી માતાજીની આરતી કરી હતી
- દર્દીઓ તેઓનું દર્દ ભૂલીને મનમુકીને ગરબે પણ ઘૂમ્યા હતા
સુરતઃ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને હોસ્પિટલમાં બેડની અછત સર્જાતા વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં આઈસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ દરમિયાન સુરતના યોગીચોકમાં આવેલા સરદાર ફાર્મમાં પણ આઈસોલેશન સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જ્યાં હાલ કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
આ પણ વાંચોઃ દમણના કોવિડ વોર્ડમાં મ્યુઝિક થેરાપી દ્વારા કરવામાં આવે છે કોરોનાનો ઈલાજ
તબલા અને બેન્ડ સાથે ભજન અને ગીતો પર દર્દીઓને ઝુમાવ્યા હતા
આ દર્દીઓ માનસિક તણાવમાંથી મુક્ત થાય તે માટે વિવિધ એક્ટીવી કરાવવામાં આવી રહી છે. તે દરમિયાન સુરતના અડાજણમાં રહેતો 13 વર્ષીય નન્હે ઉસ્તાદ ભવ્ય પટેલ અહીં આવી પહોંચ્યો હતો. ભવ્ય પટેલ 13 વર્ષની ઉમરમાં સારો એવો મ્યુઝિશિયન છે. તે પીપીઈ કીટ પહેરીને અહી આવ્યો હતો અને તેણે દર્દીઓને મ્યુઝિક થેરાપી આપી હતી. તેણે તબલા અને બેન્ડ સાથે ભજન અને ગીતો પર દર્દીઓને ઝુમાવ્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદના સંગીતકાર ગીતો ગાઈને કોરોનાના દર્દીઓને કરે છે પ્રોત્સાહિત
ભવ્યની આ મ્યુઝિક થેરાપીથી દર્દીઓમાં ઉર્જાનો સ્ત્રોત
નન્હે ઉસ્તાદનો ઉત્સાહ જોઈ દર્દીઓ પણ ખુશખુશાલ થઇ ગયા હતા. 13 વર્ષીય નન્હે ઉસ્તાદ ભવ્ય પટેલે સૌ પ્રથમ અહી માતાજીની આરતી કરી હતી અને બાદમાં તેણે તબલાના તાલથી દર્દીઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. ભવ્યની આ મ્યુઝિક થેરાપીથી દર્દીઓમાં ઉર્જાનો સ્ત્રોત ફેલાયો હતો. એટલું જ નહી ભવ્યના તાલે અહી દર્દીઓ તેઓનું દર્દ ભૂલીને મનમુકીને ગરબે પણ ઘૂમ્યા હતા.