ETV Bharat / city

સરકાર માત્ર આશ્વાસન ન આપે પરંતુ જે વાત કરવામાં આવે છે તેને કાર્યાન્વિત કરે : પાસ નેતા અલ્પેશ કથીરિયા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan ) સમયે થયેલા કેસ મામલે મોટું આશ્વાસન આપ્યું છે. ત્યારે સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા (PAAS Leadet Alpesh Kathiriya )દ્વારા સરકારને ખાસ નસીહત આપવામાં આવી છે.

સરકાર માત્ર આશ્વાસન ન આપે પરંતુ જે વાત કરવામાં આવે છે તેને કાર્યાન્વિત કરે : પાસ નેતા અલ્પેશ કથીરિયા
સરકાર માત્ર આશ્વાસન ન આપે પરંતુ જે વાત કરવામાં આવે છે તેને કાર્યાન્વિત કરે : પાસ નેતા અલ્પેશ કથીરિયા
author img

By

Published : Jul 20, 2022, 7:22 PM IST

સુરત : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan ) સમયે થયેલા 14 કેસ સિવાય અન્ય કેસો પરત લેવા માટે આશ્વાસન આપ્યું છે. આશ્વાસનને લઈ પાટીદાર અનામત આંદોલન સમિતિ (Patidar Anamat Andolan Samiti)ના કન્વીનર અલ્પેશ કથીરિયાએ (PAAS Leadet Alpesh Kathiriya )જણાવ્યું છે કે સરકાર (Gujarat Government ) માત્ર આશ્વાસન ન આપે પરંતુ જે વાત સરકાર દ્વારા કરવામાં આવે છે તેને કાર્યાન્વિત કરે.

મુખ્યપ્રધાને આપેલા આશ્વાસન બાબતે કથીરિયાની પ્રતિક્રિયા

પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યાં - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજે આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનની (International Patidar Federation) એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાટીદાર અગ્રણીઓ પણ હાજર રહ્યાં હતાં .સૌથી મહત્વની વાત છે કે આજે જે બેઠક યોજાઇ હતી તે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને(Gujarat Assembly Election 2022) ધ્યાને લઈને યોજવામાં આવી હતી.

આ પણ વાંચોઃ "અમારા પ્રશ્નો હલ નહીં થાય તો 2022ની ચૂંટણીમાં એની અસરો જોવા મળશે" PAAS કેમ આપી આવી પ્રતિક્રિયા

સરકારી નોકરી આપવા બાબતે ચર્ચા - બેઠકમાં ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan ) સમયે પાટીદારો પરના કેસો પરત ખેંચવા તેમજ આંદોલન સમયે મૃત્યુ પામનાર યુવાનોના પરિવારજનોને સરકારી નોકરી આપવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં 14 કેસ સિવાયના તમામ કેસો પાટીદારો પરથી પરત ખેંચવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું . ઉપરાંત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા પાટીદારોના પરિવારજનોને નોકરી આપવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ કોંગ્રેસ ઈચ્છે છે અલ્પેશ પક્ષમાં જોડાય અને પાસ ઈચ્છે છે કે તેઓ પાટીદારોના પ્રશ્નો રજૂ કરે

મૃતક પાટીદારોના પરિવારજનોને સરકારી નોકરી આપે - આ અંગે પાસના નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી રાજ્ય સરકાર આશ્વાસન આપે છે. પહેલા આ 14 કેસ (Patidar Anamat Andolan ) સિવાયના તમામ કેસો પરત ખેંચે.આ ઉપરાંત મૃતક પાટીદારોના પરિવારજનોને સરકારી નોકરી આપે.પાટીદાર સમાજ ખૂબ જ વિશાળ સંખ્યામાં ફેલાયેલો છે ત્યારે આવનારા સમયમાં જો કેસ પરત ખેંચવામાં નહીં આવે તો પાટીદારો તેનો જવાબ આપશે.આ ઉપરાંત જો સરકાર પાટીદારોની માગ સ્વીકારે છે તો પાટીદાર અગ્રણીઓ સાથે વાતચીત કરી કયા પ્રકારની રણનીતિ તૈયાર કરવી તે અંગે નિર્ણય લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.