ETV Bharat / city

Organic Farming In Surat : તાલીમ પરાણે લીધી પણ અમલમાં મૂકી તો હાથ લાગ્યો ખજાનો, 300 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યાં - પ્રાકૃતિક ખેતી

ગાય આધારિત ખેતીનો કન્સેપ્ટ (Cow Based Zero Budget Organic Farming ) સાંભળવામાં કેવો લાગે અને અમલ કરીએ ત્યારે કેવું પરિણામ મળે તેનો સુંદર નમૂનો સુરતના પલસાણામાંથી સામે આવ્યો છે. અંભેટીના કમલેશભાઈ પટેલને પ્રાકૃતિક ખેતીની (Organic Farming In Surat) જાણકારી પરાણે લેવી પડી હતી પણ જ્યારે અમલ (Surat Farmer got Advantages of organic farming) કર્યો તો એવા પરિણામો આવ્યાં કે વાત ન પૂછો. જાણો વિગતે વાત.

Organic Farming In Surat : તાલીમ પરાણે લીધી પણ અમલમાં મૂકી તો હાથ લાગ્યો ખજાનો, 300 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યાં

author img

By

Published : Aug 4, 2022, 5:26 PM IST

સુરત : જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતી વેગવંતી બની રહી છે. પલસાણા તાલુકાના અંભેટી ગામના ખેડૂત કમલેશભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી (Organic Farming In Surat) અપનાવી સ્વઅનુભવ થકી જિલ્લાના 300થી વધુ ખેડૂતોને ગાય આધારિત ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ( Cow Based Zero Budget Organic Farming )તરફ વાળ્યા (Surat Farmer got Advantages of organic farming) છે. આવનારા સમયમાં 1000થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો સંકલ્પ તેમણે કર્યો છે.

પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિર : રાજ્ય સરકાર તરફથી મધ્યપ્રદેશ તથા ડાંગના અનેક ગામોમાં માસ્ટર ટ્રેનર તરીકે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂકેલા કમલેશભાઈ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યને દેશભરમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે રોલ મોડલ બનાવવાના રાજ્ય સરકારના સપનાને વેગ આપવાનું કાર્ય કરી રહ્યો છું. કમલેશભાઈ વર્ષોથી શેરડી જેવા પરંપરાગત પાકોમાં રાસાયણિક ખેતી કરતા હતાં. રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના પણ ખેતી કરી શકાય છે, તેવી કલ્પના પણ તેમણે કરી ન હતી. વર્ષ 2015 સુધી ખેતીમાં સામાન્ય નફા કરતાં ઓછું કમાતા હોવાથી ખેતીને ખોટનો સોદો ગણતા હતાં. પરંતુ કહેવાય છે કે, સારા લોકોનો સંગાથ અથવા યોગ્ય જ્ઞાન વ્યક્તિની વિચારસરણીમાં મોટું પરિવર્તન (Surat Farmer got Advantages of organic farming) લાવી શકે છે. કમલેશભાઇ સાથે પણ આવું જ કંઇ બન્યું, તેમના મિત્ર જતિનભાઇ તેમને એકવાર પ્રાકૃતિક ખેતીના પ્રણેતા સુભાષ પાલેકરની તાલીમ શિબિરમાં લઈ ગયાં.

પ્રાકૃતિક ખેતીથી પાકની ગુણવત્તામાં મોટો સુધાર થાય છે

પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો માર્ગ : કમલેશભાઇ જણાવ્યું હતું છે કે, હું પ્રાકૃતિક ખેતીમાં બિલકુલ માનતો ન હતો, પરંતુ મારા મિત્ર જતિનભાઇએ ત્રણ દિવસીય પ્રાકૃતિક કૃષિની તાલીમ શિબિર માટે નાણાં ભરી દીધા હોવાથી શિબિરમાં ન છૂટકે જવું પડ્યું હતું. આ શિબિરમાં પ્રાકૃતિક ખેતીની (Organic Farming In Surat) અવનવી વાતો જાણવા મળતા મને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો માર્ગ મળ્યો. આ શિબિર પૂર્ણ કર્યા બાદ સુભાષ પાલેકરજીના શબ્દોની મારા પર જાદુઈ અસર થઈ. ચોથા દિવસે ગાય ખરીદીને પ્રાકૃતિક ખેતીના ( Cow Based Zero Budget Organic Farming ) શ્રીગણેશ કર્યા. શરૂઆતમાં લોકો મને અબૂધ માનતા હતા. જે દિવસે મારા ખેતરમાં શેરડીની (organic farming in sugarcane) લણણી થઈ તે દિવસે આખું ગામ પાક જોવા આવી પહોંચ્યું હતું. મેં અગાઉ ક્યારેય 35 ટનથી વધુ પાક લીધો ન હતો, ત્યારે એક વીઘા જમીનમાં 45 ટન શેરડી નીકળી તે જોઈને સૌને આશ્ચર્ય (Surat Farmer got Advantages of organic farming) થયું.

આ પણ વાંચોઃ Natural farming In Tapi : તાપી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને મેળવે છે મબલખ આવક

ખાતર બનાવીને આપો તો પ્રયત્ન કરીએ : વધુમાં તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતીને (Organic Farming In Surat) સ્વમર્યાદિત રાખવાને બદલે અન્ય ખેડૂતો સુધી પહોંચે તે માટેનો સંકલ્પ કર્યો. પરંતુ ગામના ખેડૂતો મને થયેલો લાભ જોઈને પણ સ્વીકારવા તૈયાર ન હતા. ઘણા ખેડૂતોએ કહ્યું કે, ખાતર બનાવીને આપો તો પ્રયત્ન કરીએ. એટલે એ પડકારને પણ સ્વીકાર્યો. શરૂઆતમાં એક ગાય અને વાછરડી લાવીને પ્રાકૃતિક ખેતીની ( Cow Based Zero Budget Organic Farming )શરૂઆત કરી હતી. અમારા ગામ તથા આસપાસના ખેડૂતોની ડિમાન્ડને આધારે વધુ ગાયો લાવીને ઘન જીવામૃત બનાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં 126 ટન ઘન જીવામૃતનું ઉત્પાદન કરીને વેચાણ કરતો હતો. આજે 40થી વધુ ગાયો સાથે 1050 ટન ઘનજીવામૃત તૈયાર કરીને વ્યારા, સોનગઢ, બોડેલી, વલસાડ, ડાંગ સુધી વેચાણ કરૂ છું.

આ પણ વાંચોઃ Natural Farming in Kutch : આ રીતે કચ્છના ખેડૂતોએ એક્સોટિક વેજીટેબલ્સનું કર્યું સફળ ઉત્પાદન, જાણો...

મહિને રૂ.900 ની સહાય : વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી (Organic Farming In Surat)સાથે જોડવાની નેમ વ્યક્ત કરતા તેઓ કહે છે કે, શરૂઆતમાં કોઈ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરવા તૈયાર થાય તો નજીવા દરે ઘનજીવામૃત આપું છું. તેઓ જણાવે છે કે રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દેશી ગાય ( Cow Based Zero Budget Organic Farming ) નિભાવ ખર્ચ માટે મહિને રૂ.900ની સહાય આપે છે, જે યોજનાનો લાભ (Surat Farmer got Advantages of organic farming) હું પણ લઈ રહ્યો છું. ઉપરાંત આત્માના અધિકારીઓ પણ સમયાંતરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું ઉમદા માર્ગદર્શન આપે છે, જે સરાહનીય છે.

પ્રાકૃતિક ખેતી કરવાથી હર્યોભર્યો વિવિધ પાક લેવાઇ રહ્યો છે

13 વીઘા જમીનમાં પંચસ્તરીય ખેતી : કમલેશભાઈ પોતાની એક એકર જમીનમાં પંચસ્તરીય ખેતી પણ કરી રહ્યા છે, જેમાં આમળા, લીંબુ, જાંબુ, શેતુર, કમરખ, જમરૂખ, દાડમ, સીતાફળ અને સરગવાની ખેતી દ્વારા પણ વધારાની આવક મેળવી રહ્યા છે. આમ, તેઓ કુલ 13 વીઘા જમીનમાં પંચસ્તરીય, શેરડી (Organic Cultivation of Sugarcane) તથા શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ કાર્યમાં 12 જેટલા લોકોને રોજગારી (Surat Farmer got Advantages of organic farming) આપતા હોવાનું તેઓ જણાવે છે. તેઓ કહે છે કે, એક એકર જમીનમાં રાસાયણિક ખેતીનો રૂ.28 હજારનો ખર્ચ થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતી (Organic Farming In Surat) કરતા ફક્ત રૂ.2 હજારનો ખર્ચ થાય છે. સૌ ખેડૂતોએ રાસાયણિક ખાતરોનો ત્યાગ (Abandonment of chemical fertilizers) કરીને પ્રાકૃતિક ખેતી અપનાવીને આવનારી પેઢીને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાના કાર્યમાં યોગદાન આપવાની અપીલ તેમણે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.