- સુરતમાં શહેર ફાયર વિભાગ એક્શન મોડમાં
- સતત ચોથા દિવસે સીલિંગ કામગીરી જારી
- ફાયર સેફ્ટીના મુદ્દે થઈ રહી છે કામગીરી
સુરતઃ સુરતમાં શહેર ફાયર વિભાગ દ્વારા સતત ચોથા દિવસે પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોમાં ફાયરની અપૂરતી સુવિધાને કારણકે સીલ મારવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ફાયર વિભાગ આજ રીતેની કામગીરી કરી રહ્યું છે. આ હોસ્પિટલોને વારંવાર નોટિસ આપ્યા છતાં ફાયરની સેફટી બતાવવા પુરતી જ રાખવામાં આવી રહી છે.આથી સીલ મારવામાં આવી છે.
11 હોસ્પિટલો, 1-ક્લીનીક, 1-લેબોરેટરી અને 1-કોમ્પ્લેક્સ સીલ
સુરતમાં મોડી રાતે ફરીથી ફાયર વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શહેર ફાયર વિભાગ દ્વારા કુલ 11 હોસ્પિટલ, 1-ક્લીનીક, 1-લેબોરેટરી અને 1-કોમ્પ્લેક્સને ફાયરની અપૂરતી સુવિધા હોવાને કારણકે સીલ મારવામાં આવ્યું છે.
વરાછા-ઝોન-Aમાં 1 હોસ્પિટલ
3. સ્વરા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ- લંબે હનુમાન રોડ, સુરત
નોર્થ ઝોનમાં 6 હોસ્પિટલ સીલ
4. આશ્રય ઓથોપેડિક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ કેર સેંટર - કતારગામ, સુરત
5. જનની હોસ્પિટલ - કતારગામ, સુરત
6. ધ્વનિ સર્જીકલ હોસ્પિટલ એન્ડ લેપ્રીસ્કોપી સેંટર- નવા કતારગામ, સુરત
7. નીલકંઠ બાળકોની હોસ્પિટલ- કતારગામ, સુરત
8. સાઇની કિલિનિક એન્ડ લેબોરેટરી - કતારગામ, સુરત
9. નિયોપેથ લેબોરેટરી - કતારગામ, સુરત
રાંદેર ઝોનોમાં 1 કોમ્પ્લેક્સ
10. મહાવીર નમકીન હનીપાર્ક રોડ, અડાજણ, સુરત
ઉધના ઝોનમાં 4 હોસ્પિટલ સીલ
11. અમન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને મેટરનીટી હોમ- ઉન, સુરત
12. ઉન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ- ઉન , સુરત
13. વર્ધમાન હોસ્પિટલ, ઉધના- સુરત
14. પાર્ક હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ , ઉધના - સુરત
છેલ્લા 4 દિવસમાં 55 હોસ્પિટલ અને 5 કોમ્પ્લેક્સ સીલ
સુરત શહેર એડિશનલ ફાયર ઓફિસર બસંત.કે.પરીખ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે આ બધીજ હોસ્પિટલોને ફાયર વિભાગ દ્વારા બેથી ત્રણ વાર નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં એમને એમજ છે.પ્રથમ દિવસે જ જયારે સીલની કામગીરી વિશે માધ્યમોમાં જણાવવામાં આવ્યું તો પણ આ લોકોએ કોઈ તજવીજ હાથ ધરી નહી અને અમારી પાસે કુલ 883 હોસ્પિટલો-ક્લીનીક્સ-લેબોરેટરીના લિસ્ટ છે. હાલપણ આજ રીતેની કામગીરી યથાવત રહેશે. છેલ્લા ચાર દિવસમાં 55 હોસ્પિટલ અને 5 કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ મેહુલ પર આજે ફરી સુનાવણી કરવામાં આવશે, કોર્ટમાં ભાગેડુએ કહ્યું - હું ડોમિનિકામાં સુરક્ષિત નથી