ETV Bharat / city

સુરતમાં ફરી વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, જે સ્કૂલમાંથી કેસ મળ્યો એ સ્કૂલ 25 સપ્ટેમ્બર સુધી બંધ

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકાવિહારની વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલને 25 સપ્ટેમ્બર સુધી બંધ કરવામાં આવી.

સુરતમાં ફરી વિદ્યાર્થી કોરોના પોઝિટિવ
સુરતમાં ફરી વિદ્યાર્થી કોરોના પોઝિટિવ
author img

By

Published : Sep 20, 2021, 6:33 PM IST

  • ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ
  • ભૂલકાવિહાર સ્કૂલની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ
  • 25 સપ્ટેમ્બર સુધી સ્કૂલ બંધ રાખવામાં આવી
  • મહાનગરપાલિકા દ્વારા શાળા-કૉલેજોમાં કરવામાં આવી રહ્યું છે ટેસ્ટિંગ

સુરત: અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકાવિહાર સ્કૂલમાં ગત શનિવારના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ જે કોર્પોરેશન દ્વારા શહેરના શાળા-કોલેજોમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત શનિવારના રોજ શહેરમાં ફરીથી ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કોરોના ટેસ્ટિંગ કર્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ અને સ્કૂલ સંચાલકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તે બધા નેગેટિવ આવ્યા હતા.

સ્કૂલ 25 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવી

સુરત શહેરમાં ગત શનિવારના રોજ અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકાવિહાર સ્કૂલની ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું કોરોના ટેસ્ટિંગ કર્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓનું તેમજ સ્કૂલ સંચાલકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારબાદ સુરત કૉર્પોરેશન દ્વારા સ્કૂલને 25 સપ્ટેમ્બર સુધી બંધ રાખવા આવી છે, તથા વિદ્યાર્થિનીના ઘરે પણ તમામનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. પરિવારના તમામ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

વિદ્યાર્થિનીને હૉમ કોરન્ટાઇન કરવામાં આવી

વિદ્યાર્થિનીના પરિવારના તમામ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

ડો. પ્રદીપ ઉમરીગર ( આરોગ્ય અધિકારી સુરત મહાનગરપાલિકા )એ જણાવ્યું કે, શાળા-કોલેજોમાં અત્યાર સુધી 90,000 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે કોવિડના સંદર્ભે તમામ શાળા-કોલેજો તથા બીજી તમામ પ્રવૃ્ત્તિઓ શરૂ કરી દેવામાં આવી છે. તેના અનુસંધાને સુરત કૉર્પોરેશન દ્વારા તમામ શાળા-કોલેજોમાં કોવિડનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 90 હજાર જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. તેમાંથી કુલ 9 જેટલા પોઝિટિવ કેસ મળી ચૂક્યા છે. છેલ્લે જે ભૂલકાવિહાર સ્કૂલ છે તેની અંદર ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેના 3 કુટુંબીઓનો ટેસ્ટ કરતા તેઓ નેગેટિવ આવ્યા છે અને તેના માતા-પિતાએ વેક્સિન લીધેલી છે. સાથે સ્કૂલની અંદર 68 જેટલા વિદ્યાર્થીઓ અને સંચાલકો હતા તે તમામનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તે બધા જ નેગેટિવ આવ્યા હતા.

શાળા અને કૉલેજોમાં ટેસ્ટિંગ ઝુંબેશ

કૉર્પોરેશન દ્વારા શાળા અને કૉલેજોમાં ટેસ્ટિંગ ઝુંબેશ ચાલું રાખવામાં આવશે

તેમણે આગળ જણાવ્યું કે, આ તમામમાંથી એક જ વ્યક્તિ હતા જેઓ રસી લેવા યોગ્ય હોવા છતાં લીધી નહોતી. તેમને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થિની જે સોસાયટીમાં રહે છે ત્યાં કુલ 104 જેટલાં ઘરો છે. તેમાંથી 205 જેટલા વ્યક્તિઓમાંથી વખત 5 જેટલા વ્યક્તિઓએ વેક્સિન લીધી નહોતી. તેઓને પણ વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 34 જેટલા વ્યક્તિઓએ વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે અને બાકીના 189 જેટલા વ્યક્તિઓએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. આજ પ્રકારે કૉર્પોરેશન દ્વારા શાળા અને કૉલેજોમાં ટેસ્ટિંગ ઝુંબેશ ચાલું રાખવામાં આવશે, જેથી જેટલું બને તેટલું જલ્દી પોઝિટિવ કેસ આપણે આઇડેન્ટિફાઈ કરી શકીએ અને કેસનો જે ફેલાવો છે તેને અટકાવી શકીએ.

વધુ વાંચો: રાજ્યમાં 24 કલાકની અંદર કોરોનાના 10થી પણ ઓછા કોરોનાના કેસ, 15 દર્દીને કરાયા ડિસ્ચાર્જ

વધુ વાંચો: કોરોના વાઇરસ અંગે કેબિનેટ સેક્રેટરીની મીટિંગ, રાજ્યોને આપ્યા નિર્દેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.