- ઓમીક્રોન વેરિયન્ટને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક
- સુરતમાં 2 દિવસમાં વિદેશથી આવેલા 29 યાત્રીઓને ક્વારન્ટાઈન કરાયા
- રવિવારે એરપોર્ટ પર 391ના RTPCR ટેસ્ટ કરાયા છે
સુરત: શહેરમાં છેલ્લા 2 દિવસમાં વિદેશથી 29 જેટલા યાત્રીઓ આવ્યા હતા. તમામને ક્વોરેન્ટાઈન (foreigners quarantine in surat) કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાથી મળેલા અને વિશ્વમાં ફેલાતા જતા કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટ (corona omicron variant)ના કારણે વિશ્વમાં ફફડાટ ફેલાયો છે.
સૌથી વધુ અમેરિકાથી 17 લોકો આવ્યા
કેન્દ્ર અને રાજ્ય સરકાર (Omicron variant in india) દ્વારા સતર્કતા દાખવવાનું શરૂ થયું છે અને નવી ગાઇડલાઇન (omicron variant alert in india) પ્રમાણે વિદેશથી આવનારા યાત્રીઓને ક્વોરન્ટાઈન કરવાનું શરૂ કરવામાં આવ્યું (Omicron variant alert) છે. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસમાં વિદેશથી આવેલા 29 યાત્રીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી (surat municipal health officer) પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં તારીખ 26 અને 27મી નવેમ્બરના રોજ એમ 2 દિવસમાં મળીને વિદેશના કુલ 29 યાત્રીઓ સુરત આવ્યા છે. જેમાં સૌથી વધુ અમેરિકાના 17 યાત્રીઓ (travelers from america in Surat) છે, જ્યારે કેનેડાના 6, ઇંગ્લેન્ડના 4 તેમજ ઓસ્ટ્રેલિયા અને યનામાના એક-એક યાત્રીઓનો સમાવેશ થાય છે.
273 લોકોનો કોરોના રિપોર્ટ પેન્ડિંગ
ઝોન પ્રમાણે આ યાત્રીઓમાં નોર્થ ઝોનના સૌથી વધુ 13, વરાછાના 5, પશ્ચિમના 4, અઠવા ઝોનના 3, જ્યારે ઉધના અને સેન્ટ્રલ ઝોનના 2-2 યાત્રીઓનો સમાવેશ થાય છે. આ તમામ યાત્રીઓને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. નવા વેરિયન્ટને લઇને તંત્રએ એલર્ટ સાથે જણાવ્યું છે કે, આફ્રિકાથી આવનારા 9 સહિત 351 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે, જેમાંથી 78 લોકોના RTPCR નેગેટિવ છે, જ્યારે 273 લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે.
જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો જીનોમ સિક્વન્સિંગ કરાશે
રિપોર્ટ પોઝિટિવ (corona report in surat) આવે તેના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ કરાશે. રવિવારે એરપોર્ટ પર 391ના RTPCR ટેસ્ટ કરાયા છે, જેમાં 298ના રિપોર્ટ નેગેટિવ છે, જ્યારે 93 લોકોના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. નવા વેરિયન્ટને લઇ તંત્ર એલર્ટ (omicron variant alert in india) છે. પર્યાપ્ત ઓક્સિજનની સુવિધા માટે બેડ અવેલેબલ છે.
આ પણ વાંચો: Navsari Corona Update : નવસારીમાં વધુ એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં ચક્કચાર મચી
આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 કેસો, હજુ પણ 284 એક્ટિવ કેસો